અનોખી બારી – એસ. એસ. રાહી

ચૂપ રહેવાની રીત સારી છે
લોક છોને કહે નઠારી છે

ફૂલ તારું છે, રંગ તારા છે
મેં ફ-ક-ત ખુશ્બૂનેમઠારી છે

કાલ ઉપવન હતું સરસ અહીંયા
આજ અવશેષમાં આ ઝારી છે

કૈંક દાવા કરે છો મિલ્કતના
જિંદગી તો સદા તમારી છે

ત્યાંય બ્રહ્માંડ ‘રાહી’ દેખાશે
આ ગઝલ તો અનોખી બારી છે.

– એસ. એસ. રાહી

6 replies on “અનોખી બારી – એસ. એસ. રાહી”

 1. સરસ ગઝલ. (ચૂપ રહેવાની રીત સારી છે પણ આટલી સરસ ગઝલ વાંચી નથી રહી શકાતું)

  આ સાથે ચૂપ રહેવા/બોલવાની બાબતે કવિ કમલ વોરાનું કાવ્ય ‘બજારમાં’ યાદ આવે છે.

 2. પંચમદાની વાત સાચી છે… મજાની ગઝલ….

 3. ત્યાંય બ્રહ્માંડ ‘રાહી’ દેખાશે
  આ ગઝલ તો અનોખી બારી છે

  સરસ

 4. rudraprasad bhatt says:

  આવું જ એક કાવ્ય યાદ આવે છે. ” બોલીએ ના કહીં આપણું ર્હદય ખોલીએ ના કહીં વેણને રહેવું ચુપ,નેણ ભરીને જોઇલે વીરા વ્હેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ.
  કવિશ્રી ની ચુપ રહેવાની વાત યાદ રાખીએ તો ઘણા ઝગડાઓનો ઉકેલ આવે

 5. Kanubhai Suchak says:

  સરસ ગઝલ. દરેક શેરનું ભાવ વિશ્વ અલગ અને મજાનું.

 6. thakorbhai says:

  ચુપ રહેવાની રીત નઠારી છે નઠારી
  શબ્દો તારા છે ગઝ્લ તારી છે
  અમે તો ફકત આખોથી વચાણી છે
  જેણે એણે શબ્દોથી મઠારી છે તેને માટે
  ચુપ રહેવાની રીત નઠારી છે નઠારી
  આપ દાવા કરો છો ચુપ રહેવાના પરન્તુ
  બોલવાની વારી તો અમારી છે અમારી
  કે બોલો ગઝલ તમારી સારી છે સારી
  કઠોર બનીને પણ ઠાકોરભાઈ બોલે છે ચુપ રહેવાની રીત નઠારી છે નઠારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *