તો સાંભળું… – સુરેન ઠક્કર ‘મેહુલ’

farnm

એક તારો સ્વર મળે તો સાંભળું,
ક્યાંય પણ ઇશ્વર મળે તો સાંભળું.

કોસનો કલવર ને તારું ટહૂકવું,
આપણું ખેતર મળે તો સાંભળું.

પાતળી રેખા સમજની છે છતાં,
મર્મના અક્ષર મળે તો સાંભળું.

સાદ ગોરંભાય છે શમણા રૂપે,
પાછલી ઉમ્મર મળે તો સાંભળું.

એક વિતેલા સમયની વારતા
નાનું સરખું ઘર મળે તો સાંભળું.

3 replies on “તો સાંભળું… – સુરેન ઠક્કર ‘મેહુલ’”

 1. Saarthak says:

  સુન્દર રચના. એક જગ્યા પર printing mistake લાગે છે. “કોસનો કલવર ” ? or “કોસનો કલરવ” ?
  I had once requested for “વિરાટ નો હિન્ડોળો” is it possible ?

 2. સુંદર માર્મિક ગઝલ…

  કોસનો કલરવ ને તારું ટહૂકવું,
  આપણું ખેતર મળે તો સાંભળું.
  -સરસ શે’ર…

 3. grishma says:

  મેહુલ્ભૈ નિ રચનાના શબ્દો દિલ મા ઉતરિ ગયા.સુન્દેર શબ્દો નુ આલેખન .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *