ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

મોસમનું ખાલી નામ છે - તુષાર શુક્લ

જ્યારે ગુજરાતી સંગીત સાથેનો મારો નાતો ભજનો, ગરબા અને મનહર ઉધાસની ગઝલો પૂરતો જ સીમીત હતો, ત્યારે અમદાવાદના ક્રોસવર્ડમાં મને હસ્તાક્ષર સિરીઝની કેસેટ જોવા મળી, અને એના પર લખેલા શબ્દો :

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

- વાંચીને મેં એ કેસેટ લઇ લીધી. અને ત્યારથી જ તુષાર શુક્લ મારા ઘણા જ પ્રિય કવિ. એમનું હસ્તાક્ષર આબ્લમ જો ના સાંભળ્યું હોય, તો ખરેખર તમે ઘણું ગુમાવી રહ્યા છો. ધવલભાઇ કહે ને, એમના ગીતો સાંભળી લો તો આખો દિવસ મઘમઘ થઇ જવાની ગેરંટી, એમા જરાય અતિશયોક્તિ નથી.

અને એક મિત્રને ઓળખું છું, જેણે એમણે સંચાલન કર્યું હોય એવા કોઇ દૂરદર્શનના પ્રોગ્રામનું રેકોર્ડિંગ કર્યું છે, અને વારે વારે એ પ્રોગ્રામ જુએ છે, ફક્ત તુષાર શુક્લનું સંચાલન માણવા માટે.

સ્વર : શ્યામલ - સૌમિલ મુન્શી
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

( રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે )

This text will be replaced

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોની સુરાહિમાં સુગંધોના જામ છે

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોના ઘાવો પર આ સુગંધોના ડામ છે.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે

હેમંતને વસંતને વર્ષાની વાત ક્યાં
તારાં જ છે સ્વરૂપ ને તારો દમામ છે

આને જ તે કહેતાં હશે દિવાનગી બધાં
કોઇ પૂછે ને કહી ન શકું : વાત આમ છે…

માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજી
ગઇ કાલે કોતર્યું હતું એ કોનું નામ છે…

મોસમ બધીય યાદની મોસમ બની ગઇ
મક્તાનો શેર શ્વાસમાં, છેલ્લી સલામ છે.

એક વર્ષ પહેલા : નક્કી દુખે છે તને પેટમાં ! - કૃષ્ણ દવે, ચાલો… આજે સેન ફ્રાન્સિસ્કો ફરીયે…, આંખ્યુંના આંજણમાં - સુરેશ દલાલ

12 comments to મોસમનું ખાલી નામ છે - તુષાર શુક્લ

  1. harshad jangla
    July 13th, 2007 at 6:08 pm

    છેલ્લી સલામ…….

    સરસ

  2. Radhika
    July 13th, 2007 at 9:11 pm

    From the list of My most fevriout songs

    Thanks

  3. વિવેક
    July 14th, 2007 at 3:13 am

    સુંદર કાવ્ય…

  4. sneh
    July 14th, 2007 at 6:00 am

    બહુ જ સરસ્
    ખરેખર કવિ એવા છે કે વાર્ંવાર સાંભળવા ગમે!!

  5. KRUTI
    July 18th, 2007 at 1:46 am

    ખરેખર ખુબ જ સુન્દર રચના

  6. Rathod Digvijaysinh
    July 15th, 2008 at 2:20 pm

    મને પન ગુજરાતી ગજ્લ ખુબ ગમતી, પણ શોધવી મુસ્કેલ હતી
    જે મને તમરી સાટ પર્થી મલી ગયુ

    અભાર્

  7. pooja raval acharya
    July 19th, 2008 at 3:04 am

    શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
    નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે
    …..wah ….one of my favourite song…

  8. pooja raval acharya
    July 19th, 2008 at 3:07 am

    માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
    રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

    sundar lines… puru geet man ma utri jai chhe…

  9. jsh
    March 5th, 2009 at 1:11 pm

    માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
    રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

    વાહ તુષારભાઇ..!!

  10. pradip bhatt
    July 6th, 2009 at 9:46 pm

    NAMASKAR.
    DELATED HAPPY BIRTHDAY TO LOVING TUSHARBHAI.
    SIMPLY TO SAY..EVEN U CAN’T DESCRIBE WHAT A GREAT FEELINGS I HV FOR U..!!
    GOD BLESS U..I AM PROUD OF U & UR SUPERB DEVOTATION FOR GUJARATI LITERATURE .

  11. tushar shukla
    August 10th, 2009 at 12:09 am

    I am a lyricist..Kshemookaka liked to compose lyrics..he invited me to compere “sangeet sudha”.i wrote this one for a change.He liked it and composed it.i owe it to him. I re lived those days…Mosam of gujarati music has lost a vasanti laher…we need a detailed artical from ADHIKAARI VYAKTI on his contribution as he kept a very low profile and did not boost about himself.Sugam Sangeet became Kavy Sangeetwith his contribution.

  12. Deven
    August 11th, 2009 at 4:39 pm

    આને જ તે કહેતાં હશે દિવાનગી બધાં
    કોઇ પૂછે ને કહી ન શકું : વાત આમ છ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>