પ્રેમળ જ્યોતિ તારો દાખવી – નરસિંહરાવ દિવેટિયા

.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ

રજનિ જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ

24 replies on “પ્રેમળ જ્યોતિ તારો દાખવી – નરસિંહરાવ દિવેટિયા”

 1. નિલય says:

  જયશ્રી,

  આ મારી સ્કુલ શેઠ સી. એન. વિધ્યાવિહારનું પ્રાર્થના ગીત હતું. મારું આ ખુબ ગમતું પ્રાર્થના ગીત ફરી એક વાર સાંભળીને પ્રાર્થનામંદિરમાં આરતી મુન્શીના કંઠે સાંભળેલા ગીતોના અને શાળાજીવનના સંભારણા ત્તાજા થઈ ગયા.

 2. yagnesh says:

  સરસ્ ઉત્ક્રુસ્ત્, મન પ્રસન્ન થઇ ગયુ આભાર

 3. sujata says:

  addbhut sakti no sanchar thayo ……..bhaav ane bhakti nu najranu………khub abbhar Jayshree

 4. ગુજરાતી ભાષાના ખોવાતા જતા રત્નોને શોધી શોધીને લઈ આવવા બદલ કંઈ કહેવું જરૂરી છે..? કોઈ ત્રણ અક્ષરનો શબ્દ? કે પછી કોઈ અઢી અક્ષરનો શબ્દ ચાલી જશે?

  (આભાર… પ્યાર…)

 5. વિશ્ણુપ્રસાદ says:

  ખૂબ સરસ. મઝા આવી ગઇ. આભાર.

 6. Mehul Anjaria says:

  ખુબ સરસ. અદભૂત પ્રાથ્રના છે. પણ, વચ્ચેની કડી પણ સંભળવી હૉત તૉ વધારે મજા આવત.
  આભાર.
  જય શ્રી ક્રિષ્ણ

 7. nandan says:

  why all songs are half jayshree ? is that any problem ?

 8. krishana says:

  how to listen???no links are here..

 9. deepak sakhiya says:

  મને શારદાગ્રામ યાદ આવિ ગયુ.

 10. jitesh says:

  શબ્દો નથિ વખાન કરવા

 11. darshana bhatt says:

  બહુ જ સરસ પ્રાર્થના.સ્કુલના દિવસો યાદ આવિ ગયા.

 12. jahnvi says:

  મરે એકજ ડ્ગલુ બસ થાય… હવે માગુ એક આધાર .. .. made me to recall my papa mummy singing with full detions… 🙂

 13. deepti amin says:

  પ્રેમલ જ્યોતિ તારો દાખવિ મુજ જિવન પન્થ ઉજાલ્

  કેતલા વર્શો પચ્હિ સામ્ભલ્યુ ! હિન્દુસ્તાન મા રહિ ને પન જે વર્શો થિ
  નહોતુ સમ્ભલ્યુ તે અહિન આવિને મલ્યુ ! વાહ મજ્હા પદિ ગયિ

  thank you once again ! you have really oblidge us allllllllllll

 14. Sarla Santwani says:

  This is one of my favorite inspirational song/poem/prayer. There is another version sung by Madhuri Khare. This one is more like a prayer whereas Maduri’s is ‘soulful.’ Thanks.

 15. Hemansu says:

  સરસ્! આભાર્

 16. vinod kansara says:

  જયશ્રી બેન
  આજના આ દેવ દિવાળી ના શુભ દિને
  આ ગીત ની પંક્તિ ઓ સાંભળવા ખુબ ખુબ મજા આવી ગયી ..
  “પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
  મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

  દૂર પડ્યો નિજ ધામથી હું,
  ને ઘેરે ઘન અંધાર,
  માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
  નિજ શિશુને સંભાળ,
  મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ”

  દેવ દિવાળી નિમિત્તે એટલુજ કહેવાનું
  કે અમારા જીવન માં
  અમોને આવોજ આનંદ કરાવતા રહેશો
  જયશ્રી ના ટહુકા દ્વારા રસ છોડતા રહેશો
  ઈશ્વર ખુબ ખુબ શુભ વૈભવ
  અને શુભ સમ્પતિ
  સાથે સુખ અને સમૃદ્ધિ અર્પે.
  દેવ દિવાળી ની શુભેચ્છા ઓ —

 17. rajan says:

  ઘનુ જ સર્ સ આ ગીત્ ગ મ્યુ.

 18. respected jayshreebahen…I am thankful to sarangibahen thru whom I got this opprtunity to listen such an old prayer might be rarely ppl may be knowing!!!!
  Incedntiaaly 23 rd sept is my Birth data off coursr 1942…that too a co-incidence…
  my sincere herafelts congrates to u..
  god bless u jay shree krishna
  ever yours
  sanatbhai dave (perth australia(baroda) )…

 19. Rajesh Bhat says:

  Dear Jayashriben, Amitbhai,

  Thanks for giving this wonderful Bhajan by Narasinhrav Divetia on tahuko. For the interest of tahuko readers, let us add some information on “Premal Jyoti”. This “bhavanuvad” (translation which is true to the spirit of the original though not necessarily to the letter) by Narasinhrav, is considered to be one of the best translations ever in Gujarati literature. It is a “bhavanuvad” of Cardinal Newman’s “Lead Kindly Light”. It was included by Pandit Narayan Moreshwar Khare in the Ashram Bhajanavali that he compiled for the (Gandhi) Ashram in 1922. It has both the Newman and Divetia versions of the bhajan. At the Ashram it must have been, of course, sung by Panditji but his voice was never recorded (he passed away in 1938). However, when it was later sung by Panditji’s daughter Madhuri (or Mathuri) Khare, it was recorded both by the All India Radio and the Columbia Record Company. If you want to upload this and some other recordings of Madhuriben, we can share our private collection with Tahuko in the larger interest of tahuko readers.

  Rajesh & Sandhya

 20. kartik says:

  ગુજરાતની સાચી ઓળખાણ આપતુ ભકિતગીત…

 21. ચંદ્રકાન્ત બી. નાયક (કંથરાવી) says:

  આ કાવ્ય હું દશમાં ધોરણમાં ભણેલો.
  અમે આ કાવ્ય મોંઢે કરેલું. મને આજે પણ યાદ છે.
  હું આચાર્ય છું. મારી શાળામાં પણ આ કાવ્ય અવારનવાર ગાઉ છું.

  ખુબ સારી પ્રાથના છે.

 22. Bimal Naik says:

  માધુરિબેન ખરે એ ગયેલ ભજન ખુબ સરુ ચ્હે.
  આકાસ્વનિ પર થિ દર સુક્ર વરે અવ્તુ.
  મધુરિબેન ના ભજનો ઉમેર્વ જેવા ચે.

 23. Ravindra Sankalia. says:

  ઘણા વખતથી જે સામ્ભળ્વાનુ મન હતુ તે આજે સામ્ભળવા મળ્યુ તેથી બહુ આનન્દ થયો.જયશ્રી બહેન ખુબ ખુબ આભાર.ગાન્ધીજીને ખુબજ ગમતુ ગીત. આશ્રમ ભજનાવલીમા ખાસ ઉમેરાવેલુ. કાર્દીનલ ન્યુમેનના અન્ગ્રેજી ભજનનુ ભશાન્તર નરસિન્હરાવ દિવેતિયએ ગાન્ધીજીના કહેવાથી કર્યુ હતુ, ગીત નુ સ્વરાન્કન અને ગાનાર બહેનનો કન્ઠ ઉત્ત્મ.

 24. આ કાવ્યરચના ખુબ સુન્દર ,જે ભક્તિ તરફ ખેચિ જાય્,શબ્દો સુન્દર રચાયા અતિ ઉત્તમ્ જ્ય શ્રેી ક્રિશ્ન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *