બે વર્ષ પહેલા આપેલું આ દિવાળી બોનસ - આજે ફરીથી આપું તો વાંધો નથી ને? અરે !! એ જ ગીત પાછું આપીને હું કંઇ છટકવાની વાત નથી કરી રહી… ૨ વર્ષ પહેલા લતા મંગેશકર અને પ્રફૂલ દવેના અલગ અલગ સ્વરમાં સંભળાવેલું આ કૃષ્ણગીત - આજે ઇસ્માઇલ વાલેરા અને ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ફરીથી એકવાર… અને નીચે લખેલી પ્રસ્તાવના પણ આજે તો એટલી સરસ લાગુ પડે છે કે એને પણ બદલવાની જરૂર નહીં પડે…!
આપ સૌને અમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (સાલ મુબારક કરવા માટે કાલે પાછા મળશું, હોં ને? )
સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સ્વર : ઇસ્માઇલ વાલેરા
——————————————————-
Posted on November 8, 2007 (દિવાળી)
અચાનક કંઈક અણધાર્યો લાભ મળે ત્યારે હું ઘણીવાર એને ‘વગર દિવાળીનું બોનસ’ કહું છુ. તો આ દિવાળી આવી ત્યારે ટહુકોના મિત્રોને ‘દિવાળીનું બોનસ’ ના આપું એ ચાલે ?
કાલે નવું વર્ષ છે, એટલે નવા વર્ષની ભેટ તરીકે તો કંઇક લાવીશ.. ( મને હમણા સુધી કંઇ વિચાર આવ્યો નથી, પણ ૨૪ કલાકમાં કંઇક તો મળી જ જશે). પણ આજે દિવાળીના દિવસે આ મારુ ઘણું જ ગમતું કૃષ્ણગીત…!! લતા મંગેશકર અને પ્રફૂલ દવે ના અવાજમાં….
દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

સ્વર : લતા મંગેશકર
સ્વર : પ્રફૂલ દવે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મથુરાના રાજા થ્યા છો
ગોવાળોને ભૂલી ગ્યા છો
માનીતી ને ભૂલી ગ્યા છો
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
એકવાર ગોકૂળ આવો
માતાજી ને મ્હોં લેખાવો
ગાયો ને હંભારી જાઓ રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લેજો જી
મારા વ્હાલાને વઢીને કે’જો જી
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હે ગુણ ગાય ભગો ચારણ
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો જી
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો જી
સરખી સાહેલી સાથે
કાગળ લખ્યો મારા હાથે
વાંચ્યો નહીં મારા નાથે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે
મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે



November 8th, 2007 at 5:46 pm
જયશ્રી
અતિ સુંદર ગીત
બીજો સ્વર પ્રફુલભાઈ દવે નો છે.આભાર
November 9th, 2007 at 11:32 am
Does this song require any comment at all?
Not for nothing she is Bharat Ratna!
Most gratifying to listen to such a song on a Diwali Day!!
It is superb the way she gives twists and turns to the words!! 100% pure, immortal desi lok sangeet
I though I was in my home town of Dwarka, though living in Washington DC. Many Thanks
November 9th, 2007 at 11:33 am
મનોરંજક ભાવનાગીત
January 19th, 2008 at 8:25 pm
ben jayshriben,
thank you so much for this lovely geet. i had heard this song long time ago.praful dave had sung when he had a fresh voice years back.fantastic !
regards,
indravadan g vyas
January 19th, 2008 at 8:34 pm
respected jayshriben
thank you,for the song .
vismay vyas,
February 18th, 2008 at 12:16 am
very nice bhajan. i love this bhajan thank you.
February 18th, 2008 at 12:17 pm
was waiting for this…..
Thanks.
February 18th, 2008 at 3:57 pm
Jayshreeben and all other listeners,
It is a beautiful song…very good. It is “maneti ne mole gya chho re”, which roughly translates as “you are visiting your favourite one in her palace” (…but ignoring us, the Gopis)…it is so very well expressed. So if you can correct the lyrics please.
February 20th, 2008 at 10:12 pm
ક્રિશ્ન્ન ભ ક્તિ મા તર્બોળ આ ગીત કરી જાય અને ઝુમી જવાય તેવુ મજેદાર રસદાર બોન સ ગીત મલ્યુ આભાર ટ્હુકો,કોમ્
March 11th, 2008 at 12:50 pm
આ ીત મા બહુ રસિક બે પંકતિ ઓછૈ છે .
નથિ ગાયો દોહવા દેતિ, નથિ તરણા મૂખે લેતિ
નથિ ખિલે બાંઘિ રેતિ રે, મારા વહાલા ને વઢૈ ને કહેજો રે .
April 15th, 2008 at 1:56 pm
લતાજી ની અદ્ભુત ગાયકી આ હ્ર્દયસ્પર્શી ભાવગીતને અલૌિકક િદવ્યતા બક્ષે છે. આ અિતસુંદર ગીત માટે આભાર જયશ્રીબેન. જો આખુ ગીત વાગે એમ કરી શકો તો અિતઉત્તમ, પ્લીઝ્ઝ્ઝ્ઝ….
April 21st, 2008 at 4:56 pm
excellent sight.
I want lyrics of two songs:
i) ek var shyam tari murali vagadi de ne gokuliyun gam tu dubadi de evi charekor zankhana jagadi de ne( sung by Hansaben dave)
ii) Khuda ne pamva nu nam shradhdha -sung by P.Upadhyay and Hansaben dave
May 25th, 2008 at 3:23 am
ભજ્ન ગિત બહુ જ સુન્દર છે, બહુ જ ભાવ પુર્ણ છે. આપનો ખૂબ ખૂબ આભર જયશ્રી બેન
August 5th, 2008 at 7:27 pm
હું તો લતાજી વિષે કાંઇ પણ શું લખી શકું?
she is a class apart.
પરંતુ આ ભજન કોઇ વખત ઈસ્માઈલ વલેરા નાં સ્વર માં સાંભળીને કૃતાર્થ થવા જેવું છે.
અમિત ન. ત્રિવેદી
August 21st, 2008 at 10:37 pm
thanks jayashreeben,
we all vyas family enjoyed this song so much.
thanks again,
arjun g vyas USA
October 16th, 2008 at 7:52 pm
ઘનુ સારુ ગિત્.. આભાર્
December 27th, 2008 at 10:51 pm
આગ લ નિ પહેલિ પ્ક્તિ નુ શુ થ્યુ ? કેમ વાગિ ન્હિ ?
July 11th, 2009 at 10:37 pm
સુન્દેર ગેીતો સરસ અન્નદ અવે મન પ્ર્ફુલિત થય્ય્.
July 13th, 2009 at 8:33 am
જય્શ્રેી બેન તેમે તો આ ગેીત સથે દેશ મા લૈ જવઆ એવુ લગે ચે.
July 14th, 2009 at 11:57 pm
મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે
નાતા તોડતા વાર નથી લાગતી આ જ્માનામા…. ઍવુ નથી,….પહેલે થી ચાલ્યુ આવે છે………..
August 15th, 2009 at 8:11 pm
મારુ મનગમતુ ભજન
August 18th, 2009 at 7:28 am
આ પન્ક્તિઓ બહુજ ગમિ…જગતહ પિત્રો વન્દે પાર્વતિ પર્મેસ્વરો…ધન્યવાદ.. આમા ચ્હોગુ..કાનુદો શુ જાને મારિ પ્રિત …મલે તો સારુ..
August 24th, 2009 at 12:58 am
I AM 60 YEARS OLD WHEN I WAS IN COLLEGE I USE TO HERE IN MORNING ON AKASHVANI BHAJANS
September 2nd, 2009 at 2:28 pm
ખુબ સરુ ચે
September 2nd, 2009 at 10:37 pm
આ ભજન ખુબ્જ ગમ્યુ આવજ ભજન સમ્ભલવ્શો
September 15th, 2009 at 8:12 am
wow what a nice bhajan after long time i heard this song and im soo happy to hear this bhajan……thank you so much
September 16th, 2009 at 8:01 pm
ખુબ સુન્દર અને કરુણ ગિત છે. (સરખિ સહેલિ સાથે , કાગળ લખ્યો મારા હાથે, વાચ્યો નહિ મારા નાથે) જેમા પ્રભુને થોડિ ફરિયાદ પણ છે.
October 17th, 2009 at 6:36 am
લતા એટ્લ લતા પન Others are equaly good. Enjoyed songs and lyrics…Diwali Bonus was too good !
October 17th, 2009 at 7:50 am
. ચિ જય્શ્રેી બેન્….ગેીત એવદન તો હ્ર્દયતબેન્ સ્પર્શિ કે આન્ખુ ભરૈ અવે અને શબ્દો મલેજ નહિન લુમ્સ્ધુર્બેન અનેપ્રફુલ ભૈ ન સુમ નધુર ગયકિ ……ખુબ ખુબ્.ાભાર રન્જિત …ઇન્દિરા ના જનય્શ્રિ ક્રિસ્ ન….
October 17th, 2009 at 8:53 am
its a great pleasure to listen same composition sung by different artists…may be such more compositions!!!
October 17th, 2009 at 9:03 am
જયશ્રી બેન આપને તથા ટહુકો ના સર્વો મિત્રો ને
દિવાળીની શુભકામના
શુભેચ્છા ના ફુલોથી જીદગી આપની સભર હોજો
જીવન સદાય લાગણીથી તરબતર હોજો
મહેકશે વસન્ત હ્નમેશા તમારા બાગમા
ટહુકશે કોયલ સદાય મઘુરા રાગમા
ને ટહુકો સદાય વિશ્વમા ઘેરઘેર (દરબદર } હોજો રમેશ સરવૈયા સુરત
October 17th, 2009 at 11:36 am
વહે પ્રકાશ બસ, ચહુ દિશાથી, રહે ન ક્યાંયે તમસ,
તરસ છીપે સહુ, સરસ સ-રસ હો આપનું નવું વરસ…
સહુને દિપાવલી અને નૂતન વર્ષની મંગલકામનાઓ…
October 17th, 2009 at 5:06 pm
very good.
WISH YOU HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR.
KIRIT BHAGAT
October 17th, 2009 at 8:39 pm
ખુ જ મજા આવી ગઈ. બધાને દિવાળીની શુભેચ્છાઓ અને નવા વરસની મુબારક્બાદી.
October 17th, 2009 at 10:43 pm
Very nice Bhajan and Gayaki.
October 17th, 2009 at 10:56 pm
જયશ્રીબેન તમને અને ટહુકોના સૌ મિત્રોને દિવાળી મુબારક અને સૌને નવું વરસ સુખમય નીવડો એવી અભ્યર્થના.
આ ગીત પણ સરસ છે. લતા મંગેશકરના અવાજમાં જાદુ છે.
October 17th, 2009 at 11:03 pm
જયશ્રીબેન તમને અને ટહુકોના સૌ મિત્રોને દિવાળી મુબારક અને સૌને નવું વરસ સુખમય નીવડે એવી અભ્યર્થના.
આ ગીત પણ સરસ છે અને લતા મંગેશકરના અવાજમાં જાદુ છે.
October 18th, 2009 at 2:48 am
અતિ સુંદર ગીત…..
જયશ્રી +અમિતને તથા ટહુકો ના સર્વો મિત્રો ને
દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
October 18th, 2009 at 5:10 am
જયશ્રીબેન,
દીપાવલી અને નવા વર્ષના અભિનન્દન.આજે બીગ બી,ભૂપીન્દર-આશાની ગઝલો અને ઓધાજી…ભજન ત્રણ સ્વરોમ સામ્ભળી મન ભરાઈ આવ્યુ. જાણે કે ગોપી આપણા મનની વાત કહે છે એમ લાગ્યુ.
વીરેન્દ્ર-વેણુ
October 18th, 2009 at 10:46 am
a populer pad of premlakshana bhakti..and as it is very common, many lines have been added to it.even a namaacharan of bhaga charan is replaced by some one in some version.” vhalani marajima reshu” and ” evi mune haiyadharan” can not be transleted..one more correction:matajine modhe thajo…means: malijajo..radhaji has not asked, even for one meeting!not in the entire pad.an all time great lyric..a SONAMAHORE wich will allways be in CHALAN. a UDHHAV GEETA in gujarati telling us about LOVE in our beloved mother toung.
October 18th, 2009 at 11:50 pm
ખુ જ મજા આવી ગઈ. બધાને દિવાળીની શુભેચ્છાઓ અને નવું વરસ સુખમય નીવડો વ્રજેશ શાહ, લીમખેડા
October 21st, 2009 at 5:53 am
Jaishreeben
Thank you for uploading these beutiful songs.
Prafulbhai talked about you when he was here with me.
He probably I think talked about me
I am his friend and has almost all of his collection in MP3
If you need anything let me know
October 21st, 2009 at 5:57 am
Jaishreeben do you have this song of Praful dave?
તારા વિના શ્યામ મને એક્લદ્દુ લાગે
Chandrakant
October 21st, 2009 at 9:06 am
ચિ,મ્. જય્શ્રેીબેન અનઐઇ ભૈશ્રેી અમિત્ભાઇ ને. નુતન્ અમરિ તરફ્થિ દિપવલિ મુબરક અનેન્દન્ નુતન વર્શના વધમના..આમરિ એક વિનન્તિ ને….હરિશ્ભૈ ભત્ત ના..કન્થે…ગવએલુન શ્રેી..ક્રુશ્નગેીત્..ફુલ્..કહે..ભમરને..ભમરો..વાત્..વહે..ગુન્જનમન્..મા..માધવ્..ક્યાય્..નથિ..માધુબન્મા…જરુરથિ…સમ્ભદાવસોજિ….રન્જિત્.વેદ્.િન્દિરા.વેદ્.ના જૈશ્રેીક્રિશ્ન….
October 21st, 2009 at 1:26 pm
દીદી…
નૂતન વર્ષાભિનંદન…
આ હ્રદય સ્પર્શી ગિત માટે ખૂબ ખૂબ આભાર…
આ ગિત ના કવિ ભગા ચારણ વિષે જો કાંઇ પણ માહિતી હોય તો આપી આભરી કરશો.
ઐશ્વર્યા મજમુદાર ના કંઠમાં જેટલી મિઠાશ છે તેટલુજ દર્દ છે..તેમને પણ ખૂબ ખૂબ ..ખૂબ ખૂબ અભિનંદન……..
October 21st, 2009 at 8:50 pm
Respected Jayshreeben,Amitbhai and group of Tahuko.com,
Some paras sung by Prafulbhai are different from the song posted, if possible, please post these paras and song seperately.
October 23rd, 2009 at 4:45 am
ગુજ્રરાતિ ગિતો ખુબ ગમે . અદભુત અનોખો અનુભવ………..આભાર……..રાજ
October 23rd, 2009 at 6:37 am
ગિત અને શબ્દો જાદુ કરિ ગ્યા…don’t get more words for any commnets…thanks..
October 24th, 2009 at 10:52 pm
Very good song. Really with the help of new technology we can alive our mothertongue Gujarati. Gujarati will never die.I have visited this site first time. Very best effort. Hemang Parmar & Family- Vadodara
October 26th, 2009 at 8:56 am
Really wonderful bhajan thrills and fill s the heart with joy and make us feel the pleasure sublime.
October 30th, 2009 at 7:37 pm
This is one of my most favorite Bhajans and actually in my small town (in kathiawad), we call it “Prabhatia” and a small group of people in my neighborhood used to sing this early morning. There is nothing better than to wake up at the singing of this beautiful bhajan.Thanks to Jayshreeben for re-instating this bhajan.
November 18th, 2009 at 1:30 pm
કૃષ્ણના પ્રેમમાં તડપતી ગોપીઓ, ગાયો અને ગોકુળનું અવિસ્મરણીય આલેખન આ ગીતમાં થયું છે. કૃષ્ણવિરહની વેદના તીવ્ર છે, છતાં ગોપીઓને હજી વિશ્ર્વાસ છે કે કૃષ્ણ પાછા આવશે… એટલે તેઓ ઓધવજીને વિનંતી કરે છે કે ઓધાજી, મારા વ્હાલાને મનાવી, વઢીને પણ પાછા લેતા આવજો…. કેટલું દર્દ, કેટલો પ્રેમ છલકે છે આ ગીતમાં…. એક એક પંકિત કૃષ્ણમય બની છે…. અને અધુરામાં પૂરું સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર અને નવી પેઢીનો ઉગતો અવાજ એટલે ઐશ્ર્વર્યા મજમુદાર… સાથે પ્રફુલ દવે અને ઈસ્માઈલ વાલેરાના અવાજમાં આટલું અદ્ભુત ગીત સાંભળવા મળ્યું… ખરેખર તો કાનને પણ એવું લાગ્યું હશે કે કાશ આવું સારું રોજ કોઈ શ્રવણ કરાવે તો…? અને છેલ્લે એક ફરિયાદ .. કે જેટલું સરસ પ્રફુલ દવેએ કે ઈસ્માઈલ વાલેરના અવાજમાં આ ગીત છે કદાચ એથીય વધુ તમને પાર્થિવ ગોહિલના અવાજમાં આ ગીત લાગશે… મારી વિનંતી છે કે જો પાર્થિવના સ્વરમાં ક્યાંયથી આ ગીત મળી જાય તો પ્લીઝ અહીં મૂકશો. બધાને સાંભળવું ગમશે.. પાર્થિવ-ઐશ્ર્વર્યા એ ગુજરાતી પેઢીનું ભવિષ્ય છે…
Vijay Rohit, Sub Editor Feelings Magazine, Baroda
November 20th, 2009 at 3:53 pm
What a classic sweet bhajan sang by such a lovely voiced artist Aiswaria Majmudar. This is my first opportunity i ever had to listne to her voice. Hopefully when i visit India or some music shop will try to purchase.
Mahendrasinh Jadeja, London (Bhangol, Jamanagar)
November 21st, 2009 at 4:59 pm
ઘણૂ સરસ
November 23rd, 2009 at 10:16 pm
Mr.Joshi
એકવાર શ્યામ તારેી મોર્ લિ વગાડિ દે”
http://urmisaagar.com/saagar/?p=578
November 29th, 2009 at 12:32 pm
શ્રી ઈસ્માઇલ વાલેરા ના ઘૂંટાયેલ સ્વર માં ભાગ્યેજ અન્યત્ર ઉપલબ્ધ એવું ભજન સાંભળવા મળ્યું. ઘણો જ ઘણો આભાર
December 22nd, 2009 at 3:31 am
ઈસ્માઇલ વાલેરા ના અવાજ માં ગવાયેલું “ઓધાજી,મારા..” સૌથી વધારે ગમ્યું..
January 13th, 2010 at 12:07 pm
ચારેય ગાયકોના સ્વરર્મા એક પ્રકારનો જાદુ!!!!મારા સ્વ.પિતાજિનુ ખુબ ગમતુ ગિત્!!આ ગિત સામ્ભલિને મન ભક્તિમા તરબોલ થઇ ગયુ…..!!!
January 22nd, 2010 at 8:04 pm
ચારેય ગાયકો અદભૂત!! મારુ ગમતુ ભજન.
April 12th, 2010 at 12:25 am
who is auther
April 18th, 2010 at 8:05 pm
જયશ્રીબેન,
આજ નો રવીવાર સુધરી ગયો.
ડૉ.મહિલેશ બક્ષી.
May 21st, 2010 at 9:15 pm
આ ગિત્ બહુ સારુ શેઈ
May 28th, 2010 at 4:47 pm
extraordinary, legend voice of Lataji
Hats off u Jayshree
Bahrain, 29 May 2010
June 13th, 2010 at 5:22 am
નવુ ને નવુ…જ્યારે જ્યારે સાંભળીએ…..અદભુત……
June 14th, 2010 at 5:22 pm
અતિ સુન્દર.સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર અને ઐશ્ર્વર્યા મજમુદાર… સાથે પ્રફુલ દવે અને ઈસ્માઈલ વાલેરાના અવાજમાં અદ્ભુત ગીત રોજ રોજ સાંભળવા નુ મન
થાઇ.
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈયા ધારણ
હ્રદય સ્પર્શિ શબ્દો.
ધન્યવાદ.
June 18th, 2010 at 8:36 am
ગુજરાતી સાહિત્ય અને સંગીતમાં અા ગીત અનેરુ છે. તેમાયે અા વિરહી ભજન ગીતને ગુજરાતી તથા હિન્દી ગીતકાર ,ભજનીકોએ ૫ોતાની કલા ૫્રમાણે ગાયુ છે. ઇસ્માઇલ વાલેરા નો જન્મજ અા ગીત ગાવા માટે થયો હોય એવુ લાગે છે. એક વાર તેના કંઠે અા ભજન સાભળ્યા ૫છી ફરી ફરી તેજ સાંભળવાનુ મન થાય છે.
ધ્ાન્યવાદ ગુજરાતી સાઇડ તથા ગુજરાતી સમાજનો.
June 21st, 2010 at 11:08 pm
Enjoyed this wonderful song several times in last few weeks sung by several different artists. I wish more information about poet Bhago Charan (?) can be provided.
July 5th, 2010 at 12:29 pm
very good songs sing by prafuldave
July 13th, 2010 at 9:51 am
શુ ભજન ગાયુ પ્રફ્ફુલભાઇ સરસ મજા આવિ ગઇ
thanks
pramod
August 23rd, 2010 at 8:38 pm
Its really amazing & spiritual Kirtan……..really…
ખોબ્લે ખોબ્લે વન્દન……જેનો કન્થ અત્લો મધુર ચ્હ્હે……..
અને જેનિ કવ્ય રચ્ન અત્લિ સરલ અને ભાવર્થ થિ વ્નાયેલિ ચ્હ્હે……
ધન્ય ચ્હ્હે ગુજરાત નિ માત્રુભુમિ ને,,,,ધન્ય ચ્હ્હે આપ્ને……..
જય જય ગર્વિ ગુજરાત્………..