શ્રી ગુરુને પાયે લાગું – વૈષ્ણવદાસ

જુન ૨૬ ના દિવસે કબીર જયંતી હતી, એટલે આમ તો હું કબીરજી ને અહીં યાદ કરવામાં ૨ દિવસ મોડી ખરી..! કબીરજી એટલે અમારા ભક્ત સમાજના ગુરુ..! અને ભક્ત સમાજના કોઇ પણ ગામ (કે અમેરિકન સીટી) ના ભજનમંડળના ભજનો – આ એક ભજન ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા…’ વગર પૂરા ન થાય. મારા પપ્પાનું આ ઘણું જ ગમતું ભજન, એટલે મને પણ એ હિસાબે નાનપણથી જ અતિપ્રિય. તો સાંભળીએ, સ્યાદલા ભજન મંડળના સ્વરમાં – ૧૯૮૨ની સાલનું રેકોર્ડિંગ.
(ભક્ત સમાજના અન્ય ઘણા ભજનોના શબ્દો, ઓડિયો અને વિડિયો – ramkabirbhajans.org – વેબસાઇટ પરથી મળી રહેશે).

સ્વર : સ્યાદલા ભજન મંડળ

શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા, શ્રી ગુરુને પાયે લાગું;
કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઇ ન માગું ………… ટેક

દીયો ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મળ થાય;
ત્રિવિધ તાપ મત્સર મોહ મમતા, વિકાર સઘળો જાય ……. ૧

ગુરુ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ;
ભાવ ધરી ગુરુ સેવા કરશે, પામે પદ નિર્વાણ ……………… ૨

વેદ, પુરાણ, ભાગવત બોલે, જેને હોયે ગુરુજીનો દૃઢ વિશ્વાસ;
શ્રી ગુરુ નારાયણ તેને મળશે, કહે જન વૈષ્ણવદાસ ………. ૩

——-

આભાર : Ramkabirbhajans.org

8 replies on “શ્રી ગુરુને પાયે લાગું – વૈષ્ણવદાસ”

  1. રામ કબીર જયશ્રી. મહાન દાર્શનિક કબીરજીને યાદ કર્યા એ બહુ સારૂ કર્યુ. જયેન્દ્રભાઈનો લખેલો દોહો પણ ગમ્યો. ગૉવિન્દને સાચા અર્થમા બતાવે એ જ સાચા ગુરુ. એટલે બ્ન્નેને પ્રણામ.
    આભાર
    કલ્પના

  2. જયશ્રેીબેન્,
    ઘણા વખતે આવ પરમ્પરાનુ ભજન માણવા મળ્યુ.

  3. ઓરણા હાઈસ્કુલ માં ભણેલો ત્યારે રાતે હું પણ મન્જિરા જેને kahaan કે’તા તે લઈ ભજન ગાવા જતો તે દિવસો યાદ આવી ગયા.

  4. ગુરુ ગોવિન્દ દોનો ખડે, કીસકો લાગુ પાય?
    બલિહારી ગુરુ દેવકી, જિસને ગોવિન્દ દીયા બતાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *