અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

20 replies on “અટકળ – ઊર્મિ”

  1. Ullas Oza says:

    સાહિત્ય અને સંગીત માટે તમારી ઊર્મિ હંમેશા ઉભરાતી રહે અને લોકોને તેનો લાભ સદાય મળતો રહે તેવી શુભ-કામના ચોથી વર્ષગાઠ પર !
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  2. ખુબ સરસ!
    કેટલી મોટી વાત સાવ સહજ
    રીતે કહી દીધી!

    કાળથી યે પર….
    પાગળી થઈ…..
    આવરણ જેની….
    ખુબ ગમી.

  3. butabhai patel says:

    very good………..

  4. HAPPY BIRTHDAY 2 URMISAAGAR…..

  5. ઊર્મિ વાહ્કેવુ સરસ નામ છ્ે? તેને ૪ વર્સ્ વહિ ગયા પાછો તેંમા સાગર ભ્ર્યો?
    હવે તેમાથિ રત્નો રુપિ કાવ્યો,કહેવતો સન્ગિત વહે૩શે અમે બધા ચાખિશુ જણાવિશુ પન ખરા
    ધન્ય વાદ ઊર્મિજિ

  6. Rajesh Vyas says:

    Khub Khub Subhechhao, with luv…
    Regards
    Rajesh Vyas
    Chennai

  7. Sheela Sheth says:

    This is really nice, seems appropriate too. We always feel some one is around us and look for that person and then disappoint.
    Sheela

  8. sachin says:

    it was very nice at the studio. we n-jojed it very much. keep it up.—sachin

  9. MEHMOOD says:

    તું નથી તોયે
    ભાળું હું- આવું છળ
    કૈં હોતું હશે ?

    kyu tera ehsaas abb khayalo
    se bahar aane laga hai
    kyu tera har pal na hona
    tere hi hone ka ehsaas karane laga hai

  10. ચાંદ સૂરજ. says:

    ઊર્મિના સાગરને એની ચોથી વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન ! એના ઉછળતા મોજાઓ પરથી જલશિકરો ભરેલી લહેરીઓ એના કિનારે બેસીને આનંદ લેતા એના ચાહકોને સદાય ભીંજવતીખે !

  11. ashalata says:

    KHUB KHUB SHUBHECHHA

  12. monal says:

    જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ઊર્મિસાગર!!

  13. dr.jagdip says:

    ખરેખર મજા આવી ગઈ…

    આટલી ટુંકી સફર હોતી હશે
    ઉંબરા વટતાં કબર હોતી હશે….

    મારી ગઝલિયતના શૈષવ કાળની
    લખેલી બહુ જુની રચના યાદ આવી
    ગઈ…..

  14. manu says:

    congratulations keep it up

  15. Pinki says:

    ખૂબ ખૂબ અભિનંદન !

  16. સુંદર ગઝલ…

    લાગણી પણ હૃદય હોતું હશે? -વાહ!!! વાહ!!!

    ઊર્મિને એની સાઇટની ચોથી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ…

  17. સૌ મિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર…

  18. Ajay says:

    Happy Bairth Day to my dear friend Tahuko. Tahuko sambhaly che hamesa amne,tamne abhinandan apva che aam amne

    Ajay

  19. Dinesh Vaghela says:

    Hearty congratulations on 4th birth of Tahuko, You have done a wonderfull job for our Matrubhasha. There are many way to improvise and highlight our language to the gujarati people but what you have done is excellent. Within a short peroid of time you have done lot of work and tahuko have highlighted many poets, composers and singers and even artists. Once again good wishes from our musical family. God bless you and our Tahuko.
    -Dinesh Vaghela

  20. Ganpat R Pandya says:

    i read u first time n i felt that i misseed i sud have read u long before your poetry make me feel your feeling as well as making me remembering my beautiful memories putting ur name in ur poem is appriciatable …………………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *