મંગલ જોઈ મુખડું તારું – જીતેન્દ્ર પારેખ

શબ્દ રચના: જીતેન્દ્ર પારેખ
સંગીતકાર: નિખિલ જોષી
ગાયકો: પાર્થિવ ગોહિલ – દિપાલી ભટ્ટ
સંપર્ક : joshinikhil2007@gmail.com

મ્યુઝીક આલ્બમ: ‘મોરપિચ્છ’

This text will be replaced

મંગલ જોઈ મુખડું તારું, રૂદિયે થાતું મંગલ મંગલ
કરશું રૂડાં કામ તમારા, જીવન થાશે મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી….

રૂદિયે રોપી શણગાર તમારો, ત્યજશું જીવનના શણગાર
ગાઈ મંગળા જગાડીએ રે, જગન્નાથ હે પાલનહાર
તમેય જાગી કરો પ્રભાતે, આ સૃષ્ટિને મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી….

સ્વરૂપ નિહાળી તુજ મંગળાનું, ભૂલ્યા અમે તો જો આ ભાન
મનડું મારું મોહ્યું છે તે, કામણગારા વ્હાલા કાન
ભવસાગર આ તારી દેજો, દર્શન દેજો મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી…..

7 thoughts on “મંગલ જોઈ મુખડું તારું – જીતેન્દ્ર પારેખ

 1. S Patel

  સુંદર રચના. આવા જ શ્રીનાથજીના વધુ ગીતો મુકવા વિનંતી.

  Reply
 2. manjari

  પ્રભુ ના પ્રથમ દર્શન થિ મન અતિ પ્રફ્ફુલિત થૈ જાય. સરસ ગિત. મજા આવિ ગૈ.

  Reply
 3. Hiren Shah

  શ્રીનાથજી બાવાના સ્મરણાંજલિકા ના બહુ સાંભળેલા ભજનોથી અલગ જ બહુ સુંદર રચના, નિખિલભાઈને હાર્દિક અભિનંદન. પાર્થિવ ગોહિલ અને દિપાલિબેન ના અવાજે ભજન ના શબ્દોને ચાર ચાંદ લગાવી દીધા..

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *