આ નભ ઝૂક્યું તે કાનજી – પ્રિયકાંત મણિયાર

પ્રિયકાન્ત મણિયાયનું આ ખૂબ જ જાણીતું અને મોટેભાગે બધાને માટે થોડું ખાસ એવું રાધા-કૃષ્ણ કાવ્ય.. આમ તો ઘણા વખતથી આ ગીત સૌમિલ – આરતી મુન્શીના કંઠે ટહુકે છે ટહુકો પર.. અને એ ગીતની શરૂઆતમાં તુષારભાઇની જે પ્રસ્તાવના છે, એ પણ એક અલગ કાવ્ય જ હોય જાણે.. આજે એક વધુ સ્વર સાથે આ ગીત ફરી એકવાર..

મમ્મી ગુજરાતી ટીવી ચેનલ ચાલુ રાખતી ત્યારે આમ તો હું અકળાતી.. પણ આજે સમજાય છે કે ગુજરાતી સાહિત્ય-કવિતા પ્રત્યેનો પ્રેમ મને મમ્મી પાસેથી જ મળ્યો છે. મને બરાબર યાદ છે કે આ ગીત પહેલીવાર ટીવી પર સાંભળેલું ત્યારે મમ્મી સાથે હતા, અને એમણે એ પણ જણાવેલુ કે એમણે ગુજરાત વિદ્યાપીઠમાં કવિના મુખે આ ગીત સાંભળ્યું છે.

આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ સનાતન પ્રેમ કાવ્ય ભેટ..!

સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજિત શેઠ

.

=================
Posted on August 26, 2006.

આમ તો પ્રભૂ એક જ છે, અને જુદાં જુદાં તો ફક્ત એના નામ છે.. આ વાત હું પણ માનું છું, અને તો યે પ્રભૂનું ‘કાનુડા’નું રૂપ મને ઘણું વધારે વ્હાલું. ઘણાં વર્ષો પહેલા દૂરદર્શન ગુજરાતીના એક કાર્યક્રમમાં ‘આશિત દેસાઇ અને હેમા દેસાઇ’ના કંઠે આ ગીત સૌથી પહેલી વાર સાભળ્યું, અને તરત જ સીઘું દિલમાં કોતરાઇ ગયું. પછી ઘણું શોધ્યું, પણ કોઇ કેસેટમાં મળ્યું જ નહીં. (ઓડિયો સીડી ત્યારે આટલા ચલણમાં નો’તી.) લગભગ 3-4 વર્ષ પહેલા ચિત્રલેખાના કોઇ અંકમાં ‘પ્રભાતના પુષ્પો’ વિભાગમાં જ્યારે આ કાવ્ય લખાયું, ત્યારે તો એવું થયું, કે આ અંકમાં બીજું કંઇ પણ ના હોય તો યે ચાલે. હું તો આ ગીતના શબ્દો મેળવીને જ ખુશ હતી, ત્યાં તો અચાનક એક દિવસ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં આ ગીત સાંભળવા પણ મળ્યું. વાહ વાહ… ત્યારે જે ખુશી થઇ હતી, એને શબ્દો આપવાનું મારી આવડતની બહાર છે…

આજે જન્માષ્ટમી. આજે ટહુકા પર કાનુડા સિવાય બીજું કશું તો ક્યાંથી હોય ?
સ્વર : સૌમિલ, આરતી મુન્શી.

divine_lovers_QA17_l

.

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !

62 replies on “આ નભ ઝૂક્યું તે કાનજી – પ્રિયકાંત મણિયાર”

  1. આશિત દેસાઇ અને હેમા દેસાઇ એ પણ આ ગીત ગાયું છે તે આજે ખબર પડી. આ અને કવિએ પોતે ગયેલ્ય ગીત મળી શકે તો મઝા આવી જાય. કદાચ કોઈને સાચું ના લાગે પણ આ ગીત મેં સો વારથી પણ વધારે વાર સાંભળ્યું છે અને હજી પણ અવારનવાર સાંભળુ છું.

  2. નિરુપમા શેઠે ગયેલું આ ગીત ઘણા વર્ષોથી સાંભળું છું. છતાં પણ હજી સાંભળ્યા કરવાનું મન થાય છે. આ સંવેદના માટેના ગીતમાં NOBLE પુરસ્કારને પત્ર છે. પ્રિયકાન્તભાઈ એ પોતે ગાયેલું ગીત સંભાળવા મળી શકે ? મુનશી એ ગાયેલું ગીત પણ સારું છે.
    આ SITE માટે ખુબ ખુબ અભિનંદન. ખાસ તો ગીતો ને ગઝલો સંભાળવા પણ મળે છે અને એકજ ગીત જુદા ગાયકોને મોઠે સંભાળવા નો લહાવો મળે છે.

    અતુલ શાસ્ત્રી

  3. અતિ સુન્દર …. શબ્દો નથી મલતા કઇ રીતે આ રચના વિષે વાત કરૂં…
    બસ સાંભળ્યા કરવાનું મન થાય છે… જય હો…

  4. નભ અને સ્વન્ગ નો અદ્ભુત સમન્વયે કવિના મન્ને કમણ કર્યુ, અને રચય આ રચ્ના, ઝ્ક્યુ તેજ કન્જિ અને વિસ્મય તે રાધા આજ દ્રસ્તિ જન્મવે તે કવ્યા, અલોકિક સ્વપ્ના ની સર્વણી એજ રધા અને એજ ક્રિસ્ના, આધાર જોવની દ્રાસ્તિ ને આધિન રાહે બકી જોવુ અનુભવ્વુ કે પામ્વુ સર્વા સમાન હોએજ કવ્યા.

  5. When I was in 10th grade, Priykantbhai came to my high school and I had a privilege to introduce him on the stage. He indeed sang this one and Aa Sol Varas Ni Chhori both. What a poet, what a man. ..ashok thakkar

  6. હું ઘણા લાંબા સમય થી આ ગીત સાંભળવા આતુર હતો…
    મારા કાન હજી ધરવ પામ્યા નથી..
    વારે ઘડીયે આ ગીત સાંભળવાનું મન થાય
    આભાર…

  7. જયશ્રીબેન તમે જલસો કરાવી દિધો. એક ખાસ વિનંતી કે આ બધા ગીત ડઉનલોડ કરી શકાય એવી વ્યવસ્થા કરો તો મારા જેવા સેંકડો લોકો તમારા આભારી થશે.

  8. જયુ,તમને લાખ લાખ અભિનંદન!મારી વષૌ જૂની તમન્નાને તમે મુર્ત સ્વરુપ આપ્યુ.તમે ગુજરાતિ ભાષાની સેવા કરી છે તેવી કદાચ કોઈએ નથી કરી.આ ઐતિહાષિક હકીકત છે.ભોજા ભગતના ચાબખા,અખાના છપ્પા,કબીર,દાદુ,તોરલ,કલાપીના કાવ્યો,ગંગા સતિ,ના અપ્રાપ્ય ભજનો સમ્ભળાવો.જય મા!

  9. આ હદય ધડકે તે કાનજી ને માહ્યલી પ્રિતડી તે રાધા રે….

  10. રાધા-ક્રિષ્નના ઐક્યને પ્રગટ કરતુ સુન્દર ગીત..

  11. I cannot describe the feeling of nostalgia that this bhajan evoked in me. This site is simply superb for all Gujaratis. We cannot ever thank the creators of this site adequately. Yet, please accept my humble thanks for filling up a great void in our life.

  12. અહો કેવું આશ્ચર્ય!
    શરત ચૂકથી બીજા કોઈ કવિના નામે વેબ સાઈટ પર
    આ ભક્તિગીત માટે તલસતો હતો.છેલ્લા ત્રણ દિવસથી.
    ટહૂંકા એ આજ આભારથી મન ભરી દિધું.
    ખૂબ જ આભાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

  13. કવિ પ્રિય કાન્ત મણિયાર ની આ ગુજરાતી સાહીત્યની પ્રિય કવિતા છે, દરેક કવિ સમેલનમા કવિ ખુદ આ કવિતા એક આરતી સૃરુપે અચુક ગાતા.

  14. Dear JAyshreeben,
    almost 25 yrs back I attended programme of SHRUTI in Ahmedabad where heard this song.Till that day I am crazy for such lovely song ( Poem ) You are really doing great services of our mother toung by such web site. I offer my million pranams to you and your all family members and friends related to this mission.

  15. Many many happy returns of the day to uncle and aunty …….

    પ્રસ્તાવનામાં હરીશ ભીમાણીનો અવાજ લાગે છે.

  16. SARAS geet sabhalvaani maja aavi gayee aakasvani bombay parthi madhur geeto karyakramma aa geet kayam tahuktu.

    aabhar jayshreeben

  17. સરસ ગિત , રાધા અને ક્રિશ્ના નુ ઐક્ય આ ગિત મા પ્રિયકાન્ત ભાઈ એ સરસ રિતે વ્યકત કર્યુ ચ્હે.

  18. મને આ ગીત ના કવિશ્રી પ્રિયકાન્ત મણીયાર ને મળવાનો અને વાત કરવાનો મોકો ઘણી વખત મળેલો.અમદાવાદ મા બાલા હનુમાન ,પાસે એમની ચુડીઓ ની દુકાન.ભારે રસ દાખવી વાત કરે. આ રચનાની વાત થયેલી.મે આ રચના ના ખુબ વખાણ કરેલા.તેઓ હળવેક થી બોલેલા “આતો એની મહેરબાની !!” બોલી ઉપર હાથ કરેલો……

  19. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ જયશ્રીબેન આ કાવ્યની ભેટ આપવા બદલ. કાવ્ય કહું છું કારણ પાંચમા ધોરણમાં કાવ્ય રૂપે અભ્યાસ કર્યો હતો. અને કવિશ્રી નિનુ મઝુમદર ધ્વરા લિખિત પંખીઓએ કલશોર કર્યો પણ કાવ્ય હતું. આ બન્ને કાવ્ય મને ખૂબ જ પ્રિય છે.ઘણા વખત થી ઈચ્છા હતી આ બન્ને કાવ્યો સાંભળવાની જે તમે પૂર્ણ કરી. અને મજાની વાત એ છે કે અમારા શિક્ષકે અમને આ જ રાગમા બન્ને કવ્યનું પઠન કરાવ્યુ હતું. ખૂબ ખૂબ આભર કે તમે મને મારા નાનપણના ખોવયેલા અમૂલ્ય પાના રેડિયો ટહૂકો ધ્વારા મને આપ્યા.એક ફરમાઈશ છે કવિશ્રી બટોકદારનું કાવ્ય “ગુજારે જે શિરે તારે જગતના નાથ તુ સહેજે” સંભળાવી શકો તો….
    જલ્પા ભટ્ટ્.
    એટલાન્ટા.

  20. Priyakantkaka,is son ofmy daddy’s masi, I still rememberedthe tears in my fathers eye wheb he heard the news of Sudden death of priykantkaka.

    This is the FAvroite of our family

    BOSMIAS

  21. આ ગીત ખરેખર સુંદર છે, મારા બાળપણમાં આ ગીત અમદાવાદ-વડોદરા રેડીયો સ્ટેશન પર નિયમિત સવારનાં ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આવતુ હતુ, પણ તેનો રાગ થોડૉ અલગ હતો અને તે કદાચ વધારે સારો હતો, રાજેન્દ્રભાઈએ આ ગીત મૂળ સ્વરૂપે સાંભળ્યુ હોવાથી હુ શું કહેવા માંગુ છું એનો કદાચ તેમને વધારે ખ્યાલ હશે.

    સિદ્ધાર્થ

  22. shu vat che!
    saras lage che song..saumilbhai and arti munshi na avaj ma..
    ane uparthi tusharbhsi shukla!
    maja avi gai
    yar this tahuko forum is amazin!

  23. hey jayshree my frnd sent me d link n this song drawn me that crazy..i called my mumma straight n asked to send me d cd..its simply wonderful..thanks a lot..

  24. પહેલી વાર સ્કૂલમાં વાંચીને જ આ ગીત ગમી ગયેલું. “મારી આંખે કંકુના સુરજ આથમ્યા” માં સાંભળવા મળ્યું ત્યારે ખુબ આનંદ થયો હતો. પણ સૌમિલ મુંશી અને આરતી મુંશીના મધુર અવાજમાં થોડી અલગ રીતે ગવાયેલુ આ ગીત સાંભળીને મજા આવી ગઈ. એમાં પણ તુષાર શુક્લની પ્રસ્તાવના પણ અત્યંત હ્રુદયસ્પર્ષી લાગી (હંમેશ મુજબ). ગીતમાં રજૂ કરેલી કેટલીક સુંદર કલ્પનાઓ મનને જાણે રીતસર રાધા-ક્રુષ્ણને Visualize કરાવે છે જેમ કે,

    આ બાગ ખીલ્યો તે કાનજી
    ને લ્હેરી જતી તે રાધા રે,

    આ પરવત-શિખર કાનજી
    ને કેડી ચડે તે રાધા રે,

    આ ચાલ્યાં ચરણ તે કાનજી
    પગલી પડે તે તે રાધા રે,

    આ લોચન મારાં કાનજી
    ને નજરું જુએ તે રાધા રે !

    આભાર…

  25. THIS POEM WAS SANG BY OUR BELOVED PRIYAKANTBHAI SOON AFTER HE WROTE IT.
    INDUKUMAR TRIVEDI AND PRIYAKANTBHAI WERE AT OUR HOME IN AHMEDABAD AND TOO HAPPY TO SING THIS IN FRONT OF OUR PARENTS AND FAMILY.
    IN 1970’s , WHEN PRIYAKANTBHAI WAS VISITING SOMERVILLE,MASSACHUSETTS – I WELCOME HIM WITH THE SAME SONG AND HE JOINED ME ENDINING THE SONG IN LOVE OF TEARS.
    SOUMIL AND ARATI YOU HAVE DONE A GREAT JOB SINGING.
    THANKS TO JAISHREE TO BRING THE SWEET MEMORY BACK.

  26. આ ગીત સાંભલિ મને આ વિદેશ બહુ ભારે લાગ્યુ આંખ માં થી આંશુ ઉમ્થિ આવિ ગઆ.અને જિન્દગિ હતિ ના હતિ થઈ હઈ ચે. મારા જિવન નો નિર્વિવાદ વાત એ ચે કે લિફે મા હવે બિજુ કૈ નથિ રહ્યુ ઓક બ્યે.

  27. બહુ સરસ કવિતા. હું શાળામાં હતી ત્યારે મને બહુ ગમતી, પછી તો ગોતવાની ઘણી કોશીશ કરી પણ મળી જ નહી. આજે આ સાઈટ પર મળી તો ખુબ ગમ્યુ. ખૂબ ખૂબ ધન્યવાદ.
    ખૂબ આભારી.
    – હેતલ

  28. ગીત પેહલા ની પ્રસ્તાવ્ના ખૂબ જ સરસ અને ભાવ-પ્રચુર હતી.

    ગીત પણ એટલુ જ કર્ણ પ્રિય!

    મીતલ

  29. અતિસુંદર !અભિનંદન !
    .હું એ કેસેટ વસાવવાનો પ્રયત્ન કરીશ !પ્રકૃતિમાં ઈશ્વરને નિહાળવાની તમન્ના કેવી અસર-
    કારક છે !સરવરજળ,પોયણી,બાગ, પર્વત,દીપ
    અને અંતે લોચન કાનજી અને નજરું રાધા !વાહ કવિ !આ પગલી…માં બે વાર ‘તે’ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *