ભગવાન મહાવીર અને જેથો ભરવાડ –સૌમ્ય જોશી

કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશીનું ખૂબ જ જાણીતું અને માનીતું આ અછાંદસ કાયમ મુશાયરામાં અને કવિ સંમેલનોમાં હજીયે ખૂબ્બ જ દાદ લઈ જાય છે… આ અછાંદસ વાંચવા માટેનું નથી, સાંભળવા માટેનું છે.  એટલે જ્યારે તમે પહેલીવાર આને સાંભળો, ત્યારે શબ્દો વાંચ્યા વિના માત્ર આંખો બંધ કરીને જ સાંભળજો… પછી અમને કહેજો કે તમને એ કેવું લાગ્યું.   :-)

mahavir-bharavaad

આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!

– સૌમ્ય જોશી

34 replies on “ભગવાન મહાવીર અને જેથો ભરવાડ –સૌમ્ય જોશી”

 1. જય પટેલ says:

  આસ્યું ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત તો
  તો શું તું ભગવાન ના થાત ?

  કવિશ્રીની પરિકલ્પનાના ચાબખા અદભુત…!!

 2. sandip shah says:

  જયશ્રી, કેમ છે ? ખુબ મઝા આ વી ગઈ અને માર્મિક પણ છે. ચિકાગો નો અનુભવ કેવો રહ્યો ? સમ્માન ના ફોટો મોકલજો અને એહવાલ પણ.

 3. deepavali says:

  so mch good.as lyk saumya’s poem. puraan katha,kathiyavadi charactor, ane daxin gujarati boli….no triveni sangam.

 4. Ullas Oza says:

  તળપદી ભાષામાં ગીત છવાઈ ગયુ. સુંદર.

 5. Amee Trivedi says:

  Fantastic one.

 6. Amazing! I’m sure you’ll get interesting comments 🙂

 7. જયશ્રીબહેનઃ શિકાગો આર્ટ સર્કલના મિત્રો ઓગસ્ટ ૮,૨૦૧૦ની સાંજે તમારું સન્માન કરવાના છે એ વાંચીને ખૂબ જ આનંદ થયેલો. ફોટા તથા અહેવાલ જરૂર પોસ્ટ કરશો. વાંચવા આતુર છું. વર્તમાનપત્રો વગેરેમાં પણ એ અહેવાલ આવશે. એ પણ પોસ્ટ કરવા વિનંતી કરું છું.

  –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

 8. ASHOK PABARI says:

  GREAT SONG….
  FANTASTIC….

 9. Rajesh Shah says:

  ખિલ્લા પર ખિલ્લો થોક્યો. થયેલા ઉપસર્ગ ઓચ્હા હતા કે આ વધુ એક ઉપસર્ગ કર્યો ? કોનિ પાસે ક્ષમા માગશો ?

 10. R.M. says:

  Not in good taste.
  Every religion has mythollogy that has deeper meaning,here it’s about karma that you have to bear it to overcome.

 11. mehul surti says:

  ખુબ સુંદર ! માર્મિક સરળ રજુઆત !

 12. simran says:

  Sweet:)

 13. ruchira says:

  savar sudari didhi.thanks.

 14. ruchira says:

  ખુબ સરસ. હજાર દેરા હોય અને એક પાથ ન હોય તો ભગવાનને ન ચાલે. sorry તો કહ્યુ.

 15. વિહંગ વ્યાસ says:

  ખૂબજ સુંદર કાવ્ય.

 16. Vasant Shah says:

  કાવ્ય ખુબજ ગમ્યુ, આ હજા દેરા તારા આરસના, એક પાઠ નહી હૉય તો નહિ ચાલે,Congrates

 17. vinod kansara says:

  તળપદિભાષા મા ભગવાન સાથે નો આ મીઠો ઝગઙો છે.
  અને આમા ભરવાઙ તેના પિતૃઓ ની ભુલ માટે પણ ક્ષમા માગે છે.
  આમ એક નજીક્નો હોય તેજ કહી શકે…..
  પ્રભુ નજીક જવાય તોજ આવી રીતે વાત થાય …
  જયશ્રી બેન ખરેખર સાંભળવા ની …મજા આવી ગયી..
  ……..આભાર

 18. ભગવાન મહાવીર જેથો ભરવાડ અને સૌમ્ય જોશી બન્ને માટે કહેતા હશે કેઃ They know not what they are doing!

 19. vinod kansara says:

  21Girish Parikh

  August 10th, 2010 at 8:46 pm

  ભગવાન મહાવીર જેથો ભરવાડ અને સૌમ્ય જોશી બન્ને માટે કહેતા હશે કેઃ They know not what they are doing!
  “LET GOD BLESS THEM IF ITS TRUE”

 20. જુનિ ઉત્તર ગુજરતિ ભાશા બહુ જ ગમિ

 21. viren patel says:

  આ કાવ્યને કાવ્યની દ્રષ્ટિએ માણવુ જોઇએ. તળપદી ભાષાની મધુરતા અને ભરવાડના દિલની સચ્ચાઈ પર ધ્યાન આપીએ.આમા ધર્મ પર કોઈ ટિપ્પ્ણ નથી.

 22. મારું પ્રિય કાવ્ય…

  સૌમ્યના અવાજમાં તો અદભુત ભાસે છે…

 23. Atul Doshi says:

  Vinod Kansara is right. Someone with a very clean heart can only talk to God in this language. There is no insult to Lord Mahavira or Jain religion. I am Jain and believe in Mahavir. Goval is talking to Lord Mahavir as if he is having full right to say something to God which you believe-Atul Doshi

 24. આ કાવ્યમાં શબ્દ એનાં મૂળ ઉદભવ બિઁદુ – નાદ પાસે જવા મથે છે. અને એ રીતે આ આંખનું નહિ પણ કાનનું કાવ્ય છે. કવિએ મીથનો વેધક ઉપયોગ કરી જનસામાન્ય સમજણને ઉપરતળે કરતા કરતા સમથળ કરવાનો યત્ન કર્યો છે. આ કાવ્યનો સબળ આંતરપિંડ અને નિહિત મર્મ ‘માસ’ માટેનો નહિ પણ ‘ક્લાસ’ માટેનો છે- જેની સાહેદી પૂરે છે વાચ્યાર્થ-પ્રતિભાવ!!!

 25. kiran mehta says:

  ઘણા સમયથી આ કાવ્ય સામ્ભળવા ઈચ્છતી હતી, આભાર આજે ઈચ્છા પૂરી થઈ. હુ જૈન છુ, મને આ કાવ્ય ખુબ જ ગમ્યુ. આમા કોઈની લાગણી દુભાવી ન જોઇએ. ગોવાળિયો તો ભગવાનને ભગવાન જ સમજે છે, આ તો એની ભાષા જ એવી તોછડી છે. ભગવાન તો ક્ષમાનિધાન છે, ગોવાળિયો જાણે છે કે ભગવાન એનુ કષ્ટ દૂર કરશે જ, એટલે અરજ કરવા આવ્યો છે. સાથે સાથે સ્યોરી પણ કહે છે. he is humble too………… મીચ્છામિ દુક્કડમ્

 26. mitul says:

  બહોત ખુબ સૌમ્યભાઈ બહોત ખુબ

 27. કવિશ્રીની કાવ્ય વાચનની રીત અફલાતુન રહી.ભગવાન મહાવીર આ નિર્દોષ ભરવાડની વાતોથી હસી પડ્યા હશે.
  ખુબ સરસ.

 28. vinod kansara says:

  પ્રિય જૈન ટહુકો.કોમ વાચક મિત્રો,
  જો તમારી કોઈ લાગણી દુભાઈ હોય તો મહાવીર સ્વામિ ની જેમ ક્ષમા આપવી જોઈ એ…..નીચે ની સાઈટ પર ની છેલ્લી બે ટુકં નીનોધ લેવી જોઈએ..ક્ષમા વીરસ્ય ભુષણ…..અને તમારા તરફ થી આના ઉપર ની વધુ ચર્ચા બંધ કરવી જોઈએ અને ગુજરાતી સાહિત્ય ને સાહિત્ય ની રીતે આપણે બધા માણીએ અને કવિ શ્રી તથા ટહુકો ના નિર્માણ કાર ના પ્રયાસ ને સાહીત્ય જ્ઞાન ની દ્રસ્ટી થી વધાવીએ.
  http://www.digambarjainonline.com/know/jstori.htm
  MAHAVIR AND THE COW HERDER
  “Mahavir didn’t have any bad feelings towards the cow herder, because he held no anger towards anyone.
  We should not make hasty decisions, because we can be wrong. We should also not hurt anyone, and should observe forgiveness instead of anger. This way we can stop new karmas from coming to our soul.” મને આશા છે કે અહી ચર્ચા પુરી થાય છે.

 29. ડી.કે.રાઠોડ says:

  વહેલાં માં વહેલી તકે આ કાવ્ય ને tahuko.com પર થી હ઼ટાવવાની માંગ બિલકુલ વ્‍યાજબી નથી.તથા આવા કાવ્‍યો હંમેશાં available in archives for future. આમાં કોઇની લાગણી દુભાવવાની વાત નથી.પરંતુ સોડીની લાગણી સમજવાની છે અને સોડીને ભણાવવાની વાત છે એટલું સમજવાની જરૂર છે. બાકી કવિતા અદભુત છે. આવી કવિતાઓ tahuko.com ઉપર મુકવી જોઇએ
  આવી સુંદર કવિતા બદલ સૌમ્‍ય જોષીને અભિનંદન.

 30. Geeta Vakil says:

  સૌ પ્રથમ સૌમ્ય જોષીને આવું સુંદર કાવ્ય રચવા માટે ખૂબ ખૂબ અભીનંદન!!જેટલી વાર સાંભળીએ તેમ છતાં વારંવાર સાંભળવું ગમે એટલું સુંદર કાવ્ય! આવી અદભૂત રચના ટહૂકૉ પરથી કાઢી નાંખવાની વાત જ ખૉટી!!

 31. SONAL says:

  i want lyrics of O Ishwar Bhajie Tane..motu 6 tuj nam

 32. neebha says:

  very innocent and thought provoking lyrics and excellent recitation…There is no derogatory word or meaning for any religion,or God,it is just that how naive is the bharwaad community…it is their innocence,honest with thgts anf feelings and saraltaa(aarjava)that made bharwaads very very dear to Lord Krishna also…remember Gopis and Govaals…they were loved the most by the LORD in Krishnaavtaar…if u hear the poem with no bias,u will definately enjoy it better…poem also depicts on another hand, intense tapa of Lord Mahavir,and his complete detachment to pain,insults,praises etc……so why dont we all learn from his attitude ….congrats again

 33. Jayanti Patel says:

  સોમ્ય સદા વિચારપ્રેરક અને સમ્વેદનાને જગાડે ઍવુ લખે છે.

 34. sima shah says:

  ખૂબ જ સુંદર, લખ્યા પ્રમાણે પહેલા એમનેમ(વાંચ્યા વગર) સાંભળ્યું.
  અને બહુ ગમ્યુ.
  આભાર,
  સીમા

Comments are closed.