નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું – અંકિત ત્રિવેદી

સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર

સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું

જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું

હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

19 replies on “નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું – અંકિત ત્રિવેદી”

  1. સુન્દર રચના . ગુજરાતી ભાષા પર પ્રેમ વધતો જાય છે. આભાર તમારો જયશ્રી બહેન.

  2. How can I enable Gujarati font on your Tahuko site to be able to read what is typed in Gujarati. I am not using a computer, so I can’t press F12 to change the language. I am using a tablet.

  3. વાહ , ખુબજ સુન્દર રચના ,જો આ એમના સ્વ મુખેથિ સામ્ભળવા મળત તો વધારે મજા આવત્.

  4. જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
    શાને કરે છે આંખમાંથી આવજાવ તું

    સુંદર રચના ..

  5. ઘણૂ ગમ્યુ મને આ ચિત્ર અને તમરા બધાનિ ટિપ્પણિઓ.
    bravo people bravo.
    very good poam and comments from all of you

  6. awesome jayashree bahen.. seem like poet himself might be suffering from feelings that i am suffering.. just awesome stuff.. thanks a lot.. hriday na chupayela spandano ne jankrut kari didha.. thanks a lot..

  7. પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
    હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

    -ખૂબ સુંદર શેર… ચિત્ર પણ એવું જ નયનરમ્ય છે…

    અંકિત ત્રિવેદી ‘ગઝલવિશ્વ’ના એક સંપાદક છે અને બીજા સંપાદક છે, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’… આ ગઝલ વાંચતાવેંત આ જ છંદ, આ જ રદીફ અને આ જ કાફિયાભાર વાપરીને લખેલી ‘મિસ્કીન’ની યાદગાર ગઝલ તરત યાદ આવી જાય:

    તારું કશું ન હોય તો છોડીને આવ તું,

    તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

  8. જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
    શાને કરે છે આંખમાંથી આવજાવ તું

    હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
    નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું

    પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
    હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું

    આ શેર ખાસ ગમ્યા ..

    સુંદર રચના ..

  9. words and picture both are beautiful…….
    jo sakya hoye to saame aav tu……..
    shaane kare chhey aankhmathi aavjaav tu…..
    very expressive words..

  10. અડાલજની વાવનાઁ શિલ્પો યાદ આવ્યાઁ!
    બહેના! તમે ચિત્ર ઘણુઁ સારુઁ મૂક્યુઁ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *