જ્યારે હું તારા વિચારોમાં અછડાતો હોઉં છું,
દૂરના જંગલપ્રદેશમાં રખડતો હોઉં છું.
શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું,
રાતની ઊઘડી ગયેલી બારીની તું બહાર જો,
ક્યાંય જાગ્રત પાંદડાઓમાં ખખડતો હોઉં છું.
હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
પ્રાત:કાળે સૂર્યની સાથે ઝગડતો હોઉં છું.
જાય છે ઓફિસ તરફ જે, એ જ રસ્તામાં કશે,
હું ખરેલી સૌ વસંતોને કચડતો હોઉં છું.
હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
પ્રાત:કાળે સૂર્યની સાથે ઝગડતો હોઉં છુ……
આવા સુંદર સ્વપ્નમાંથી જાગવું કોને ગમે? આ ભાવ કવિએ અહીં
ખૂબ જ સુંદર રજુ કર્યો છે.
ડોક્ટર અને કવિનો કેવો સુંદર સમન્વય!
હેમેનભાઈ લખતા રહેજો
આ ગઝલ મારી ખુબ ગમતી ગઝલોમાંથી એક છે. અસંખ્ય વાર વાંચી અને ટાંકી હશે. જ્યારે નેટ પર કવિતાઓ મૂકવાનો વિચાર પહેલ વહેલી વાર આવેલો ત્યારે પહેલી આ ગઝલ મૂકેલી (http://www.dhavalshah.com/Poetry%20files/shaant-man-ni-khin-ma.gif ) … યુનિકોડ કે ગુજરાતી ટાઈપિંગ શીખ્યા પહેલા ! આ ગઝલ એટલી અંગત છે કે એ લયસ્તરો પર નથી મૂકી એવું કદી યાદ જ આવ્યું !
શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું…
…ખૂબ જ ઉમદા શે’ર…