કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા

(એક જણને મળ્યા અને……….  Photo:DollsofIndia.com)

* * * * *

કંઠી બાંધી છે તારા નામની.
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઈ પૂછો ના મે’તાજી જેમ,
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની.
… કંઠી બાંધી છે તારા નામની.

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે,
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી? હું ચાલું છું કોઈના જોરે;
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની.
… કંઠી બાંધી છે તારા નામની.

– અશરફ ડબાવાલા

13 replies on “કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા”

 1. sudhir patel says:

  અશરફભાઈનું આ સુંદર ગીત ફરી અહીં માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 2. કમલેશ says:

  સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની.

  વાહ.. અશરફભાઈ….વાહ

 3. nirlep bhatt says:

  અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ – wonderful thought

 4. સુંદર કાવ્ય

 5. Viren Patel says:

  અદભુત વિચારો. અઢી અને અઢળક , એકને મળ્યા અને ચાર ધામ વગેરે અને આમ જુઓ તો દરેક પન્ક્તિ ના રુપક ખુબ સુન્દર અને સહજ બનીને આવે. અભિનન્દન્.

 6. Mehmood says:

  સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની.
  … કંઠી બાંધી છે તારા નામની.
  બહુજ સુન્દર શબ્દો છે …

 7. અશરફ ભાઈ ગીત મજાનુ થયુ છે, ગમ્યુ એમ લખિશ તો તમને નહી ગમે, અને જો શાચુ નહી લખુ તો મને નહી ગમે, પણ ગીત બહુ જ અદભુત થયુ છે, શિકાગો આવી ચડીશ ત્યારે આ ગીત મઘુબેનના સ્વર મા સાંભળીશ્….વિશેસ ફોન પર વાત કરીશુ…..ગમતાના ગુલાલ વિશે!!!!.

 8. dipti says:

  અઢળક હોય અને અઢીની ગેરહાજરી હોય તો સઘડુ વ્યર્થ્….

  ખુબ ગહન વાત કહી….

  કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઈ પૂછો ના મે’તાજી જેમ,
  સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની.
  … કંઠી બાંધી છે તારા નામની.

 9. nitin desai says:

  દબા માથિ વહાલા ને કાધ્વા બદલ આભાર્

 10. shirin says:

  JAISHREE,SAMBHDVA MATE KLICK KYAN KARVUN KANI CHHYJ NAHI

 11. Jayshree says:

  Hi Shirin,

  All the posts on tahuko are not necessarily with audio to listen….. This Geet by Asharafbhai is posted only with words… I will try to find the same in his own voice and put it here in future if I get it…

  You may want to visit this Site Guide page …
  http://tahuko.com/?page_id=1345

  Also, the email that you provided is invalid, otherwise you would have found this reply in your inbox.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *