ભારતમહિમા – ન્હાનાલાલ કવિ

પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.

જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.

એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.

યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.

નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.

સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.

પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.

– ન્હાનાલાલ કવિ
(આભાર – લયસ્તરો.કોમ)

6 replies on “ભારતમહિમા – ન્હાનાલાલ કવિ”

 1. ભારતવર્ષનું બહુ જ સરસ વર્ણન છે. જો કે આ પંક્તિ વાંચીને મને સ્વામી સચ્ચિદાનણ્દજીના શગ્દો આવી ગયા કે ભારતીયો વિશ્વની સૌથી મોટી બેદરકાર પ્રજા છે. તેને લુંટવા માટે એકાદ ગઝની કે ખીલજી જ પૂરતો છે. આપણૅ આપણી ભૂલોમાંથી કશું જ શીખતા નથી આ વાતનો તે પૂરાવો છે.

  યુગયુગથી લૂંટાય ત્હોય
  સદા શણગારવતી શોભતી :
  સૈકે-સૈકે ઘવાય ત્હોય
  સદાની એ સજીવન

 2. ઘણેી જુનેી કવિતા વાચ્વાનેી મઝા આવેી.ખુબ સરસ કવિતા છે.

 3. સુંદર કાવ્ય… ભારતવર્ષ માટે જોયેલું સોનેરી સ્વપ્ન… સાચું પડશે?

 4. Pinki says:

  સરસ ભારત વર્ષનું વર્ણન !

  હમણાં જ ન્હાનાલાલનો જન્મદિન ગયો.

 5. nitin desai says:

  યુગો યુગો થિ લુતાય,ઘવાય અને તોય પાચ્હિ પુજાય એ ચ્હે ભારતમાતા

 6. pragnaju says:

  આશા જન્માવતું સરસ કાવ્ય
  પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
  દાંડી ભારત છે;
  ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
  તોળશે તે નજીકના ભવિષ્યમાં.
  હાલની સ્થિતી પ્રમાણે આ સિધ્ધી નજીક લાગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *