જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે – એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર – સ્વરાંકન સાથે..
અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે – કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! 🙂 )
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો
સ્વર : સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
.
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
– જલન માતરી
અદભૂત
ફરી ફરી સાભળવી ગમે તૅવી રજૂઆઆત
ઘણા વખતે જુનુ ને જાણીતું ને મનગમતું મળી ગયું..!!
જલન માત્રિ નિ આ ગઝ્હલ દિલ નિ આર્ર પાર નિકલિ જ્જાય આવિ સુન્દેર ચે મનિલાલ મોરારજઇ મારુ
maja padi gai bhai apni aa gajal vanchai ne…very nice dear…”
brij”
Excellent song… heard after long time.No words for admire…
VERY VERY GOODDDDDDDDDDDDDDDDDD
very very goog!!!!!!!!!!!!! dill dhadak!!!!!!!!!!!!
વાહ પુરસોત્તમભાઇ જામિ ગ્યુ
અદ્ભુત્!!!! no words to explain how good i feel !!!! Que Fantastico!
ખુબ જ સરસ , બહુજ મઝા આવિ ગયિ, ખરેખર જલન સાહેબ જેવ માનશો આપનિ વચ્ચે હોવા ચતા આપને યાત્રાઓ માથિ ઉચા આવતા નથી
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
It’s very nice.
ખરેખર શબ્દે શબ્દ ખૂબ જ અસસરકારક !!
ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી
ખરેખર અદભૂત ….
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
વાહ્……
ાતિ ઉતમ, “તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.” ઇન્સાન ના અરમાનો નો કોઇ અન્ત જ નથિ.
Purushottamji……..a real jewel of Gujarati Music. To listen him “live” is altogether unique experience.
પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયને રૂબરૂ સાંભળ્યા તો વર્ષો થઇ ગયાં, પણ તેમના કઠે સંગીત રૂબરૂ માણ્યા જેટલો આનંદ આવી ગયો.
આરે બાપુ …જોરદાર …જલસો પડી ગ્યો હો …
Jabardasssssssst che. Ghanu jivo Purohitji.
મસ્ત્
આટલી સુન્દર રચના અને તેમા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય નુ સ્વરાંકન પછી કહેવુજ શુ?
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
વાહ! શુ વાત છે!!!!
મઝા આવિ ….વાહ આનુ નામ ગઝ્લ અને આનુ નામ ગાયકિ, અને આનુ નામ સ્વરાન્કન્…. Ultimate of Gujarati….
વાહ જયશ્રિબેન મઝા આવી ગૈ.કેટલુ સરસ ઉદાહરણ ! કેવા શુકનમા પરવતે આપી હશે વદાય…………પુરુશોત્તમભઈના અવાજમા તો જલ્સો પઙી ગયો
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
આ ફક્ત પુર્શોત્તમ ભાઇ જ ગઇ શકે
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
જરા માણસ્ ને પુછ,,,,,,,,,,,,,,વાહ્…………સુન્દર્
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
વાહ્…….વાહ્
હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
આ પન્ક્તિઓ સાભંળવા મળી નથી…બાકી તો નિતાંત સુંદર,…
માનનિય્
ખુબજ સરસ્
ધરમ્
બહુ સુન્દર રચના છે.
મઝા આવિ ગઈ.
Dear Sir
ur Good Performance my Download for Purushotamupadhyay Takder khud khuda ye lakhi
Thanks & Regard
Nikunj Vaghela
પુરુશોતમ્ ભાઈ ના અવાજ નો જાદુ સદાબહાર .મઝા આવ ગઈ.
બાપુ મજા આવી ગઈ.
ઘના વખતે મારા ખુદ નિ શોધ નો જવાબ મલિગ્યો
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
–ખુબ જ સુંદર. ખરેખર મઝા આવી ગઈ.
ત ત સ વ જેને પ્ન આ સાઈત્ત્ત બ્ન્ન્ન્નાવેઈ લ્લ્લાક્ખો અબજ અભેઈન્-ન્દ્ન્…………………………………………
who says that gujarati songs or music does not have popularity, just listen this song and singer you will start to believe too.
જયશ્રીજી, નમસ્કાર…
હજુ ગયા અઠવાડીયે જ મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાય એક કાર્યક્રમ માટે રાજકોટ આવેલા હતા અને તેઓ એ શ્રી જલન માતરી સાહેબ ની આજ રચના રજુ કરી હતી. વધારે તો કાઇ નથી લખતો પણ એટલુ જરૂર કહીશ કે મને “ટહુકો.કોમ” પર આ રચના સામ્ભળીને એમ લાગ્યુ કે જાણે આજે ફરીવાર હુ એ કાર્યક્રમ મા જઈ આવ્યો. આભાર…
ખુબ જ આન્નદ થયો. આભાર.આવા સુન્દર ગઇતો સન્ભલાવતા રહેજો.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
અદભુત્
ખુબ સરસ સહેબ
શુ ગઝલ્ અને શુ તમારો અવાજ્
મજા આવિ ગઈ.
સરસ !!
જલન સા’બના અવાજમાં સાંભળવાની મજા પણ કંઈ અલગ જ…
ભુકા બોલાવેી નાખ્યા.
ખરેખર મઝા આવી ગઈ.
મજબુત રચના…
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
અદભુત કલ્પના.. મઝા આવી ગઈ..
‘મુકેશ’
સુંદર ગઝલ…
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
– આ બે શેર ગુજરાતી ગઝલના શિરમોર શેર છે…
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ખરી વાત છે.
ખૂબ સુંદર વિચાર અને તેટલીજ મજાની રજૂઆત
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
i thought this was written by Aadil Mansuri..
…….શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી……
Wah,……Zaburdust maza aavi gai