લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!! ![]()
અને લગ્નગીતોનો એક ખાસ પ્રકાર - ફટાણાંની જરા મઝા લઇએ આજે..
બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના
હે સૌને ખોટી કરતા તાણ રે વેવાણ મીઠા વગરના
રૂપ એનું એવું કે કાળી અમાસ
અંગ એવા મહેકે ન આવે કોઇ પાસ
એ તો અમથા માંગે માન રે, વેવાણ મીઠા વગરના
તાડ જેવા ઉંચા ને નાકે છે બૂચા
એક આંખ બંધ તોયે ભારે છે લુચ્ચા
દાંત નહીં પણ ચાવે પાન રે, વેવાણ મીઠા વગરના



November 4th, 2009 at 7:06 pm
મીંઠા ફટાણા ગમ્યાં.વેવાણ આ સાંભળીને સહેજે ગુસ્સે નથતાં,બલ્કે સામાં હસીને પોતાના સાથીઓને આ ફટાણાથી વધુ વેધક ફટાણા ગાવા ઉશ્કેરતા.
સરસ .
November 4th, 2009 at 10:42 pm
લગ્નગીતનું આ ફટાણું સરસ છે.
November 5th, 2009 at 7:15 pm
વાહ વાહ ..આત્લો બધો પ્રેમ્!?! ખુબ ગમ્યુ ..
November 7th, 2009 at 6:38 pm
વાહ વાહ … સરસ ફટાણું !!!