જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા

આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..

અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો – અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે – માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ

કાવ્ય સંગીત શ્રેણી – મનોજ ખંડેરિયા (૧૩ માર્ચ, ૨૦૧૦ – અમદાવાદ)

(Photo : મનોજ ખંડેરિયા)

સ્વર સંગીત – અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

This text will be replaced

Live recording of અમર ભટ્ટ @ GS Samanvay 2007

This text will be replaced

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

– મનોજ ખંડેરીયા

28 thoughts on “જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા

 1. Vallabhdas Raichura

  Dear Jayshreeben &Team :
  On March 9,2010 we are more fortunate than those in Ahmedabad(Amdavadis!)to enjoy this
  soulful and touching Gazal by Manojbhai Khanderia dealing with “punishment” beyond the realm of
  criminal jurisprudence of any country on this earth.Can Amar Bhatt be far behind? His voice is melodious and compels us to listen to this Gazal again and again.

  Many thanks to all of them and
  you.

  Vallbhdas Raichura from Maryland

  Reply
 2. Pinki

  મારી પ્રિય ગઝલ અને સ્વર સંગીત પણ… !
  અમરભાઇને રુબરુ સમાણવાની મજા જ ઓર.. !

  Reply
 3. Bhumika

  વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
  રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

  આવુ જ થતુ હોય છે જીવન મા, ક્યા બોલવુ ને ક્યા ચુપ રહેવુ એને જો balance કરી શકીએ તો જીવન સરળ થઇ જાય, પણ પછી લાગે છે કે એ balance કરવાની મથામણ એટલે જ જીવન…..

  Reply
 4. ઊર્મિ

  મજાની ખૂબ જ સ-રસ ગઝલ.
  અમરભાઈનાં કંઠે આને લાઈવ સાંભળવાની મજા જ કંઈ ઓર જ છે…

  Reply
 5. sawar

  ખુબ ખુબ આભાર તમારો. બહુજ આનન્દ આવિ ગયો. હવે તો ગઝલ પ્રેમિ બનિ ગયા અમે. રાધે રાધે.
  ન બોલવાનિ સજા મલિ ચે.

  Reply
 6. chandrika

  પ્રિય અમિત અને જયશ્રી,
  ખુબ જ સુન્દર શબ્દાંકન તથા સ્વરાંકન .આવી મઝાની ગઝલ મુકવા બદલ આભાર

  Reply
 7. karmavir mehta

  Thanx v much jayshreemem
  wonderful poetry exellent composition sung by a very reach voice like amarbhai

  many times observed that a good composer cant perform well but in amarbhai’s case ITS DIFFERENT……!

  Reply
 8. sudhir patel

  ખૂબ સુંદર ગઝલ અને અમર ભટ્ટની વધુ સુંદર ગાયકી!
  સુધીર પટેલ.

  Reply
 9. M.D.Gandhi, U.S.A.

  ગઝલ સરસ છે. જે પ્રથમ સ્વર છે તે વધારે સરસ છે.

  Reply
 10. Just 4 you

  જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
  કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

  વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
  રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

  સરસ્..

  Reply
 11. pragnaju

  સુંદર શબ્દો અને અમરનું સરસ પઠન
  હંમણા અમર ક્યાં છે?

  Reply
 12. Pingback: મનોજ પર્વ ૧૩ : સ્પેકટ્રોમીટર - એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ, અલગ થઈ જતી મારી કાયા અને હું…. | ટહુકો.ક

 13. Vallabhdas Raichura

  Dear Jayshreeben & Team;

  To day you have favored us with an Encyclopedia on Manojbhai Khanderia and his creations which have turned into history but will revive every moment a Gujarati soul will turn to Tahuko.
  Our grateful thanks are due to you.

  Vallabhdas Raichura

  North Potomac
  July 11,2010

  Reply
 14. Himali

  This has became one of my fav songs. I have been listening to this song for the whole day and everytime my inclination towards it has grown more and more stronger. A great effort by Mr Amar Bhatt to justify the intensity of emotions of the poem.

  Reply
 15. usha

  સુંદર ગઝલરૂપે કવિની અભિવ્યક્તિને વિશેષમાં મનનું ઘણું બધું કહી જાય છે…અમારાઘરમાં અમારા અવસર પર નિમંત્ર્યા બધાને..પણ હવે અમને આ સભામાંથી વહી જવાની સજા મળી છે. ઉષા

  Reply
 16. Nirlep

  melodious composition & touchy words.
  વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
  રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

  my my…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *