સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય

.

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

21 replies on “સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય”

  1. કદિ આવુ નહોતુ વિચર્યુ કે ગુજરાતિ મા મને અવુ કૈક પણ સામ્ભળવા મળસે … ખુબ સરસ …

  2. dear Jayshree,

    I am very happy to see this website, i have found so many Lok Geet. Thank you !
    can i request for more Duha AND CHHAND IN PDF FILE SO I CAN PRINT IT OUT PLEASE?
    i really appriciate.

    Sincerely,
    Anil Trapasiya

  3. દરેક શેર બહુ જ સરસ છે. મજાનું સંગીત છે. મનને ગમે એ રીતે ગવાણું છે. સહુને ધન્યવાદ!
    – મનોજ મહેતા

  4. મજાનું ગીત છે. સવાર સુધરી ગઇ.
    ગીતમાં આપેલ આદેશના અમલથી જીવન પણ સુધરી જશે.

  5. પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
    થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

    ફુલોથી ઘણું શીખવાનું મળે
    પીસાઇનેતું અત્તર બની જાણજે…

    બહુ જ સાચી વાત.ઘણી કઠીણાઇ અને દુખ ભોગવ્યા પછી મહાપુરુષ,સંત કે ભગવાન મહાવીર, બુધ્ધ કે જીસસ ક્રાઇષ્ટ વગેરે પૂજાય છે.સીતાજીએ અગ્નિપરીક્ષા આપવી પડી હતી.

    Every thing superb…. wordings,singing & music

  6. આ કૃતિનું ખોળિયું ભલે ગઝલનું રહ્યુ પણ એનું હૃદય એક પ્રેરણાગીતનું છે. રદીફ કાફીયાની મથામણ ન કરતાં કેવળ એમાં પ્રગટ થયેલ ઉચ્ચભાવના,સુંદર કંપોઝિશન અને અફલાતૂન ગાયકીને માણશું તો આપણું જીવન જરૂર ધન્ય થઇ જશે.
    congrates ! Keep it up….
    Dr Atul Parikh

  7. My Dear,

    You are really Genious, Great,& your creativity is the best, I pray to God You may be rich in your positive thinking & prepare new creative massege for society to encourage,& Develop the confidence in his life.

    Lage raho, Aage Badho, Badhate Raho, Khilte Raho,Suvas Felate Raho Shayad Yahi Apke Jivan Ka Purpuse he.

    Thak you . From: My Inner Heart Pankaj Beladiya

  8. બહુ સરસ ગઝલ છે.

    ફુલોથી ઘણું શીખવાનું મળે
    પીસાઇનેતું અત્તર બની જાણજે…

    સરસ સંગીતમાં અને સુંદર કંઠમાં મનુષ્યજાતને ઉપયોગી સંદેશ છે.
    અભિનંદન!

  9. વિધાતાનો કેવો આ ઉપહાર છે.
    તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

    વાહ ! બુધ્ધિ, જ્ઞાન એ વિધાતાએ મનુષ્યને બીજા જીવાત્માની તુલનાએ આપેલી ભેટ છે. સમજવાની વાત એ કે એની જેટલી આપણે વધુ લ્હાણી કરશું એનાથી વધુને વધુ જ્ઞાનનો પ્રકાશ ફેલાશે અને અજ્ઞાનતા દૂર થતી જશે.વિધ્યાને વેચવાં કરતાં એની લ્હાણી કરવામાં આનંદ વધારે મળશે.

  10. આ ગઝલ બહુ જ સરળ પણ યથાર્થ શબ્દોમાં લખાયેલી છે એ જ નવિનતા છે.બહુ જ સરસ સંગીત છે અને એકદમ સ્પષ્ટ શબ્દોમાં અને મીઠા અવાજમાં ગવાઇ છે.બધાને ધન્યવાદ!

  11. ગઝલ સારી છે પણ કલ્પનોમાઁ નવિનતા નથી.પ્રયત્નો કરવા ઘટે.કાફિયા સફાઈ માઁગે છે.

  12. I truly enjoyyed the gazal ‘SAGAR TARI JANAJE”, wonderfully composed by Prakashbhai & rendered by Rekhaben-
    MUKESH JOSHI

  13. ખુબ્ જ સુન્દર રચના…

    ફુલોથી ઘણું શીખવાનું મળે
    પીસાઇનેતું અત્તર બની જાણજે…

    વાહ!!વાહ!!

  14. જીવન સમસ્યાના સાગર જેવું જ છે, એને તરતાં આવડવું જોઇએ. મરજીવા જ એને સરળતાથી પાર કરી શકે છે.

  15. છેલ્લી પન્ક્તિ આવી હોવી જોઇતી હતી

    જીન્દગી તો જરુરથી જીવી જાણજે

  16. Dear Jayshree and Amit,

    As we discussed during our meeting, could you please give the email address of poet, composer and singer with each song if they do not mind to give. This will promote closer interactions with these group of artists. Some of these artists I would like to contact during my stay in India. With best wishes and many thanks,

    Dinesh O. Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *