કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય (www.raviupadhyaya.wordpress.com) ,
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
પ્રસ્તાવના અને મલ્ટીમિડિયા રચયિતા ડો.જગદીપ ઉપાધ્યાય
મ્યુઝિક વીડીયો આલ્બમ ‘મંઝિલને ઢૂંઢવા..’

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

રામ છૂપાયાં નથી રામાયણે,
ખોલશો જો દ્વાર તો અંતરથી મળે…

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પિછાણ તો અત્તરથી પડે…

લાગણીનું પણ સદા એવું જ છે,
ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર ‘રવિ’,
રામ નામે સેતુ તો પથ્થરથી બને…

15 replies on “કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય”

 1. જયશ્રીબેન,
  કોઇ શબ્દોની સમજ… – રવિ ઉપાધ્યાય, ખૂબ જ સુંદર રચના. વીડીયો પણ ઘણી જ સચોટ.ગીતની દરેક પંકતિએ ગીત ના ટાઈટલને યથાર્થ કરેલ છે. શબ્દ દ્વારા બ્રમ્હ સુઘી કવિ લઈ ગયા તેથી પુષ્કળ આનંદ પ્રાપ્ત થયો.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 2. પાર્થિવનો અવાજ સુન્દર્…ઘણિ વાર એને અમે સામ્ભળ્યો..અવાજ કસાએલો…ગિતના શબ્દો મધુર…વાતાવરણ શાન્ત ..બનિ ગયુ….વાહ!!! આલ્બમના પિક્ચર્સ મસ્ત્..પણ સામ્ભળ્તિ વખતે disturbences ખુબ ગિત break થતુ હતુ.

 3. Neerav Desai says:

  બહુ મઝા પડી ગઇ. શરૂઆતમાં ગીત અનુસાર ડો. જગદીપ ઉપાધ્યાયની સુન્દર પ્રસ્તાવના રહી. રવિ ઉપાધ્યાયના બહુ સરળ પણ ધારદાર અને સચોટ શબ્દો. પાર્થિવ ગોહિલે પણ સુમધુર રીતે ગાઇ પ્રકાશ ઉપાધ્યાયના સુંદર સંગીત કોમ્પોઝિશનને ન્યાય આપ્યો છે.શબ્દો અનુસાર સુંદર ચિત્રો ભેગા કરી વિડિયો બનાવવાનો ડો.જગદીપ ઉપાધ્યાયનો આ પ્રયાસ દાદ માગી લે છે.
  – Neerav

 4. G.K.Pradhan says:

  ગઝલના શાયર, ગાયક, સંગીતકાર, એંકર અને વિડિયો બનાવનાર સહુને ખૂબ ખૂબ ધન્યવાદ!ગુજરાતીમાં વિડિયો સાથેની આવી ગઝલની સુંદર રજૂઆત ભાગ્યે જ જોવામાં આવી છે.

  કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય ક્યાં?
  ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે…
  સુઁદર વાત. Answer to a question need not be a solution to question……
  G.A. Pradhan

 5. Chandravadan Sheth says:

  તમે સંગીત ક્યાં સાંભળ્યુ ? player જ ગુમ છે.

 6. dipti says:

  ખુબ જ સુંદર રચના અને ગાયકી…

  લાગણીનું પણ સદા એવું જ છે,
  ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

 7. “કોઈ શબ્દોની સમજ સ્વરથી મળે” સાચી વાત કરીછે ‘રવિ’ એ. સ્વરાંકન અને સંગીત કર્ણપ્રિય છે.આનંદ આનંદ.
  “સાજ” મેવાડા

 8. Himanshu says:

  I am fortunate to have known Raviuncle and am pleased to see his poem on Tahuko. Raviuncle was a very pleasant and compassionate human being and touched many lives.

  I really like this the following lines …


  બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે…

  લાગણીનું પણ સદા એવું જ છે,
  ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

 9. જયેન્દ્ર ઠાકર says:

  This is wonderful!

 10. Dr Rajendra Trivedi says:

  Dear Jagdeep,

  We are thinking of your father and thanks him what he did.
  He is always alive by his work and children like you.
  Keep shining

  Rajendra Trivedi, M. D

 11. જય્શ્રિબેન્,

  એક ખુબ સરસ રચ્ના તમે અમ્ને લખિ મોક્લ
  ગાયક્નિ ગાયકિ તેમા ચાર ચાન્દ લગાવે તેમ વલિ અતિ આનન્દ આપનારિ હ્ર્દય્ને
  ચાપ્નારિ સાબિત થઇ

  ચિરન્તન ત્રિવેદિ

 12. Anjali Tushar Jetly says:

  Very superb Ghazal on masa’s 8th punya anniversary.May god bless his soul.I always remember him.
  – anjali jetly.

 13. Sunil Joshi says:

  ગીતની રજૂઆત ડો.જગદીપ ઉપાધ્યાયે સુંદર અને મુદ્દાસર પ્રસ્તાવનાથી કરી છે. પ્રકાશભાઇ ઉપાધ્યાયનાં મઝાના કંપોઝિશનમાં રવિ ઉપાધ્યાયનાં સરળ પણ ગહન અર્થવાળાં શબ્દો પાર્થિવ ગોહિલના સૂરીલા કંઠે ઘૂંટાઇ આપણને બ્રહ્મનો ભેદ ઉકેલી આપે છે. શબ્દો અનુસાર યથાર્થ ચિત્રોએ આ આખા ગીતને એક અનોખું dimension પુરૂં પાડ્યું છે.
  ખરેખર આજે એક અદભૂત અનુભૂતિ થઇ…..
  એ માટે બધાને ખૂબખૂબ અભિનંદન !

 14. Samir Gandhi says:

  રવિ ઉપાધ્યાયના સરસ મજાના ગીતના શબ્દો છે.પ્રકાશ ઉપાધ્યાય દ્વારા ગીતનુઁ સ્વરાઁકન અને પાર્થિવ ગૉહિલની ગાયકી પણ મજેદાર.ડો. જગદીપ ઉપાધ્યાયે શબ્દના પ્રતિક તરીકે જૂદા જૂદા પ્રકારના ‘ૐ ‘નો વિડિયોમાં કરેલ ઉપયોગ ખાસ ધ્યાન ખેંચે છે.એમની પ્રસ્તાવના પણ સુંદર રહી.આવી બીજી કૃતિ ખરી ?

  મ્યુઝિક વીડીયો આલ્બમ ‘મંઝિલને ઢૂંઢવા..’ક્યાંથી મળી શકશે ?
  – સમીર

 15. Asha says:

  લાગણીનું પણ સદા એવું જ છે,
  ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *