ધરા જરી ધીમી થા! – અવિનાશ વ્યાસ

21મી ઓગસ્ટે અમદાવાદમાં આખો દિવસ વરસાદ વરસાદ…. અને મારા સદનસીબે મેં એ વરસાદ મન ભરીને માણ્યો… છત્રીમાંથી પણ પાણી ટપકે, અને AMTS ની બસમાં છતમાંથી ય પાણી ટપકે… પણ શું મજા આવી છે… વાહ…

અને આખો દિવસ એ વરસાદની મજા લીધા પછી, જો શ્યામલ – સૌમિલ – આરતી મુન્શીની ટીમ પાસેથી આ ગીત રૂબરૂમાં સાંભળવા મળે, તો મને કેટલી મજા આવી હશે, એ તમે કલ્પના કરી શકો છો :)

શ્રી અવિનાશ વ્યાસની કલમે લખાયેલ – સ્વરબધ્ધ થયેલ આ ગીતની એક ખૂબી એનો ઢાળ… વરસાદ પહેલાની ધરતીની અધીરાઇ સાથે શરૂ થતું આ ગીત, વરસાદના આગમનમાં ધરતી ઝૂમી ઉઠે, એ રીતે કોઇ પણ સંગીત પ્રેમીને અચૂક ઝૂમાવી જ દે…!!

This text will be replaced

ધરા જરી ધીમી થા! આટલી અધીર કાં?
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!

ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં
તારો તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!

ઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રે ઝનન
સનન સનન સન સનન ગોરીનું ગવન છેડીને નાચે રે પવન

હો ઘનઘોર ઘટા લીલી લીલી લતા પર ખીલી રે છટા
દૂર દૂર દાદૂર મયૂર સૂર પૂરત શાતુર ઝંખે મિલન!

ફાલ્યો વડલો ને ફાલ્યો પીપળો, ફાલ્યું ફાલ્યું રે બાજરાનું ખેત;
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

સપ્તરંગનો સૂર સજાવી ગગન ગજાવી સાધન શ્રાવણ આયો રે
ડિમ ડિમ ડિમાક ડિમ ડિમ ડિમાક
ડિમ ડિમ ડિમ ડિમ ઢોલ બજાવી વરસંતો વરતાયો રે

મોતીની સેર મજાની લીલુડા લહેરિયાની લાવ્યો વ્હાલીડો હેત!
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

વરસંતી વર્ષાને નીરે ભીંજાતી રે
સ્થિર નહીં અસ્થિર સમીરે
નયના ધીરે સરિતા તીરે એક સખી રે
નયન પરોવે નયન થકી બની ભગ્ન મગ્ન મનનો સાજન…

12 thoughts on “ધરા જરી ધીમી થા! – અવિનાશ વ્યાસ

 1. Umang modi

  Wow ! What a Beautiful Song !
  ખરેખર નાચવાનું મન થઈ જાય તેવું ગીત છે.

  Reply
 2. manvant

  ઓહોહોહોહો !રઁગ રાખ્યો બેનીએ…..
  ગીત,શબ્દો,રજૂઆત બધુઁ જ મોહક !
  ઘણે વખતે કોમેઁટ લખવાની ફરજ પડી.ભાઇ મજામાઁ ?
  ભારત યાદ આવે છે ને ?હુઁ જૂનમાઁ ત્યાઁ હતો.આભાર !

  Reply
 3. Vilas Rajapurkar

  This song is been sung by Ruchir Dave-Kajal Chandiramani and group why there are name mentioned Shyamal and Saumil Munshi even they also can admit the song being presented is been sung by Rchir Kajal and group.

  Reply
 4. Jayshree Post author

  Vilas,

  When I mentioned the name of Shyamal – Saumil Munshi, Actually I was talking about the live program I had attended in Ahmedabad on August 21st, 2007.

  Reply
 5. Vilas Rajapurkar

  Yes you are right but when you are publishing any song and any particular artist has sung it,I think he should not be injusticed,I tell you this very seriously because Ruchir Dave is no more now and we all should maintain the respect of a good singer,pls make the required changes this is my request.

  Reply
 6. darshna

  મારે ગીત સાઁભળ્વા શુ કરવુ? પ્લેયર લોડ કર્યુ છે તોય ટ્યુન બતાવતુ નથી

  Reply
 7. Dolly Thakkar

  ખરેખર આ વરસાદી વાતાવરણમાં મન નાચી ઉઠ્યું.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *