મેકઅપ વિના જ મારી કને આવ, જિંદગી !
સાદું સીધું જ, મારી કને લાવ, જિંદગી !
ચહેરો બદલ ન તું, કે ન પડદો તું પાડી દે,
ઓળખ છુપાવી આમ, ના બનાવ, જિંદગી !
જાળું કરોળિયો કોઇ જાતે બનાવે એમ,
ગૂંથી ભરમની જાળ, ના ફસાવ, જિંદગી !
જળને ન ઝાંઝવું કહે, ન ઝાંઝવાને જળ,
દઇ વ્યર્થ કલ્પના તું ના સતાવ, જિંદગી !
અર્થહીન દોડતાં થાકી ગયો સતત,
માયાહરણ મને તું ના બતાવ, જિંદગી !
————-




May 2nd, 2007 at 4:26 pm
Thank you, Jayshree.
કવિ પરિચય (link) નથી વંચાતો….
May 2nd, 2007 at 4:40 pm
Sorry, I forgot to mention : કવિ પરિચય link will be available at 1.00 am CT ( USA ) .
May 2nd, 2007 at 10:41 pm
પહેલી નજરે આ ગઝલનો છંદ “ગાગાલગા લગા લલ ગાગાલગા લગા” લાગે છે. પણ પછી લગભગ દરેક પંક્તિમાં આ છંદ તૂટે છે. આ છંદ પ્રમાણે આ ગઝલ માં બનાવ, ફસાવ, બતાવ, સતાવ જેવા -લગાલ વાળા- કાફિયા સંભવી જ ન શકે. “અર્થહીન” શબ્દમાં પણ છંદની રવાની તૂટતી હોય એમ લાગે છે. કવિ પ્રકાશ પાડી શક્શે?
May 2nd, 2007 at 11:27 pm
[...] # રચનાઓ - 1 - : - 2 - : - 3 - : - 4 - : - 5 - : - 6 - : [...]
May 3rd, 2007 at 7:12 am
Make up dose not suit.SHANGAR would be better
Raj
May 4th, 2007 at 10:11 am
વિવેક્ભાઈ- અંતઃગઝલ મનનીય છે પણ ઘણી જ્ગ્યાએ પઠનમાં તકલીફ પડે છે. આમેય આ છંદ અઘરો છેઃ
ગાગા લગાલ ગાલ લગાગા લગા લગા.
બરછટ સમયનું નામ સમીક્ષા જ છે હવે,
તૂટી કલમ તમામ પરીક્ષા જ છે હવે.
March 15th, 2008 at 2:40 am
આ સાથે પાર્થ ના જૈ શ્રિ ક્ર્શ્ન. મારે પ્રફુલ્ ભાઈ નુ રાજ મને લાગ્યો કસુબિનો રગ ગાયન જોઈયે ચે!
December 14th, 2008 at 4:27 am
દિકરો મારો લદકવાયો દેવ નો દિધેલ
August 11th, 2009 at 4:42 pm
ચહેરો બદલ ન તું, કે ન પડદો તું પાડી દે,
ઓળખ છુપાવી આમ, ના બનાવ, જિંદગી !