હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

સ્વર – સ્વરાંકન : શૌનક પંડ્યા

This text will be replaced

પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?

14 replies on “હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ”

 1. Trupti says:

  નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
  કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

  મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
  અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

  Simply superb!!!!

 2. ખૂબ જ મજાની ગઝલ.. શૌનકભાઈની ગાયકી અને સ્વરાંકન પણ ઉત્તમ…

 3. Ullas Oza says:

  કિસ્મત અને હસ્તરેખાને દોષ દેવાથી શું વળે ?
  ન મળ્યાનો વિલાપ કર્યા વગર, મળ્યાનો આનંદ માણી જીવન જીવવાની કળા શીખવતી સુંદર ગઝલ.

 4. એક તરફ જીદગી જેવી છે તેવી સ્વીકારીને સાથે સાથે એ પણ સમજી લીધુ છે કે “સમાયુ છે જીવન અહી ઠોકરોમાં”.
  વળી છેલ્લી પંકતીઓમાં વિવેક અને
  વ્વહારની ચીન્તા છોડી “ઉઘાડા દ્વાર” રાખવાની વાત કરી અજાણ્યા અતીથીને પણ આવકારવાની પૂરતી તૈયારી બતાવી છે. સરસ ગઝલ.

 5. sunil revar says:

  સુન્દર સ્વરાન્કન અને મજાની ગાયકી !

 6. pragnaju says:

  અમે જે રજુ નથી કરી શક્યા તે અમારી દિકરી યામિનીની ગઝલ (ઓડીઓમાં) મૉનાબેને, તેની ૫૦મી વર્ષગાંઠે રજુ કરી હતી અને આજે જયશ્રીબેને રજુ કરી તેમને ધન્યવાદ.આ ગઝલના જેવું જ જીવન છે તેનું અને સહજરીતે આ ગઝલનો જન્મ થતા પણ અમે માણ્યો છે.
  ફરી ધન્યવાદ

 7. Just 4 You says:

  પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
  સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

  Whole Gahzal is too nice…

 8. AMIT SHAH says:

  LA JAWAB GHAZAL CHHE

  SARAS SWARANKAN PAN CHHE

  મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
  અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

  SHABDO JAANE RAJENDRA SHUKL NA MUKHE THI SAAMBHALTA HOIYE TEVU LAAGE CHHE

 9. ananta says:

  સુન્દેર ગઝલ્.બહુ સહજ રિતે ગહન વિચરો વહિ ને આવ્યાઆભિનન્દન્.

 10. ananta says:

  ગઝલ નઅ લય મા યમિનિ નો અભિનય દેખાય ચ્હે નજર સમે વલિ શુ. ને બદ્લે અવુ બધુ શુ?
  બોલતિ યમિનિ–ખુબ સરસ્,

 11. Ankit Desai says:

  બહુજ મજા આવિ આ સામભ્લિ ને. ઘનુજ્ સુન્દર સ્વરાન્કન ચ્હે. કિપ ઇત ઉપ શૌનક ભૈ.

 12. Mukesh Jani says:

  ખુબ જ ગહન ગઝલ એને સાથ મળ્યો અદભુત સ્વરાકન અને સ્વર્… અભિનદન …બને ને …સૌનકભાઈ ને…

 13. amit shah says:

  listening this ghazal everyday

 14. સરસ ગઝલ…શબ્દો સરસ…ભાવ સરસ…ગમી
  વળી.શૌનકભાઈના સ્વરે મધુર લાગે છે !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Jayshreeben…May have forgotten me..Inviting you to Chandrapukar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *