પપ્પા વિશેનું ગીત – ભરત ભટ્ટ ‘પવન’

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ના પપ્પા વિશે !

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું ?
સપનાંઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે
મા વિશે તો….

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો
તો પણ બજાર, બૅન્ક, બધ્ધે મુન્નો એની જીભે
મા વિશે તો….

દીકરી આવી ત્યારે પણ રાખી’તી બવ્ય ઉજાણી,
સાસરિયે ગઈ તો પપ્પાની આંકો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો….

– ભરત ભટ્ટ ‘પવન’

25 replies on “પપ્પા વિશેનું ગીત – ભરત ભટ્ટ ‘પવન’”

  1. ખુબ સરસ ગીત છે. મને પણ મારી દિક્રરી યાદ આવી ગઇ.

  2. jem janni ni jod jagat ma nathi,
    tem pita nu sthan pan koi lai shake nahi ,

    aa vachi ne aankho ma anshu avi gaya ,
    hu mara papa ne miss karu chhu,
    ane mane em pan thay che ke e hamesh mari sathe j che,
    emne mane hamesha badha kam mate prerna api che

  3. જુદી વિભાવનાનુ જુદુ ગીત, ગમ્યુ..!!

  4. થોડા દિવસ પહેલા હું અને મારી પુત્રવધુ એક કાવ્ય વિષે ચર્ચા કરતા’તા ,ત્યારે કૈંક દુખ સાથે બોલી કે બધા
    સ્ત્રીની એકલતા,દુખ ,સહનશીલતા,ત્યાગ ,સંતાનો અને કુટુંબ માટે બલીદાનની વાતો લખે છે પણ પુરુષ માટે
    એટલું લખતા નથી.જુઓ મારા પપ્પા આ ઉંમરે (૭૯) કેવું જીવી રહ્યા છે!! પછી તો ઘણી વાતોથઇ તેને મેં
    નીચેના શબ્દોમાં ગોઠવવા પ્રયત્ન કર્યો છે

    પપ્પા હિંચકા ખાય છે.
    સાવ એકલા,સાવ એકાંતે,
    પપ્પા હિંચકા ખાય છે
    સામે હસતો ફોટો મમ્મીનો
    ને બે ઠેલા વધારે મારે છે

    ચાની ચૂસકી લેતા લેતા
    દઝાડતા સ્મરણો સંગાથે
    જીભ દઝાડી બેસે છે.

    એકલતાને પચાવતા
    શું શું પચાવી જાય છે!
    khata ખારા મીઠા માઠા
    સ્મરણોને હિંચોળતા જાય છે

    માત્ર વ્યાસન એક,કામ.
    થતું નથી પણ કરવું છે,
    જાત ડૂબાડી કામમાં અમને તારતા જાય છે

    રસોયો ,રામો,પાડોશીના
    ખાડા – અખાડા સામે સાથે
    સમાંધાને જીવતા જાય છે.

    એની સાંજ,મારી સવાર
    વાતોનો પડે દુષ્કાળ
    એન .આર.આઈ.દીકરીની
    વ્યસ્ત જિંદગીને પોતાના
    ત્રાજવે  તોળતા જાય છે

    રોજ કરું હું ફોન પણ
    આ અલી કોચમેન ને
    કેમ સમજાવું,હું મરિયમ નથી!

    જોબ નવી ને દેશ પરાયો
    પણ….
    આવું છું…પપ્પા
    જૂનમાં આવું છું…
    આવું જ છું..
    રાહ જુઓ….હું આવું છું.

    • આપનુ કાવ્વ્ય પન ખુબ સરસ છે તમે અને તમારા પુત્રવધુ કાવ્ય વિષે ચર્ચા કરતા’તા એ ખુબ ગમ્યુ એન .આર.આઈ.દીકરી હોય કે સાસરે ગયેલિ દીકરી બાપ તો એનિ રાહ જોયાજ કર્તો હોય છે

  5. મા નુ કાર્ય કુંભાર જેવુ છે. બાળકને સાચવીને જન્‍મ આપવો લાગણી થી તેનો ઉછેર કરવો..
    પરંતુ પિતા નુ કાર્ય બાહય દ્રષ્‍ટિએ સલાટ (મૂરતી ઘડનાર )જેવુ છે.તેના જ સંતાનને ઘડવા માટે તેને સલાટ (મૂરતી ઘડનાર )ની ભૂમિકા ભજવવી પડતી હોય છે. ખૂબજ કુશળતા પૂરવક છીણી અને હથોડી થી તેને (બાળકને) તરાશવાનુ હોય છે. છીણી અને હથોડીના ઘા બાળકને માટે અને જોનાર ને માટે પણ જે તે સમયે ખૂબજ અસહય અને લાગણીહીન લાગે અને મહદઅંશે પિતા દ્રારા કરવામાં આવતી ક્રિયા ક્રુર લાગતી હોય છે. પરંતુ જયારે આ જગતના મંદિરમાં આ મૂરત આવે છે. ત્‍યારે જ બઘા તેને નમે છે.ભજે છે. અને ત્‍યારે બહુજ ઓછા લોકો આ મૂરતના ઘડનારા ને યાદ કરે છે.
    અને હા… એટલેજ કહેવાય છે કે, બાપ ને તાપ જેટલા આકરા તેટલી પ્રેમની વરસા હેલી વધુ…
    અને બાપની છત્રછાંયા જેને ગુમાવેલ છે.તેને આ કાવ્‍ય ખૂબજ સ્‍પરશી જશે જ…. ( આજે ૩૨ વરસે થી હૂં આ ખોટ અનુભવુ છુ.)
    આભાર…
    રાજુ જાની
    રાજકોટ

  6. સુન્દર અતિ સુન્દર એક પુરુશ ન કહિ સકે તેવિ વતો.ધન્યવદ્

  7. પપ્પા વિષે ભલે કવિતા ન લખાઈ હોય, પણ એ જેમ ઘરનો મોભ છે તેમજ દિકરા દિકરીના જીવનના ઘડતરનો પણ મોભ છે. એ ખાલિપો મને ઝુરાવે છે.

  8. પપ્પા વિશેની સરસ અને ઊંડી લાગણી ભરી, આંખોમાં ચોમાસું લવી દેતી અને અનન્ય રજૂઆત..પપ્પાને બદલે બાપુ લખવાવાળા ભલે વેદિયા જ રહે..આજના યુગમાં લગભગ ૯૦% થી વધુ સંતાનો પપ્પા જ સ્મ્બોધન કરતા હોય છે..કવિતાના ભાવ કે ઊંડાઈ કે ઊંચાઈમાં કશો ફેર પડતો નથી..ખૂબ-ખૂબ ખુશ થયો છું..અંતરના ઊંડાણથી અભિનંદન

  9. પપ્પા (બાપુજી) વિશે નિ સુન્દર કુદ્રત સાથે નિ સર્ખામણૈ (comparison) સરસ અને ખરી કરી છે . આભાર – રાજ -ન્યુ જર્સિ

  10. પપ્પા વિષેના આ ગીતમા એક પિતાની લાગણીઓ બહુ સુપેરે વર્ણવી છે.અભિનન્દન.

  11. પિતા પોતાનું કર્તવ્ય જ બજાવવામાં મશ્ગુલ હોય છે. તમે તેમના કાર્યની નોંધ લો કે ના લો. પિતા એ પિતા જ છે.

  12. પિતાને સરસ ભાવવાહી તર્પણ્ અને પિતાનો સ્વિકાર, સરસ રચના…………….

  13. ખુબ સરસ રચના પપ્પાની યાદ આવે પણ પપ્પા હવે કદી ના આવે..આભાર આપનો ફરિ-યાદ કરવા દેવાનો..!!

  14. કવિએ પ્પ્પા ને બદ્લે બાપ અથ્વા પિતા લખ્વુ જોતુ હ્તુ.

  15. Yes, not much has been written about Father. I share :
    પિતા એ છે
    જેને તમે પડી જાઓ , ત્યારે આધાર આપવો હોય છે
    પણ તેમ કરવાને બદલે તે તમને જાતે જ ઉભા થવા ને ચાલવા દે છે
    પિતા એ છે
    જે તમારી ભૂલો સુધારવા ઈચ્છે છે, પણ તેમ કરવાને બદલે
    તે તમને જાતે રસ્તો કાઢવા દે છે
    પછી ભલે તે રસ્તે તમને અથડાતા કુટાતા જોઈ
    તેનું હૃદય એકાંતમાં પીડા અનુભવે
    પિતા એ છે
    જે તમે રડો ત્યારે તમને હુંફ આપે છે
    ને શિસ્ત તોડો ત્યારે ઠપકો આપે છે
    પિતા એ છે
    જે તમારી સફળતાથી ગર્વ અનુભવે છે
    અને તમારી નિષ્ફળતાની પળે તમારામાં શ્રદ્ધા રાખે છે.

    ઈશ્વરે
    પહાડ પાસેથી દ્રઢતા , વૃક્ષ પાસેથી મહાનતા
    સૂર્ય પાસેથી ઉષ્મા, સમુદ્ર પાસેથી ઊંડાણ
    પ્રકુરતી પાસેથી ઉદારતા, રાત્રી પાસેથી હુંફ
    સંતો પાસેથી ડહાપણ, ગરુડ પાસેથી શક્તિ
    ઝરણા પાસેથી આનંદ અને બીજ પાસેથી ધૈર્ય લઇ
    પરિવારનું સંગોપન કરવા, એક જીવંત કૃતિ સરજી
    અને તેને નામ આપ્યું – ” પિતા “

  16. સરસ!

    गर्भ धारण माता करे
    गर्भ पोषण माता करे
    गर्भ रक्षण पिता करे

    बाळकने धवळावे माता
    बाळकने खवडावे माता
    बाळकने नवडावे माता
    बाळकने खेलाडे पिता
    साईकल मोटर लावे पिता

    मा लक्ष्मी पिता नारायण
    मा लक्ष्मी पिता नारायण

    “स्कंद” कहे हु तेनो बाळक

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *