લગ્નગીત 5 : નાણાંવટી રે સાજન બેઠું માંડવે

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!

This text will be replaced

નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા
એવા વરરાજાના દાદા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી
એવી વરરાજાની માડી
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા
એવા વરરાજાના કાકા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા
એવા વરરાજાના વીરા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી મેહુલિયાની હેલી
એવી વરરાજાની બેની
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા સરવર પાળે આંબા
એવા વરકન્યાના મામા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

15 replies on “લગ્નગીત 5 : નાણાંવટી રે સાજન બેઠું માંડવે”

  1. આ ગીત ગુજરાતના દરેક પ્રાંત, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં આજ રીતે હોંશે હોંશે ગવાય છે.

  2. Maheshchandra Naik says:

    લગ્નની જાનમાં ચાલતા હોય એવો આનંદ અનુભવીએ છીએ…..

  3. anil pate; says:

    extraordinery marriage song.
    realastik.
    regards
    anil

  4. BB says:

    Thank you Jayashreeben. that was nice of u. I am enjoying each and every s Lagna geet. Shabdo. sur and taal no Anand Alag chhe aa Geetomaa.

  5. Pinki says:

    ગમતું લગ્નગીત.
    (કોઈના પણ)લગ્નની વિડીયોમાં બૅકગ્રાઉન્ડમાં આ જ ગીત વાગે !!

  6. nilesh suthar says:

    મરે દિકરિ તો પરર્કિ થપન કહેવય્ ગિત જોઇએ ચે
    i want dikri to parki thapan kahevay song,please,mail me.

  7. Hitakshi Nanavaty says:

    Reminds me of my wedding. Geet saambhali ne aankh bhini thai jaay chhe.

  8. deepak says:

    મારે લીલી તુવેર સુકી તુવેર ગીત જોઈએ છે.

  9. jayesh says:

    I palyed this song my 38th Aniversery Today and we realy enjoyed the song and went 38 years behind to remember the day we got married

  10. Vishal says:

    આભાર આભાર…… ખુબ ખુબ આભાર.

  11. Chetan says:

    એક ભુલ જે મને લાગે – વરરાજા નિ જગ્યા એ વરક્ન્યા લખવુ જોઇએ

  12. usha patel says:

    In Gujarati Samaj this song is very popular Jayshrrben u r dimanika parsonality thanks 4 nice song

  13. Kalpana says:

    આભાર. ખૂબ સુન્દર રીતે ગવાયેલુઁ ગીત. ચેતનભાઈનો અભિપ્રય સાચો છે. વરકન્યા ગાઈએ તો બ્ન્ને પક્શની બહેનો હોઁશ થી આ ગીત ગાઈ શકે.
    કલ્પના

  14. Paresh Patel says:

    Tamaro Tahuko Amara Kan Ma Satat Gunjya kare Chhe , Mare Ek Vidai Geet Levu Chhe -(Mahiyar Na Morliya Tane Dau Moti No Charo, Tahuki Ne Kahi Dyo Ke Kiyo Hashe Saybo Maro , Sasariyu Sona Ni Khhan) – Mahiyar Ni Maya

  15. Kalpana says:

    જાનમ મહાલ્યાનો આનન્દ મલ્યો. એક ગેીત ખુબ યાદ આવે ચે, સમ્ભલાવશો?

    મોર તારે સોનાનિ ચાન્ચ, મોર તારે રુપનિ પાન્ખ,
    સોનાનેી ચન્ચે મોરલો મોતેી ચરવા જાય્,
    મોર જાજે ઉગમને દેશ, મોર જાજે આથમને દેશ્…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *