કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
This text will be replaced
સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.
પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…
ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…
તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..
વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.
પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.
Share what you loved...
Email
Dear Jayshree and Amit,
As we discussed during our meeting, could you please give the email address of poet, composer and singer with each song if they do not mind to give. This will promote closer interactions with these group of artists. Some of these artists I would like to contact during my stay in India. With best wishes and many thanks,
Dinesh O. Shah
છેલ્લી પન્ક્તિ આવી હોવી જોઇતી હતી
જીન્દગી તો જરુરથી જીવી જાણજે
જીવન સમસ્યાના સાગર જેવું જ છે, એને તરતાં આવડવું જોઇએ. મરજીવા જ એને સરળતાથી પાર કરી શકે છે.
ખુબ્ જ સુન્દર રચના…
ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…
વાહ!!વાહ!!
I truly enjoyyed the gazal ‘SAGAR TARI JANAJE”, wonderfully composed by Prakashbhai & rendered by Rekhaben-
MUKESH JOSHI
You are doing a fine job! Keep it up!!
love and live ur life a well as love and live ur death. it is wonderful. thanx
ગઝલ સારી છે પણ કલ્પનોમાઁ નવિનતા નથી.પ્રયત્નો કરવા ઘટે.કાફિયા સફાઈ માઁગે છે.
Kirit has valid point. Yet song was good to hear and voice/music was really enjoyable.
આ ગઝલ બહુ જ સરળ પણ યથાર્થ શબ્દોમાં લખાયેલી છે એ જ નવિનતા છે.બહુ જ સરસ સંગીત છે અને એકદમ સ્પષ્ટ શબ્દોમાં અને મીઠા અવાજમાં ગવાઇ છે.બધાને ધન્યવાદ!
વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.
વાહ ! બુધ્ધિ, જ્ઞાન એ વિધાતાએ મનુષ્યને બીજા જીવાત્માની તુલનાએ આપેલી ભેટ છે. સમજવાની વાત એ કે એની જેટલી આપણે વધુ લ્હાણી કરશું એનાથી વધુને વધુ જ્ઞાનનો પ્રકાશ ફેલાશે અને અજ્ઞાનતા દૂર થતી જશે.વિધ્યાને વેચવાં કરતાં એની લ્હાણી કરવામાં આનંદ વધારે મળશે.
બહુ સરસ ગઝલ છે.
ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…
સરસ સંગીતમાં અને સુંદર કંઠમાં મનુષ્યજાતને ઉપયોગી સંદેશ છે.
અભિનંદન!
My Dear,
You are really Genious, Great,& your creativity is the best, I pray to God You may be rich in your positive thinking & prepare new creative massege for society to encourage,& Develop the confidence in his life.
Lage raho, Aage Badho, Badhate Raho, Khilte Raho,Suvas Felate Raho Shayad Yahi Apke Jivan Ka Purpuse he.
Thak you . From: My Inner Heart Pankaj Beladiya
આ કૃતિનું ખોળિયું ભલે ગઝલનું રહ્યુ પણ એનું હૃદય એક પ્રેરણાગીતનું છે. રદીફ કાફીયાની મથામણ ન કરતાં કેવળ એમાં પ્રગટ થયેલ ઉચ્ચભાવના,સુંદર કંપોઝિશન અને અફલાતૂન ગાયકીને માણશું તો આપણું જીવન જરૂર ધન્ય થઇ જશે.
congrates ! Keep it up….
Dr Atul Parikh
બહુ સરસ ગઝલ ======
પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…
ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…
બહુ જ સાચી વાત.ઘણી કઠીણાઇ અને દુખ ભોગવ્યા પછી મહાપુરુષ,સંત કે ભગવાન મહાવીર, બુધ્ધ કે જીસસ ક્રાઇષ્ટ વગેરે પૂજાય છે.સીતાજીએ અગ્નિપરીક્ષા આપવી પડી હતી.
Every thing superb…. wordings,singing & music
ઠીક છે.. કંઇ ખાસ મઝા ના આવી..!
મજાનું ગીત છે. સવાર સુધરી ગઇ.
ગીતમાં આપેલ આદેશના અમલથી જીવન પણ સુધરી જશે.
દરેક શેર બહુ જ સરસ છે. મજાનું સંગીત છે. મનને ગમે એ રીતે ગવાણું છે. સહુને ધન્યવાદ!
- મનોજ મહેતા
dear Jayshree,
I am very happy to see this website, i have found so many Lok Geet. Thank you !
can i request for more Duha AND CHHAND IN PDF FILE SO I CAN PRINT IT OUT PLEASE?
i really appriciate.
Sincerely,
Anil Trapasiya