ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી

સ્વર – બંસારી યોગેન્દ્ર
સંગીત – હરિશ બક્ષી

.

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

20 replies on “ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી”

 1. Vijay Bhatt ( Los Angeles) says:

  સુન્દર સ્વર રચના…

 2. chintan says:

  એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
  પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

  ખૂબ સુંદર શેર, ચિનુ મોદી નું નામ વાંચી યાદ આવ્યું કે એમણે એક ગઝલ વિષયક પુસ્તક ની પ્રસ્તાવના માં ગીતનુમા ગઝલો ની પણ વાત કરી છે,
  જ ખરેખર મણવા લાયક છે, એવો જ એક શે’ર અહીં ટાંકું છું.

  “હા, ક્યારેક ગીત ને દોહરાની પંક્તિઓ પણ ગઝલ જેવી ક્ષમતા દાખવે છે, દા.ત.
  જળની આંખે જોઈ લો, સૂરજ નો વહેવાર,
  કેસર હાથે ઊજવે, હોળીનો તહેવાર.
  ……….. દોહરો

  ઓણ સાલ ચોમાસું આભમાં નહીં,
  ને મારી આંખોમાં બેઠું છે ફાલી…………… ગીત

  પણ, આ હું દોષ લેખે નથી ટાંકતો. મેં દોહરા માં ગઝલ કહી જ છે અને નવ્યગઝલકારોએ ગીતનુમા ગઝલો લખી જ છે.”

  – ચિનુ મોદી….

  મને આ વિચાર ઘણો ગમ્યો તો થયું કે આપ સૌની જોડે પણ આ વિચાર વહેંચુ.
  ચિંતન

 3. Kalpak says:

  અમાર બાળપણ થી અમારા મા ઘૂટાયેલી આ સુન્દર રચના …હરેશભાઈ ની સુન્દર સ્વર રચના..એને પ્રાપ્ત થયો બન્સરિબેન નો મધુર અવાજ !

  વાહ ચિનુભાઈ!

  રાજકોટ હરેશભાઈ ભદ્રાયુ….ની યાદ તાજી થયી..
  કલ્પક
  ટોરોન્ટો

  • Meera says:

   Dear Kalpakbhai,
   Happy to read your reaply. Yes, Rajkot and all the memories are fresh on our minds too!
   “Abhijaat” Sanshtha should have progressed more!
   Thanks again,
   Meera Bakshi

 4. shaunak pandya says:

  વાહ્………….

 5. dipti says:

  ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
  આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

  રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
  ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…..

  ખૂબ સુન્દર શેર…

 6. Mehmood says:

  બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
  આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

  એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
  પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે….
  એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
  દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.
  શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
  રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.
  ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
  ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે…

  • Rekha shukla(Chicago) says:

   શ્રી મેહમુદભાઈને મારા તો ખુબ ખુબ અભિનનંદન.. એમણે તો થોડી લીટીઓ જ નથી ઉમેરી… પણ દિલની વેદના , ભાવનાને ખુબ જ સરળતાથી આપણી સામે મૂકી છે .. મને તો રડાવી દીધી.. વાલમની વેદના,ને વ્યાકુળતા ની પરાકાષ્ટા..પાર કરી ગઈ… શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા, રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

 7. Rudraprasad Bhatt says:

  શ્રી ચિનુ મોદિના શબ્દો અને બંસરીબેન નો મધુરો અવાજ બન્નેનો સુભગ સમન્વય અને હરિશજીનુ સંગીત.આખો દિવસ યાદ આવ્યા કર્યુ.

 8. રેખા ભક્ત says:

  ચીનુભાઈની રચના અને બંસરીબેનના અવાજનું માધુર્ય ..આવી સુંદર રચના મુકવા બદલ ધન્યવાદ.મહેબુબ ભાઈ ને પણ મારા તો ખુબ ખુબ અભિનનંદન.. એમણે તો થોડી લીટીઓ જ નથી ઉમેરી . પણ દિલની વેદના , ભાવનાને ખુબ જ સરળતાથી આપણી સામે મૂકી છે .. મને તો રડાવી દીધી.. વાલમની વેદના એના અવાજમાં સાંભળવા મળતે તો ..!
  એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
  દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.
  શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
  રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.
  ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
  ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે…

 9. વાહ વાહ… સુંદર ગઝલ..

  ગાયકી પણ લાજવાબ… હળુહળુ સંગીત અને મદમસ્ત કંઠ… બે દિવસથી મજા મજા થઈ ગઈ છે…

 10. neeta says:

  સુન્દર ખુબ-સુન્દર….

 11. Just 4 You says:

  એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
  પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

  રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
  ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

  simply awesome….

 12. manvant says:

  વાહ બહેના !વાહ તમને અને ગાયિકા બહેનને !
  “આવ્યાઁ હવાની જેમ અને ઓસરી ગયાઁ”ગેીત
  પણ યાદ આવ્યુઁ.કઁઠ અને ગેીતને દાદ આપુઁ છુઁ.
  – મણિભાઇ પટેલની અઢળક યાદો,ને સ્મરણો !

 13. Sureel Bhatt says:

  Dear Kalpakbhai (Toronto),
  Thanks for the appreciation.Happy to note that you are in Toronto.You seem to have some family acquaintance with my mom Bansariben. By the way she is at the moment with me in Toronto. She will be here till October end. Please call me up on 416 728 0030 or mail me on yhbhatt@yahoo.com.Let‘s have the pleasure of meeting.
  Sureel

 14. Himanshu Trivedi says:

  આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે…
  Waah – Khoobaj Adbhoot Kalpana … Sundar Kavita (Ghazal) … Chinubhai – Waah; Sundar Composition … Harishbhai – Kya Baat Hai – Sundar Swar – Waah Bansariben Waah – I am one of your eternal fan – of all three of you and that of Shri Yogenbhai Bhatt too.

  Regards – Waah to Tahuko/Jayshreeben/Amitbhai and all those involved.

  Keep up the good work – our souls – when they smile due to your efforts – give lot of best wishes from within.

  Himanshu

 15. Shailesh Mahadkar says:

  અતિ સુંદર રચના.

 16. Rekha shukla(Chicago) says:

  અતિ સુંદર રચના….જાગતો સમય બધાની ખબર લીધા કરે…!!

 17. amisha mankad says:

  excellent

 18. desai sanjay says:

  બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
  આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

  સુંદર સાહેબ સુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *