મન તું શંકર ભજી લે.. – નરસિંહ મહેતા

આજે શિવરાત્રીના પ્રસંગે સાંભળીએ ‘રામકબીર ભક્ત સમાજ’ ને મળેલા અમૂલ્ય ભજન વારસમાંથી એક ભોળાનાથનું ભજન.. એ પણ બે અલગ અલગ રેકોર્ડિંગમાં..!! એક ઓડિયો – બીજો વિડિયો..

અમારા રામકબીર ભક્ત સમાજમાં ભજનોનું એક અનેરું મહત્વ છે, અને બધા ભજનોનો ઢાળ પણ ભક્ત સમાજમાં થોડો નોખો હોય છે.. વધુ માહિતી આ વેબસાઇટ – http://ramkabirbhajans.org/ પરથી મળી રહેશે.

સ્વર – સ્યાદલા ભજનમંડળ

This text will be replaced

(By Syadla Bhajan Mandal – Recorded in 1982 in Mumbai)
* * * * *
સ્વર : રામકબીર ભજનમંડળ, Norwalk (Los Angeles)

YouTube Preview Image

(Live Recording of રામકબીર ભજનમંડળ – May 17, 2008, Bhajan Sammelan at Bhakta Cultural Center, Norwalk, CA)

મન તું શંકર ભજી લે, મન તું શંકર ભજી લે
છોડ ને કપટ ભોળાનાથને ભજી લે …………………. ટેક

કોણ ચઢાવે ગંગા જમુના, કોણ ચઢાવે દૂધ;
કોણ ચઢાવે બિલ્લી પત્ર, કોણ ચઢાવે ભભૂત ……… ૧

રાજા ચઢાવે ગંગા જમુના, રૈયત ચઢાવે દૂધ;
બ્રાહ્મણ ચઢાવે બિલ્લી પત્ર, યોગી ચઢાવે ભભૂત …. ૨

કોણ માંગે અન્ન ધન, કોણ માંગે પુત્ર;
કોણ માંગે કંચન કાયા, કોણ માંગે રૂપ …………….. ૩

ગરીબ માંગે અન્ન ધન, વાંઝિયા માંગે પુત્ર;
બ્રાહ્મણ માંગે કંચન કાયા, ગુણિકા માંગે રૂપ ………. ૪

આંકડાનો ભાત બનાવ્યો, ધંતુરાની ભાજી;
પીરસે રાણી પાર્વતી ને જમે ભોળાનાથ ………….. ૫

આંકડો ધંતુરો શિવજી, ભાવના છે ભોગી;
ભણે નરસૈંયો વહાલો, જૂનાગઢનો જોગી …………. ૬

———-

ૐ નમ: શિવાય….

शिवताण्डवस्तोत्रम्

શંભુ ચરણે પડી….

24 replies on “મન તું શંકર ભજી લે.. – નરસિંહ મહેતા”

 1. જયશ્રીબેન,
  મન તું શંકર ભજી લે.. – નરસિંહ મહેતા Too Good. સ્વર : રામકબીર ભજનમંડળ, Norwalk (Los Angeles)અતિસુંદર. ખુબ ખુબ આનંદ આવ્યો. જયશ્રીબેન આજે શિવરાત્રીની સુંદર સવાર નરસિંહ મહેતાના ભજન રેડિયો અને વીડિયો આપણો ટહુકો લઈ આવ્યું તેટલું જ નહિ પણ સાથે સાથે આપે આજે તો લોસ એન્જલિસની યાત્રા પણ કરાવી.
  ભારતીયો વિદેશ જઈ આપણા સંસ્કારોનું કલચર સેન્ટર સ્થાપી નવી પેઢીને માટે ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યાં છે. ભક્તિગીતો ને તેના અસલ સ્વરૂપમાં સ્વર અને સાઝમાં જાળવી રાખી આપ ભારતીય અમેરીક્નો આપણી સંસ્ર્કુતિની સારી સેવા કરો છો. આવા સેન્ટરોના સરનામા મળી શકશે?
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 2. Stavan Dholakia says:

  Thank you very much, jai Shiv Shambhu, har har mahadev

 3. chandrika says:

  haven’t had time to hear the bhajan but read it,very appropriate for today,yahnk u so much-mom

 4. કેતન રૈયાણી says:

  ખૂબ ખૂબ આભાર જયશ્રી, આજના દિવસે આ ભજન માટે.

  ખરેખર અહીં ભારતમાં લોકલ ભજનમંડળીઓનુ સરસ કલ્ચર છે. અહીં અમદાવાદમાં પણ હું એવી એક ભજનમંડળીના સંપર્કમાં છું, જેઓ અદભુત રીતે બધુ જ જાતે મૅનેજ કરે છે. જાતે વાદ્યો શીખીને, પોતાને આવડતા હોય તો બીજાને શીખવીને નવી યુવાન પેઢીને તૈયાર કરે છે. તમારે ઘરે ભજન રાખવા હોય તો માત્ર જઈને કહી આવવાનું, પૈસા-બૈસા કાંઇ લેતા નથી. તમે આપો તો લે, નહીતર નહી. માત્ર એ લોકોના આવવા-જવાની વ્યવસ્થા આપણે કરી દેવાની. જો કોઇ ભાવથી પૈસા અપે, તો એ લોકો સમાજસેવામા વાપરી નાખે, જેમ કે કોઇ વિધવા બાઈના ઘરે અનાજ-કઠોળની વ્યવસ્થા કરી આપે.

  મજાની વાત એ છે કે, એ લોકો કાઠિયાવાડની તળપદી ભાષાના અમુક એવા ભજનો ગાય છે, કે જે ક્યારેય સાંભળ્યા જ ના હોય. એક ભજન એવું છે કે – “પાંડવે આંબો રોપિયો..”. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ભજન “આંબો” તરીકે પ્રખ્યાત છે. ક્યાંય પણ એવી ભજનમાં ગયાની વાત થતી હોય તો લોકો તરત પૂછે કે – “આંબો” ગાયો હતો કે નહી?

  ફરી કોઇ વાર જ્યારે આ ભજનમંડળીના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવાનુ થશે, તો ચોક્કસ હું તેનું રૅકોર્ડિંગ કરી લઈશ, કે જેથી આવી રચનાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરી શકાય.

 5. divyesh vyas says:

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 6. Mahendra Bhakta says:

  જયશ્રેીબેન,આભાર, ધન્યવાદ.

 7. ઓમ નમઃ શિવાય….હર હર મહાદેવ…ભજન સરસ્…

 8. નમસ્તે જયશ્રીબેન.
  આભાર તમો ગુજરાતી માટે ઘણું કામ કરો છો, તેમાં આજે સ્યાદલા ભજન મંડળનું વિડીયોમાં ભજન સંભળાવ્યું એ માટે ખાસ આભાર કેમકે ઝાંબિયામાં મારા મિત્ર સ્યાદલાના હતા હવે પ્રભુના પ્યારા થયા. નામ શ્રી લલ્લુભાઈ અને મણીબેન દલાલ, કોઈ એમની ઓળખાણવાળું મળે તો મારી યાદ આપવા કૃપા કરશોજી.
  આપના કોમેન્ટમાં ગુજરાતી લખવામાં તકલીફ થઈ એટલે ઈમેલથી યાદ કર્યા છે.
  આપના રેડિયો બધા સાંભળું છું. ૮૦વર્ષે રીટાયર્ડ જીવન તમો સૌ ગુજરાતીઓ સાથ કમ્પયુટર પર આનંદથી માણું છું.
  સ્યાદલા ભજન મંડળને જયશ્રી કૃષ્ણ.
  કૃપાળુ પરમાત્મા આપની પ્રવૃત્તિમાં સહાય કરો એ પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન
  ————–

 9. ખૂબ જ સુંદર ભજન છે. સામાન્ય રીતે નરસિંહ મેહતા કૃષ્ણભજન માટે જાણીતા છે, પણ આ શૈવભજન પણ એટલું જ સુંદર છે.

 10. Very impressive. This is our true heritage and powerful example demonstrating the precipitation of natural poetry at root level.

  શબ્દો, ઢાળ, ભાવ બધું જ તદન કુદરતી- મન ભરીને માણવું ગમે.

 11. Bharti says:

  Hello, Jayshree Ben

  Very very Thanks to sending us this Bhajan on shivratri.i wii be forwording to so many people i am sure they will enjoy too.

  Thanks

  BHARTI

 12. nitin desai says:

  નર્સિન્હ મેહ્તા નો આત્મા હવે ચિન્તા ગુજરાતિ માતે નહિ કરે
  જય હો શ્રિ

 13. vallabh bhakta says:

  જયસ્શિ

  ભકત સમાજના ભજનો મુક્યા તે માટે સૌ ભક્ત જનો તરફથી આભાર
  જે યુવક ગાય છે એને ગુજરતી ભાષા જાણતો નથી.પતુઅં આપણા ભજનો અને તબલાનાનપ્ણમાથિ અહિ વડિલો સાથે બેસી શિખ્યો છે. આતો તારી જાણ ખાતર.

 14. Rekha. M. Bhakta says:

  પ્રથમ તો જયશ્રીબેનને આજની શિવરાત્રીએ આટલી સુંદર રચના આપવા માટે ખુબ ખુબ અભિનંદન . તમે તો ભક્ત સમાજનું ગૌરવ વધાર્યું છે . કબીરપંથી ભક્ત સમાજ માં ગવાતા નરશીહ મહેતાનાં આવા પ્રાચીન ભજનોને ટહુકો પર મૂકી , વિસરાતા જતા ભજનોના અમૂલ્ય વારસાને જાળવવાની નવી દિશા પણ ચીંધી છે.
  વિડીઓ પર ભજન ગાનાર ભાઈનું નામ છે દર્પણ. ઈન્દ્રવદનભાઈ ભક્ત. જે પેઢી વિદેશ માં જન્મી મોટી થાય છે એને માટે ગુજરાતી બોલવું જ અઘરું છે , તો આવા પ્રાચીન ભજન કંઠસ્થ કરી, ભાવ મુકીને ગાવું એતો લોઢાનાં ચણા ચાવવા જેવી વાત થઇ.વાત ત્યાં જ નથી અટકતી , દર્પણે kinesiology પર Ph . D કર્યું છે. kinesiology is also known as human kinetics, is the science of human movement. ધન્ય છે ભક્ત સમાજના આવા તારલાને …અને ભક્ત સમાજના આવા ભક્ત કલ્ચરલ સેન્ટરને.. જે યુવા પેઢીને પ્રોત્સાહિત કરી આગળ લાવવા પ્રયત્ન કરે છે , જ્યાં ભાઈઓ અને બેનો સાથે બેસી ભજનો તો કરે જ છે પણ બદલાતા સમયને ઓળખી , નવી તેમજ જૂની પેઢીને સાથે રાખી “કલ આજ ઔર કહા” જેવા સુંદર નાટક પણ કરે છે. તો દર વર્ષે Blood Drive તેમજ બોનમેરો રજીસ્ટ્રેસન નું આયોજન કરી જે દેશમાં આવી વસ્યા છે એને માટે કઈ કરી છૂટવાનું પણ નથી ચુકતા.આવા સમાજની ઝાંખી ફરી કોઈ વાર…… રેખા. એમ. ભક્ત. લોસ એન્જીલસ.

 15. Ramkabir and thanks Jayshriben!

  -Hitendra Bhakta

 16. Shivali Patel says:

  शिवताण्डवस्तोत्रम् ગુજરાતીમાં Youtube પર સાંભળવા આ લીંક પર કલીક કરો.

  http://www.youtube.com/watch?v=oatyubskh80

  Happy Shivratri to all of you.

 17. Stavan Dholakia says:

  good performance

 18. INDRAVADAN N. PATEL says:

  RAMKABIR, THANKS FOR FOR PUTING MAN TU SHANKER BHAJILE, SING BY MY SON DARPAN PATEL, ON TAHUKO.COM, THIS WILL INSPIRE MANY MORE YOUNG CHILDREN TO LEARN OUR BHAJAN,

 19. bipin thakkar says:

  Hello Jayshreeben,
  You are doing great service to our Gujarati community.
  This is wonderful bhajan.I havent hrard in long time.
  Thank u and keep up the good job.

 20. Maheshchandra Naik says:

  શ્રી જયશ્રીબેન્ સરસ ભક્તિભાવવાળી રચના, સરસ મહોલ શિવરાત્રિનો આપને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થતા રહો એ જ પ્રાથના……………..

 21. shailesh jani says:

  પહેલિ વાર જ આ ભજન સામ્ભ્લ્યુ અને ખુબ જ મજા આવિ. આભાર.

 22. rajeshree trivedi says:

  જયશ્રીબેન નરસિઁહ મ્હેતાનુ ભજન ગમ્યુઁ. પણ રેડિયો -નરસિઁહ બઁધ કર્યો તે ન ગમ્યુ.હ્જી એક સવાર મેઁ સાઁભળ્યો ને બીજા જ દિવસે ગાયબ.ફરી શરુ કરશો એવી વિનઁતી.

 23. Jayshree says:

  Rajeshreeben,

  ટહુકો પર પહેલા મુકાયેલો એકપણ રેડિયો કે કોઇ પણ પોસ્ટ બંધ નથી કરી…
  નવી પોસ્ટ – નવો રેડિયો મુકાય એટલે એ પહેલા મુકેલી પોસ્ટ – રેડિયો થોડા નીચે અથવા બીજા પાના પર જાય… બસ એટલું જ..!

  આ રહ્યો નરસિંહ મહેતાનો રેડિયો..

  http://tahuko.com/radio/?p=75

 24. Atul Patel says:

  શન્કર ભગવાન આજ તાન્ડવ નાચે ભજન નુ ગુજરાતીમા lyrics જોઇ એ છે

  please send me the lyrics of “Shankar bhagwan aaj tandav nache..” in gujarati

  Thanking you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *