થોડુંક હરખી જોઈએ – યામિની વ્યાસ

સ્વર –સ્વરાંકન : શૌનક પંડ્યા

જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ

શક્ય છે કે બાળપણ મુગ્ધતા પાછી મળે
થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ

આ ઉદાસીને નહીંતર ક્યાંક ઓછું આવશે
આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ

– યામિની વ્યાસ

10 replies on “થોડુંક હરખી જોઈએ – યામિની વ્યાસ”

 1. ખુલ્લી આંખે પડખું ગઈકાલમાં ને ભડકે બળે ભાવિ,જીવી લે ને જીવન તું આજમાં…તો પણ ચાલો શ્રીમતી યામિનીબેન સાથે આપણે મલકી જોઈએ..!!

 2. Chandrakant Nirmal says:

  ‘આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ’ ખુબ જ સરસ યામિનીબેન, ગમ્યુ.

 3. Chandrakant Nirmal says:

  ‘આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ’ સરસ યામિનીબેન, ગમ્યુ.

 4. સુંદર રચના… સ્વરાંકન અને ગાયકી પણ ગમી જાય એવા…

 5. sudhir patel says:

  સુંદર ગઝલ અને ગાયકી!
  જોકે બીજા શે’રના ઉલા મિસરામાં છાપ-ભૂલ જણાય છે અને ગાયકે પણ ‘બાળપણ મુગ્ધતા’ ગાયું છે, જે ‘બાળપણની મુગ્ધતા’ હોવું જોઈએ.

  છંદ પ્રમાણે પણ બીજો શે’ર આ મુજબ હોવો જોઈએ, જે મૂળ ગઝલ જોવાથી ખ્યાલ આવશે.

  શક્ય છે કે બાળપણની મુગ્ધતા પાછી મળે
  થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ!

  સુધીર પટેલ.

 6. Mahendra says:

  Gayaki Jagjitsinh ne malati aave chhe.Gazal, Gayaki banne bahu sundar.

 7. arvind patel says:

  very nice. Sweet voice.
  thank you.

 8. amit shah says:

  pale pal no badlav – i listen atleast once every day

  yamini & shaunak – your duo gr8 !

 9. priyank says:

  what a fantastic GAZAl….. hats off to yaminiben…keep it up….
  best wishes for next…

 10. PRAGNYA says:

  ખુબ સરસ!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *