ભગવાનનો ભાગ – રમેશ પારેખ

પ્રસ્તાવના : શોભિત દેસાઇ

કાવ્ય પઠન : રમેશ પારેખ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

– રમેશ પારેખ

(શબ્દો અને ઓડિયો ફાઇલ માટે આભાર – http://www.rameshparekh.in/geet.html)

34 replies on “ભગવાનનો ભાગ – રમેશ પારેખ”

 1. K says:

  વાહ ..સુંદર રજૂઆત…અને રપા ની તો વાત સહુથી નિરાળી…..

 2. Maheshchandra Naik says:

  શ્રી રમેશ પારેખના સ્વરે “ભગવાનના ભાગ”ની વાત સાંભળવાથી ભગવાનને પણ યાદ થઈ ગયા, રમેશ પારેખને આદરપુર્વક શ્રદ્ધાન્જલી……….આપનો આભાર…………..

 3. Dr.A.L. Savani says:

  સરસ મજાનિ કવિતા થિ મજા આવિ ગયિ આભાર

 4. Dr. C.P.Mehta says:

  VERY IMPRESSIVE.

 5. Dr Jayendra M Kotak says:

  It reminded me of my childhood in INDIA

  Jayendra

 6. sima shah says:

  વાહ……ખૂબ સુંદર અને ઉત્તમ રજુઆત…
  આભાર

 7. Nayana says:

  વેરી ગુદ પાએમ્

 8. bharat kacha says:

  ખરેખર બચપન યાદ અપાવિ દિધુ જયશ્રેીબેન આપનો ખુબ ખુબ આભાર કે આ મઝાનિ રચના રજુ કરવા બદલ thank u “apaar”

 9. જયેન્દ્ર ઠાકર says:

  અદભુત કવિ “અપાર”ની વાતો અગમ છે, અમર છે, અને અપાર છે.

 10. thakorbhai kabilpore navsari says:

  કોને ન ગમે ?
  જેઓ ઢગલી પાડી રમ્યા હોય,ભગવાનનો ભાગ પાડ્યો હોય,થોડુઘણુ ભેગુ કરી, હાલ પચાસની પાનખરે પહોચ્યા હોય,તેને ભગવાનનો ભાગ પાડવાનુ અહોભાગ્ય દેનાર રપાને અમારા અદકેરા અપાર પ્રણામ….

 11. dharmesh mehta says:

  i have celebrate 25 yr. with R.PA. HE WAS NEAREST TO THE GOD !!!!!

 12. dharmesh mehta says:

  I HAVE “CELEBRATE” 25 YEARS WITH RAMESH PAREKH, HE WAS NEAREST TO THE “BHAGAVAN” HAVE YOU READ ” MEERA POEMS”??!!!!

 13. વાહ……ઉત્તમ રજુઆત…અને ખૂબ સુંદર

 14. deepak avarani says:

  કવિ ના શબ્દોમાં રડાવવાની તાકાત પણ ભગવાનનો એક “ભાગ” છે.
  આંબલા અને લોકભારતી સણોસરામાં વીતાવેલું બાળપણ તાદૃષ્ય કરાવી ગયાં.

 15. Dr.Narayan patel says:

  Beautiful poem by Sri ramesh parekh.

 16. Ravindra Sankalia. says:

  કવિતા ઘણી ગમી.શોભિત દેસાઈનો આસ્વાદ બહુ સરસ.રમેશ પારેખનુ પઠન પણ.આવી કવિતાઓ આપતા રહો.

 17. Kirit Thakkar says:

  ખુબજ સરસ્ વાચિ ને આનદ થયો

 18. igvyas says:

  કાવ્ય વાંચી સ્વ.રમેશને બબ્બે હાથે સલામ ફટકારી.માશા અલ્લા ! !
  આજે રમેશ ભગવાન ના ખોળે બેસી તેની કવિતાઓ સંભળાવતો હશે,ભગવાનના ભાગની.શોભીતે શૂં સાંબેલાધારે રમેશને બિરદાવ્યો છે! !કવિને નવું નામ આપી દીધું “અપાર” ખુબ ઉત્તમ પસંદગી.અદભુત પારેખ રમેશ,”અપારને” અપરંપાર સલામું…
  જયશ્રીનાં પણ ઓવારણા લેવા પડે.
  છૉડી, આવી આવી કવિતાઓ લાવીને ટહુકાને શણગારતી રહીશ તો ક્યાંક ટહુકાને કોઈ ની નજરું ન લાગે ! ! લાવ નજર ઉતારી લઊં…

 19. રમેશસરવૈયા says:

  રમેશ પારેખ વિશે ખુબજ સુન્દર માહિતિ આપવા
  બદલ ખુબ ખુબ આભાર.
  રમેશસરવૈયા

 20. n.s.antlala says:

  બહુ જ સરસ સ્વ.રમેશ પારેખ ને વન્દન

 21. vinod sarvaiya says:

  રમેશ ભાઈ તમે હજી અહીજ છો અને કાયમ રહેશો.

 22. falguni says:

  રમેશ પારેખ એક અદભુત વ્યક્તિ કવિ અને હસ્તિ. એમની કવિતાઓ હૈયા સોન્સરી ઉતરી જાય એવી હોય છે

 23. chanda says:

  ખુબ સરસ

 24. amish says:

  અતિ ઉન્દર કવ્યરચ્ના

 25. ASHVIN SANGHAVI says:

  The recitation and wordings convey the meaning powerfully.

 26. asha says:

  ઓહા બચપનનિ યાદ અપાવિ

 27. dr.dilip patel says:

  nice and sweat poem

 28. rajendra khandhedia says:

  કોઇ પણ ફિલોસોફરને આટિ દે અને જિવન નુ ધ્યેય યાદ અપાવી દે તેવી સુન્દર

  કવિતા

 29. excelent and very beautifully written and i shall ask your permission to share it on my Blog.

  http://samhindu.wordpress.com

  Sam Hindu

 30. jashwant jani says:

  રમેશ પારેખ નિ કવિતા બહુ સરસ ,વાચવા અને મનન કરવા લાયક ચ્હે.

  જશવન્ત જાનિ

 31. amirali khimani says:

  ઓહ બહુજ સરસ ભગવાન નો ભાગ એતો એક નિર્દોસ માન્ય્તા હતિ અન્ને બ્ધાન્ના જિવન્મા આવુ નાનપન મા બન્યુ હશે કેત્લિ સચોત વાત અન્ને નિર્દોસ્તા સમયેલિ ચ્હે આવા કવ્ય નાન્પ્નનિ યાદ તાજિ કરાવિ દેચે ધ્ન્યવાદ્

 32. tusharpatel says:

  આન્ખ મા થિ પાનિ આવિ ગયુ…. શુ ભાગ આપિસ હુ ભગ્વાન ને ?

 33. Bansilal Parekh says:

  અરે! રમેશ પારેખ ! સધારણ માનવિ તો આ વિચારિ જ ના શકે જે તમે આજે મને ભાન કરાવિ દિધ્, તમે તો એ ટલા બધા ઉદાર કે બાકિ ના ૫૦ વરસ ભગવાન ને આપિ દિધા!! વાહ ધન્ય તમને અને ભગવાન ને!! ભગ્વાન તો જિવન આપે ચ્હે, અને કાળ નો કોળિયો બનિ ને આવે,ને આપણ્ ને ગળિ જાય્! આખરિ શબ્દો તમારા ઓગળતો ! ઓગળતો !! અને મારા શબ્દો !!! ઓગળિ જાય !!! અને આપણૅ ભગવાન મા સમાઇ જૈએ!!!!! શુ વર્ણન કરયુ ચ્હે!! માનિ ગયો પામિ ગયો, આખરિ સમય નુ ગ્યાન્ ધન્ય્વાદ !! સો સો નહિ હજ્જારો હજ્જારો સલામ તમને અને તમારિ આ વાસ્તવિક રચ્ના ને!!!!! આપનો રુણિ !!! બન્સિ પારેખ્ ૦૭-૧૫-૨૦૧૩. સોમવાર ૪-૧૦ બપોર પચ્હિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *