કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

રક્ષાબંધન આવે એટલે મને તો તમને બધાને આ ગીત જ સંભળાવવાનું મન થાય…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી..

(૨૦૦૬ અને ૨૦૦૭ – એ બે વર્ષ તો એ જ ગીત સંભળાવ્યું હતું ને.!) બાળપણની કેટકેટલી મધુરી યાદો સાથે લઇ આવે આ ગીત.. ! ચલો એ ગીત તમે ઉપર ક્લિક કરીને સાંભળી લેજો..! સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

અને આજે સાંભળો આ લોકગીત..

ગાયકો;અરવિદ બારોટ અને મિના પટેલ ….સગીત ;પકજ ભટ્ટ .

.

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

—–

આ ગીત વિષે ઘણી બધી ફરમાઇશ આવી, અને કેટલી બધી શોધખોળ પછી આખરે તો ઘરમાંથી જ આ ગીત મળ્યું (આભાર, ઊર્મિ 🙂 )

64 replies on “કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…”

  1. જયશ્રીબેન,
    ઉપરોક્ત આલ્બમમાં ચેલિયાનું હાલરડું,શિવાજીનું હાલરડું,શ્રવણ-કથા,કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ,ભરથરી-પીંગળાનું ભજન…જેવા ગીતો છે….ગુજસ્રતી લોકગીતોમાં સૌથી વધારે લોકપ્રિય થયેલા આલ્બમ્સમાનું આ એક આલ્બમ છે….માત્ર આપની જાણ માટે….

  2. આ ગીતમાં સ્વર અરવિંદ બારોટ અને મીના પટેલનો છે….સ્ટુડીઓ શિવમ-અમદાવાદની કેસેટ/આલ્બમ “ચેલિયાનું હાલરડું” માં આ ગીત ૧૯૯૩ માં રેકોર્ડ કરેલું.વિગતદોષ સુધારી લેવા વિનંતી….આભાર….

  3. Really nice song, listened after about 12 years of my journey of life…!!
    Who ever posted this song, I am heartily thankful to him.
    With regards
    Prof. Dr. Bhaviin

  4. ખુબજ સરસ ગિત સામ્ભલ્યુ આનન્દ થયો

  5. આ ગિત કદાચ અભરામ ભગત ના સ્વર્ મા પન ચચ્હે . આ સિવય અભરામ ભગત ના સ્વર મા શિવ પાર્વતિ ના લગ્ન નુ આખ્યાન પન સરસ ચ્હે

  6. સુનદર સબ્દ મા નો પ્રેમ દિલ્લ નિ ચિન્તા દર્શાવિ કવિ ખુબબધુ કહિ જાય છે.

  7. પ્રસ્ન્ગોચિત કકવ્ય .મહભરત આજે પન ખેલય ચ્હે ને શકુનિ દુર્યોધન જય્દ્રથ આજે પન હયત ચ્હે . મતઓ ,ભગિનિઅઓ જગેને રખ્દિનિ આ ભવ્નથિ સમજ્ને જગ્રત કરે .
    આવ સુન્દેર અને ખમિર્વન્ત ગેીતો આપ્ત રહેજો .

  8. Jayshreeben,realy very much enjoyed this very very old lokgeet.Thanks a lot for giving such beautifull lokgeets in your Tahuko.com.
    Can i request you to send me this song on my e mail address. I shall be much obliged. thanks

  9. ખરેખર આ ગીત સાંભળીને ખુબ જ સારૂ લાગ્‍યું ઘણા વર્ષો બાદ આ ગીત સાંભળવા મળ્યું. આ ગીત જો ડાઉનલોડ થઇ શકતુ હોય તો ખુબ સારૂ આ ગીત ડાઉનલોડ થાય તેવી વ્‍યવસ્‍થા કરશો તો આભાર

  10. ghana varsho pachi aa geet sambhalva mallyu mate thanx. but original song na singer hemu ghadvi che ane a geet ma aana karya wadhare karunta che je sambhli ne bhal bhala rady pade kadach original geet vvdh bharti pertjhi malshe

  11. આપણને આ વારસો આપી જનારા મા બા દાદી આ ગીત સાઁભળી કેટલા ખુશ થાત અને આજે એમને યાદ કરતા આઁખ ભીની થાય ૬

  12. ગાયકો;અરવિદ બારોટ અને મિના પટેલ ….સગીત ;પકજ ભટ્ટ .. .VERY GOOD SONGS AND EXCELLANT VOICE AS WELL AS MUSIC.I USED TO LISTEN THIS SONGS OFTEN IN LATE 1965 DURING NAVRATRI FESTIVAL,PERTICULARLY IN MY VILLAGE COUNTRY SIDE IN GUJARAT.બહેનો વ્રત રાખિને આ ગીત ગરબામા ગાતા હોય .આભાર ..પરેશ ઉકા.પટેલ ..મોટીકકરાડ .નવસારી…

  13. બહુ સરસ્.દાદિમા યાદ્ આવિગયા.ધન્યાવાદ્.

  14. doing great job.preserving the importance of gujarati sanskruti. i am proud to say that i am gujarati. jay jay garvi gujarat

  15. Heard this song after almost more than 34 years. Tried to find this song for a long time & what a surprise – I just can’t explain the feelings I had when I listened to this song!!!

    Later on, my mother & my wife also listened to this song here on tahuko & same thing – they were delighted.

    Our all the best wishes.

  16. આ ગીત ગાવામા દમયન્તિ બરડાઈ સાથે અરવિંદ બારોટ છે.

  17. jay jinendra a git sambhadine bahuj ananad thayo lagbhag 35 vars pahela sambhadelu amara gamama bhavaiya avela tyare temne gayelu mane barobar yad chhe.tamaro abhar a git ne downlod karvu chhe kevirite karvu batavo.

  18. thank you for fulfilling my request right on time on the day I needed it!!

    have send this song to my dadi in india and she has sent her ashish to you as well

  19. Truly an amazing song. A true revival of Mahabharat. It goes through the heart and the liver.Sure reminds Mahabharat, the war at Kuru Kshetra. One side the pandavas and on other side the kauravas, brings the whole Kurukehstra battle field live in front of our eyes.
    Thanks for putting this long awaited song on tahuko.com

    Dhanyavad Jayshreeben

    Mahesh

  20. ન્યુક્લીયર બોમ્બ લેવા અર્જુન અને ર્કુષ્ણ પાતાળ ઍટલે
    અમેરિકા ગયા હતા. આજના યુદ્ધનો સેનાપતિ અભિમન્યુ હતો.કુન્તા નારી હોવા છતા યુદ્દઘની ટેકનીક
    સાત કોઠા યુદ્ધ અને સેનાપતિઑને જાણતી હતી.તેથી
    અભિમન્યુને જીતવાનો મારગ રાખડી ગીત માર્ફતબતાવે
    છે. અશોકના કલિગ વિજય પછી લશ્ક્રર વિખેરી નાખવાથી ભારતે આ ટેકનોલોજી ગુમાવી દીધી અને
    મહમુદ ગિજ્ની નો આપણે સામનો ના કરી શક્યા.

  21. ત્યારે તારી ને ધવલભાઈની ફરમાઈશને લીધે જ તો મેં આટલું લાં…બુ સાંભળતા સાંભળતા ટાઈપ કરીને મૂક્યું હતું… કંઈ કેટલીયે વાર સાંભળવું પડ્યું હતું એને, બધા શબ્દો બરાબર ટાઈપ કરવા માટે ! 🙂

  22. Hi Jayshree !!

    Nice melodies song it is…And that too lead singers like Prafulbhai & Damyantiben..
    Well try…

    Similar way request you to send notification alongwith Track Sound so that “SUR” can be grasped…

    Best Regards
    RAJESH VYAS
    CHENNAI

  23. મા ભારત અને મહાભારતની મહાન યાદો આજે
    તાજી કરાવવા બદલ સૌને સાભાર નમસ્કાર !!

  24. રક્ષાબધન સાથે ગીતા,કુન્તી માતાનો બોધ અભિમન્યુને, શીખની શબ્દરચના અફલાતુન અને ગાયકી પણ સરસ, મહાભારતની કથા યાદ કરાવવા બદલ આભાર……………..

  25. મને મારાં દાદી યાદ આવી ગયાં
    મનહર ઠક્કર શિકાગો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *