ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ

ગયા વર્ષે આજના દિવસે હું ‘આજે નવું કંઈ નથી… ‘ એમ કહીને છટકી ગયેલી ! પણ આ વર્ષે ખરેખર તમારે માટે કંઇક નવું લાવી છું.. એટલે જરા મોડું છે, પણ મોળું નથી… 🙂

જીવનના સંગીત તરફ દોરી જતો વડોદરાના ફીલિંગ્સ સામાયિકનો આ વિશેષાંક…

આવો મઝાનો સંગીત વિશેષાંક આપવા માટે અતુલભાઇ અને વિજયભાઇનો ખૂબ ખૂબ આભાર…!! અને બીજી એક ખાસ વાત કહું? આ ફીલિંગ્સના છેલ્લા પાનાએ મારો પણ એક ટહુકો સચવાયેલો છે..!

feelings

વડોદરાના ફીલિંગ્સ સામાયિકનો દિવાળી વિશેષાંક વિષે થોડી વાતો અતુલભાઇ પાસે જ સાંભળીએ.

——————————————————————

ફીલિંગ્સ એ છેલ્લા અગિયાર વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું એકમાત્ર ગુજરાતી મેગેઝિન છે. વિશ્ર્વભરના અગિયાર લાખથી વધુ વાચકો સુધી પહોંચી એક સંપૂર્ણ પારિવારિક સામયિક તરીકે જાણીતું બની ચૂકેલ `ફીલિંગ્સ’ મીડિયા ક્ષેત્રે પણ આજે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે આપ્ને વિદિત હશે જ. દિવાળી પર્વ પર મેગા વિશેષાંક બહાર પાડવાની પરંપરાને અનુસરતાં `ફીલિંગ્સ’ સામયિકે આ વર્ષે તેના સુજ્ઞ વાચકો માટે દીપોત્સવી અંક તરીકે ગુજરાતી ગીત-સંગીત પર આધારિત મધુર `સંગીત વિશેષાંક’ રજૂ કરેલ છે.

જીવનના સંગીત તરફ દોરી જતો `ફીલિંગ્સ’નો આ વિશેષાંક વાચકોને જરૂર ગમશે એમાં કોઇ શંકા નથી. કારણકે જીવન એક એવું સંગીત છે કે જેમાં સૂર અને તાલ બરાબર હશે તો હંમેશાં તે મધુરું બની રેલાતું રહેશે. આ સંગીતમય વિશેષાંકમાં ગુજરાતી સુગમ સંગીત, લોકસંગીત, ફિલ્મીસંગીત, ધાર્મિક સંગીત, ગરબા અને સંગીત જેવા વિવિધ વિષયો પર જાણીતા લેખકો દ્વારા રસપ્રદ આર્ટિકલની લ્હાણી છે તો 50થી ય વધુ જાણીતા ગુજરાતી ગીતોનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત રઈસ મણિયાર દ્વારા જાણીતી સંગીતમય ગઝલોનો આસ્વાદ તમને સંગીતપ્રેમી બનાવી દેશે. તો ગુજરાતી ગીત-સંગીતને જેણે એક નવી ઊંચાઈ બક્ષી છે એવા ગાયકો-સંગીતકાર પુરસોત્તમ ઉપાધ્યાય, મનહર ઉધાસ, મહેશ-નરેશ, પ્રફુલ દવે, સોલી કાપડીયા, આણંદજીભાઈ, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ જેવા ઉત્તમ કલાકારોના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ… આ બધું જ માત્ર એક જ અંકમાં…

ફીલિંગ્સના દીપોત્સવી વિશેષાંકમા…

માત્ર ને માત્ર સંગીત પીરસતો આ સુંદર વિશેષાંક સૌના માટે ખાસ કરીને સંગીતરસિયાઓ માટે એક અનોખું સંભારણું બની રહેવા સાથે આજીવન સાચવવાલાયક તેમજ સ્વજનને ગિફટ આપવાલાયક અવશ્ય બની રહેશે.
આભાર.
ભવદીય

અતુલ શાહ (તંત્રી)
રોહિત વિજય (સંપાદક)

Feelings Multimedia Ltd.
102-104, Pacific Plaza, VIP Road, Karelibaug, Vadodara – 390 022, Gujarat, India.
Phone : Office : 91-265-2489477
E-mail : info@feelingsmultimedia.com / hitechfeelings@yahoo.co.in
Website : www.feelingsmultimedia.com

Love it? Share it?
error

32 replies on “ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ”

 1. Pinki says:

  ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી…. !

  દીપોત્સવી અંક પણ વાંચવો પડશે અને સાચવી પણ રાખવો પડશે. 🙂

 2. NICE TO READ ABOUT DIPAVALI ISSUE OF PHILLING FROM VADODARA.HAIL FROM VADODARA.NOT KNOWING MUCH ABOUT THIS MAGAZINE.I WILL MANAGE TO COLLECT THE ISSUE FROM VADODARA.THANKS TO THEIR HARD WORK.

 3. chetu says:

  હાર્દિક અભિનન્દન ..!

 4. આ મેગેઝીન વિષે જાણકરી બદલ આભાર. ઘણા મિત્રોને આ પ્રકારના મેગેઝિનમાં રસ પડશે- ખાસ કરીને આ દીપોત્સવી અંક. તંત્રી/સંપાદકને અભિનંદન.

 5. Sanjay Patel says:

  Thanks for a nice information

 6. Praful Thar says:

  પ્રિય જયશ્રી બહેન
  કંઇક નવું, કંઇક જાણવા જેવું અને ખાસ તો ગર્વ લેવા જેવું મોકલવા બદલ આપનો આભાર..મેં એક લેખ પણ મોકલાવેલો છે જે પ્રકાશિત કરવા અભ્યર્થના..
  લી. પ્રફુલ ઠાર..

 7. bhumika says:

  congrats….

 8. beena says:

  કોનૅ રૅ ઘઙી ને કૉણૅ સાકળી
  કૉણૅ રૅ ચઙાવ્યા રુઙા ચામ રૅ હૉજી
  if you have this bhajan please send me as it has many childhood memories.
  Thanks,
  Beena.

 9. મારી પાસે ફીલિંગ્સનો આ અંક પડ્યો છે પણ હું આ પાનું શી રીતે ચૂકી ગયો હોઈશ?
  સજારૂપે મારે તને આ વર્ષમાં સવા અગિયાર ફોન કરવા પડશે, ચાલશે?

  ખૂબ ખૂબ અભિનંદન, જયશ્રી…

 10. mukesh parikh says:

  જયશ્રીબેન,

  અઢળક અભિનંદન…..ટહુકો એ મારી પ્રિય વેબસાઈટ છે….સવાર તેનથી જ શરુ થાય છે….બહુ જ સુંદર કામ કરો છો…ઈશ્વર તમને જરૂરી તમામ સાધનસામગ્રી પૂરી પાડે તે જ પ્રાર્થના..

  “મુકેશ’

 11. Dr. Dinesh O. Shah says:

  Hello Jayshree,

  I saw this issue of “Feelings” in Baroda as someone gave it to me. When I opened it, your photo was in front of me! I could not believe it and felt as happy as if I was meeting you in person! I am always wondering how such instances happen more often in my life? I was also wondering why you have not mentioned about this issue on Tahuko.com in view of personalities covered by the interviews? Now all my questions have been answered! I just arrived two days ago from Nadiad to New York. I have brough with me the two CDs sent to you by Mayaben Deepak whose prayer you had highlighted on Tahuko.com a couple of weeks earlier. I will return to India on Dec 19, 2009. With best wishes and regards,

  Dinesh Uncle

 12. Tarun says:

  Congrats! You are sought after & loved by us all … all over this beautiful world.

 13. Urmi says:

  અરે વાહ ડાર્લિઁગ… ક્યા બાત હૈ!
  અભિનંદન… અભિનંદન… અઢળક હાર્દિક અભિનંદન.

  સવા અગિયાર ફોન વાળાને કહેજે કે એણે સવા અગિયાર નહીં પણ સવા અગિયાર-સો ફોન કરવા પડશે… 😛

 14. જયશ્રીબેન,
  સવિનય જણાવાનું કે ફીલિંગનો દિવાળી અંક અત્યંત ભરપૂર માહિતિ સભર,સુજ્ઞ વાચકો માટે આ જીવન સાચવી બાળકોને વારસામાં દેવા યોગ્ય છે. અતુલભાઈ નૅ તે માટે અભિનંદન તૉ છે, સાથે સાથે તમને પણ. અતુલભાઈ અને આપે સાથે મળી ગુજુભાઈઓને, ગુજરાતીભાષાના અને સાહિત્યના કદરદાનોની અરસપરસ ઓળખાણ કરાવી ખૂબ જ મોટી સેવા કરી છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા

 15. Mital says:

  Congratulations.

  Thanks for the information about this publication.

 16. બેન જયશ્રીબેન
  ફીલિંગ્સનો દિવાળી વિશેષાંક માટે ભાઈ અતુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે તમને પણ. ઍક બીજાની તો ઑળખ કરાવી ઉપરાંત લાખો ગુજુ ભાઈ બહેનોની સાથે ગુજરાતી ક્લાકારો અને કદરદાનો વચ્ચે પણ ઓળખ કરાવી આપવા માટે.

  આ રીતૅ આપ બન્નેએ ગુજરતી સમાજ ઉપર ખૂબ જ મોટો ઉપકાર કરેલ છે.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 17. Kamlesh says:

  Wah bhai Wah…………….
  What great Feelings……….

 18. Jayshree

  My heartiest congratulations to you on getting this recognition from the print media. This is so well deserved. Your dedication and attention to quality sets you apart in this area. The fan following for tahuko.com is across the world now. Soon (within next decade), you will be recognizing some of the print media 🙂

  With best wishes for many more accolades

  Himanshu

 19. Ranjit Ved says:

  ઊમિ બેન અને વિવેક તૈલોર ભૈ…..સવ અગિયર લાખ ફોન ચાલશેજ ચલ્સે……!

 20. Girish Parikh says:

  ધન્યવાદ જયશ્રીબહેન. ફીલિગ્સે ઈ-મેઈલથી લીધેલો ઈન્ટરવ્યૂ વાંચવા પ્રયત્ન કર્યો પણ એમની વેબ સાઈટ પર એ મળ્યો નહીં! ઈન્ટરવ્યૂ કઈ રીતે વાંચી શકાય એ જણાવશો.
  –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિઆ

 21. Ranjit Ved says:

  ઇન્તેર્વ્યુ ય્ચ્હે પ જય્શ્રેી ક્રિશ્નન જય્શ્રેી બેન નિ લક્ક્ષનેીક તસ્વિર તો જોવ મલિ…….!!!!!!ઇન્દિર અને રન્જેીત ન આશિર્વાદ્…….ાવજો….આભાર્…

 22. ronak dave says:

  hello jaishree
  good luck and good wishes from CHCIAGO -USA
  your views are simply superb- may god bless you – with warm regards
  ronak ( chicago )

 23. Maheshchandra Naik says:

  હાર્દિક અભિનદન, શ્રી જયશ્રીબેન જન્મદિવસની શુભકામનાઓ, વડોદરાથી પ્રગટ થતા સામયિક વિશે સાંભળ્યુ હતુ દીપોસ્તવી વિશેષાંક માણીને હવે હાર્ડ કોપી જોવી પડશે, આપનો આભાર……

 24. manoj mehta says:

  ફિલિન્ગ વિસે બધાના અભિપ્રાય વાચિને અન્ક વાચવાનુ મન થયુ મસ્ક્ત મા ક્યા મલે તે ખબર નથિ.

 25. Mahesh Barot says:

  Simply Excellent…

  Good Luck Atulbhai and Vijaybhai…. Keep writing…..

  Cheers,

  Mahesh Barot
  http://www.celestiasolutions.com

 26. SIDDHARTH says:

  I want to know that from where I can buy it.
  I lived in Surat but I can’t see it.
  Please give a Suitable Address from where i can take it.

  Have A Nice Day……..
  Thanks….

 27. paresh shah says:

  ખુબજ ,સરસ મજાનુ અને સુન્દર મેગેઝિન. આભાર

 28. Govind Maru says:

  જયશ્રીબેન,
  ફીલીન્ગ્સનો દીવાળી વીશેષાંક માટે અતુલભાઈ તેમજ આપને ખુબ ખુબ અભીનંદન..
  ગોવીન્દ મારુ

 29. nilesh says:

  ફીલીન્ગ્સનો દીપોસ્તવી વિશેષાંક માટ અહિ સમ્પર્ક કરો

  અતુલ શાહ – ૦૯૮૨૫૩ ૨૮૪૮૮
  વિજય રોહિત – ૦૯૯૦૯૫ ૦૨૫૩૬
  જિગ્ન્યા જસાનિ – ૦૯૯૧૩૭ ૧૦૯૩૨
  બરોડા ઓફિસ – ૦૨૬૫ ૩૨૪૨૪૫૬
  ૦૨૬૫ ૨૪૮૯૪૭૭

  અથવા વધારે મહિતિ માટે અમારિ વેબ સાઈટ http://www.feelingsmultimedia.com/ પર જોઈ શકો છો.

 30. Get the copy of Feelings Magazine’s Diwali Special issue on Gujarati Geet-Sangeet at below address

  Feelings Multimedia Ltd
  102,103,104, Pacific Plaza, VIP Road, Opp. Om international, Baroda.

  Atul shah – ૦૯૮૨૫૩ ૨૮૪૮૮
  Jignya Jasani – ૦૯૯૧૩૭ ૧૦૯૩૨
  Baroda Office – ૦૨૬૫ ૩૨૪૨૪૫૬
  ૦૨૬૫ ૨૪૮૯૪૭૭
  Email ID – hitechfeelings@yahoo.co.in, info@feelingsmultimedia.com

  Website – http://www.feelingsmultimedia.com

  To read jayshreeben’s Interview click here

 31. […] , ટહુકો , રઇશ મનીઆર | થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગી… વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા […]

 32. ASHOK PANDYA says:

  અતુલભાઈને લાખ્-લાખ અભિનંદન..ફિલિંગ્સના મેમ્બેરશીપ ડ્રાઈવમાં મારી પત્ની નીલા ઘણી સક્રિય હતી તેનો આનંદ છે..મારે હજુ દિવાળીનો સંગીત અંક મેળવવાનો બાકી છે..બહુ જ આતુર છું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *