સુણ સાજન એક ગીત સુણાવું – અવિનાશ વ્યાસ

વરસાદની મોસમ એ સ્નેહીજનો માટે વ્હાલ અને વ્યથાનો તીવ્ર અનુભવ કરવાનો સમય! સ્નેહીજન સાથે એકાકાર થવા અસ્તિત્વની દિવાલો જાણે તૂટવા મથતી હોય એવું લાગે. આકાશ અને ધરતીને એકાકાર કરતા વરસાદને જોઇને પ્રિયતમાને લાગે છે કે હું પણ મારા રસિયામાં ભીંજાઈને ઓગળી જાઉં.

મીરાંની સમક્ષ અગર કૃષ્ણ ઉપસ્થિત થય તો મીરાં એમનું પૂજન કેવી રીતના કરે? મીરાં ઉષઃકાળનું કંકુ અને સન્ધ્યાનું કેસર લે, બ્રહ્માંડની થાળીમાં સૂર્યના દીવાને પ્રગટાવી આરતી કરે, પહેલા વરસાદની માટીની સોડમની અગરબત્તી કરે, મેઘનાદનો ઘંટનાદ કરે અને આકાશી વીજળીની લાઈટોની સીરીઝ મૂકે, સાગરનું મંદમંદ સંગીત લહેરાવે અને પંચમહાભૂતોનો પ્રસાદ કરી મીરાં કૃષ્ણમાં સમર્પિત થાય- આવું એક કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું થાય છે. આપણે મીરાં નથી, અને કૃષ્ણને હજુ પામ્યા નથી…પણ આજે તો આ વરસાદ છે અને મારો સાંવરિયો છે! તો હૈયાના દરબારમાં જેનો રાજ્યાભિષેક થયો છે એવા મારા સજના માટે આજે હું શું કરું? વ્હાલમના ગીત માટે તો સૃષ્ટિમાંથી શ્રેષ્ઠ જ લાવવું પડે, અને એટલે જ એ ઘેલી કોયલના સૂરને અને મોરના ટહુકાથી પોતાનો સૂર સજાવે છે, મેઘધનુષના મેઘનાદનું ઝાંઝર પહેરે છે, જીવને જંતર બનાવી ગૂંજી ઊઠે છે, અને ત્યાં સુધી કે આ પ્રીતનો પાવો છોડી ખુદ રસિયાને જ પી જઈને તનમન પ્યાસ બુઝાવે છે!

કવિઃ અવિનાશ વ્યાસ…….ગાયકઃ મૃદુલા પરીખ

This text will be replaced

સુણ સાજન એક ગીત સુણાવું
મન-વીણાના તાર મીલાવે, હૈયું આજ સજાવું.
કાનનની કોયલના સૂરને મુજ કંઠે હું વસાવું, મોર ટહૂકતો વન ઉપવનમાં મુજ કંઠે ટહૂકાવું,
રીમઝીમ સૂર વરસાવું….સુણ સાજન એક ગીત સુણાવું.
રીમઝીમ વર્ષાના વાદળમાં માદલને ગરજાવી, મેઘધનુષના મેઘનાદથી સૂરમંડળ સરજાવી,
નૂપુરનાદ જગાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.
જંતર જીવનું દિનની ધડકન એવો બાજ બજાવું, પ્રીતનો પાવો છોડી મારા રસિયાને પી જાવું!!
તનમન પ્યાસ બુઝાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.

23 replies on “સુણ સાજન એક ગીત સુણાવું – અવિનાશ વ્યાસ”

 1. સાજન says:

  Very sweet song, and the introduction also. It rained a lot here today and this is very suitable song for the occasion.
  You are doing wonderful job by giving people Gujarati poems, songs, music, and culture. I just wanted to say hello to you, congratulate you on such a superb work and wish you all the best! 🙂

 2. ધવલ says:

  મઝાનું ગીત.. શબ્દ વાંચ્યા ત્યારે અલગ ધૂનની કલ્પના આવેલી. સાંભળ્યું તો આલાપથી જ ગીત નો માહોલ તો તદાન અલગ દેખાયો.

 3. Ramesh Shah says:

  વ્યથા ની અનુભૂતી કરાવતી પ્રસ્તાવના,અફ્લાતુન ગીત,એટલાજ સુંદર શબ્દો અને અધીકતમ સુંદર અવાજ.કોઈક રસીકજન “વાદળમાં માદલને ગરજાવી” નો અર્થ સમજાવશે?

 4. mudra says:

  થેન્ક્સ
  તમે ખુબ જુનિ યાદ અપાવિ દિધિ

 5. સાજન says:

  રમેશભાઈઃ
  આ માદલનો અર્થ મળ્યો…..રીમઝીમ વર્ષાના વાદળમાં માદલને ગરજાવી….

  માદલ એ એક પ્રકારનું લોકવાદ્ય છે. તબલાં, ઢોલ, નગારું, drums એ familyનું એ તાલ-વાદ્ય છે…..એટલે હવે આ પંક્તિનો અર્થ પણ સમજાશે.ઝાંઝર બાંધી રસિયા સામે અથવા સાથે જ્યાં નૃત્ય કરવાનું હોય તો તાલ તો જોઈએ ને? તો આ તાલ રીમઝીમ વર્ષાના વાદળો રૂપી માદલમાંથી મળી રહેશે!

 6. CNite says:

  અરે વાહ! આ તો મારા પ્રાથમિક સ્કૂલના સંગીતશિક્ષકનું ગાયેલું ગીત છે. મૃદુલાબેન પરીખ અમદાવાદની પ્રખ્યાત સી. એન. વિદ્યાલયમાં સંગીત શિક્ષક અને પછી આચાર્ય હતાં. અત્યારે સ્કૂલમાંથી retired છે, પણ સંગીત શીખવે છે……મેં એમનો અવાજ ૩૦ વર્ષ પછી ટહુકા દ્વારા સાંભળ્યો અને મારા રૂંવાડા ખડા થઈ ગયાં. ટહુકાએ ખરેખર જબરો આ મેળાપ કરાવ્યો છે. એમના ગવડાયેલાં બધાં ગીતો અત્યારે યાદ આવી ગયા જ્યારે હું ૧ થી ૪ ધોરણમાં હતો. મેં એમનો ફોન નંબર મેળવ્યો અને પછી કહ્યું પણ ખરું કે તમારું ગીત મેં ૩૦ વર્ષ પછી સાંભળ્યું. ૬૫ વર્ષની પ્રૌઢતાએ પહોંચેલા એમના માટે એ સાંભળવું એ એક ધન્યતાની લાગણી હતી અને એનું શ્રેય ટહુકાને જાય છે…આ ગીત શ્રુતિવૃંદના કાર્યક્રમોમાં ગવાતું હતું.

 7. Ramesh Shah says:

  સાજન,
  આભાર.માદલ નો અર્થ બદલ.

 8. chetu says:

  એક્દમ સરસ શબ્દો અને સુંદર વર્ણન ..!

 9. Pravin Shah says:

  તનમન પ્યાસ બુઝાવું…..
  સુણ સાજન એક ગીત સુણાવું.

  અકલ્પનીય મધૂરતા છે આ ગીતમાં!
  આભાર!

 10. Cnite says:

  ખરેખર સ્કુલ યાદ આવિ ગઈ.

 11. Umang Modi says:

  ‘error opening file’ આવે છે.

 12. namrata says:

  hello
  cant open file……………
  thanks

 13. maulesh says:

  can not listen today
  tks

 14. Asha says:

  સુણ સાજન એક ગીત સુણાવું
  મન-વીણાના તાર મીલાવે, હૈયું આજ સજાવું.
  કાનનની કોયલના સૂરને મુજ કંઠે હું વસાવું, મોર ટહૂકતો વન ઉપવનમાં મુજ કંઠે ટહૂકાવું,
  રીમઝીમ સૂર વરસાવું….સુણ સાજન એક ગીત સુણાવું..

  Beautiful…I loved it…

 15. shilpa says:

  ખુબ જ સુન્દર

 16. Vivek says:

  ગુરુમા મ્ર્રુદુલાબેનને વન્દન્. અમનિ પાસે ખુબ સન્ગેીત શિખ્યા. વાહ અમ્નો રનકો. તહુકો નો ધન્યવાદ્.

 17. Sarla Santwani says:

  હું મૃદુ પરીખના સ્વરથી પરિચી ન હતી પરંતુ ટહુકો દ્વારા પરીચય થયો. ખૂબજ ઉત્કૃષ્ટ ગાયકી અને સંગીતરચના.

 18. dipti says:

  સુણ સાજન એક ગીત સુણાવું
  મન-વીણાના તાર મીલાવે, હૈયું આજ સજાવું.

  Beautiful!!!!!!!!!!!

 19. sima shah says:

  વાહ…..અદભૂત……
  વગર વરસાદે પણ મજા પડી ગઈ…..
  આભાર,
  સીમા

 20. rajeshree trivedi says:

  ખરેખર આજે અદ્ભૂત વરસાદ અને અદ્ભુત સ્વરમાઁ સાજણ નુ ગીત …… મજા પડી ગઈ.

 21. ખુબ્જ સરસ મારા મ્ધ્ર્ર્ર્ર હોત તો ખુબ્જ જખુશ થાત્

 22. megha bhatt says:

  cant listen the whole song…buffering takes a lot of time…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *