ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું – વિવેક કાણે ‘સહજ’

ક્યારેક એવું શમણું જોયું છે, જેને બસ પલકોમાં કેદ કરવાની ઇચ્છા થઇ જાય? એના માટે કવિ વિવેક કાણે ‘સહજ’ કહે છે કે –

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

સાંભળો આ મઝાની ગઝલ, વડોદરાના જ સ્વરકાર-ગાયક રાહુલ રાનડે પાસે..

સ્વર – સ્વરાંકન : રાહુલ રાનડે

Posted on October 29, 2009

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેયાટ પણ ખરું

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

– વિવેક કાણે ‘સહજ’

45 replies on “ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું – વિવેક કાણે ‘સહજ’”

 1. સરસ રચના..
  મન અને દિલ બન્ને ને સ્પર્શી ગઈ.
  આભાર..

 2. Mru says:

  આમ રોજ સાન્જે કવિતા મોક્લતા રેહજો
  ક્યાંક વાચતા/સામ્ભળતા કવિ બનિ જાઊ પણ ખરું

 3. વિવેક્ની આ ગઝલ તેમના જ કંઠે શીકાગો નગરમાં બેત્રણ વર્ષ પહેલા સાંભળેલી ત્યારેજ અભિભુત થઈ ગયેલો.અફલાતુન ગઝલ.

 4. 'M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગઝલ છે.

 5. P Shah says:

  જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
  સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

  સરસ રચના છે બધા જ શેર ફાંકડા થયા છે.

  તેમનો જ એક શેર–

  ‘સહજ’ નચાવે મને કો’ક, ગુપ્ત દોરીથી
  ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી

  અભિનંદન !

 6. સુંદર ગઝલ.. બધા શેર આસ્વાદ્ય થયા છે… વિવેક કાણે આમેય ખૂબ ચીપી ચીપીને ગઝલો લખે છે એટલે એમની પાસેથી કોઈ નબળી કૃતિ મળી આવે એવું બનવાજોગ હોતું નથી…

 7. nirlep bhatt says:

  indeed, quality gazal.

 8. રાખો શરત તો એટલું સમજીને રાખજો
  ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

  વાહ મજા આવી ગઈ.

 9. Pinki says:

  જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
  હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

  આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
  જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

  ક્યા બાત કહી … !!

 10. BB says:

  what a beauy of the words. Very nice Ghazal. It goes through and through. Thanks.

 11. ત્રીજા શેરમાં “સમેટાય” ને બદલે “સમેયાટ” ભૂલથી ટાઇપ થયું છે. સુધારી લેશો.

 12. Geeta Vakil says:

  અફલાતૂન રચના!!! વાંચતાની સાથૅજ ગમી ગઈ!
  રાખૉ શરત તો એટલું સમજીને રાખજો
  ક્યારેક મત્સ્ય કર્ણથી વિંધાય પણ ખરૂં!
  ખૂબજ મનમાં વસિ જાય એવૉ શેર.
  જયશ્રીબેનનૉ આભાર.

 13. CHINTAN MANIAR says:

  બહુ સરસ રચના છે. હવે ધીરે ધીરે ટહુકા નુ વ્યસન થતુ જાય છે…
  બસ આવિ જ રીતે સારી કવિતા અને ગઝલો માણતા રહીયે…

 14. બેતરીન ગઝલ્, વિવેક કાણે બહુ જ સારો ગઝલ કાર છે,આ ગઝલ વાંચ્યા બાદ કોઈ સકાને સ્થાન રહેતુ નથી!

 15. Maheshchandra Naik says:

  જળથી કમળની જેમ ક્યાં અળગુ રહી શકે
  હૈયુ છે દોસ્ત કો’ક દી ભિંજાય પણ ખરું
  આ મૌન ચીજ શું એ, આજે ખબર પડી
  જો બોલકુ થયુ તો પડઘાય પણ ખરુ
  સરસ ગઝલ અને આખી ગઝલ માટે ડો. વિવેક્ભાઈને અભિનદન અને આપનો આભાર, સરસ ગઝલ લઈ આવવા માટે……………….

 16. ashok & dipika says:

  વિવેક્ભાઈ
  મજા આવિ ગઇ.

 17. neebha haribhakti says:

  khub sundar

 18. Rajesh Trivedi says:

  જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
  સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

  બહુ જ સુન્દેર શબ્દો

 19. Himanshu Trivedi says:

  Can someone please confirm that this is the same RAHUL RANADE who lived in Pune and was part of the film HOLI by Ketan Mehta!? He acted in a small role and I was quite privileged to meet him (and at that time, he was into music, I think he was also part of the Theatre Group which produced TEEN PAISANCHA TAMASHA in Marathi and performed in Bal Gandharva Theatre in Pune, which was the adaptation from Bertolt Brecht’s THREE PENNY OPERA. Can someone please confirm if this is the same Rahul Ranade!? Thank you.

 20. Ranjitved says:

  THIS EARTH IS A STAGE..AND WE ARE THE CHARACTORS,…!!” VERY VERY TRUE AND NOTHING ELSE… THIS IS AN UNIVERSAL TRUTH…REMEMBERENCE…IS IMMORTAL…” RANJIT VED.

 21. રાહુલ રાનડેનું સ્વરાંકન અને ગાયકી ઉત્તમ ! ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે આ નામ આવતીકાલે ખૂબ ગુંજવાનું છે !

 22. રાજેશ મહેડુ says:

  ખુબજ સુંદર ગઝલ… વિવેકભાઈ ને અભિનંદન..
  રાહુલભાઈ ને પણ અભિનંદન સુંદર ગાયકી બદલ..

  ટહુકા નો અભાર…

 23. Rekha shukla(Chicago) says:

  ખુબ સુન્દર …મજા આવી ગઈ…

 24. Vinod Malani says:

  Very nice effort by Vivek….

  good process to express the true bonding of heart and feelings towards friend/priyatam and i wouild say with GOD

  Thank you Vivek
  and
  jaishri/Amit

 25. dipti says:

  સરસ ગઝલ. દરેક શેર સ-રસ…

  જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
  હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

  જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
  સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

 26. rajeshree trivedi says:

  સહજ ઉતરી આવેલી ગઝલ. અતિ સુઁદર સ્વર ને તરજ. કવિ-ગાયક -સહજને અભિન્ઁદન્

 27. Dharmendra Shah says:

  Very good composition and above it great poetry. Congratulations to Rahul Ranade.

 28. rahul m ranade says:

  i am rahul madhukar ranade from vadodara gujarat.. not from pune.. my profile can be seen on fb as rahul madhukar ranade..

 29. rahul m ranade says:

  બધા નો બહુજ આભાર્..

 30. Himanshu Trivedi says:

  Thank you Rahul for clarifying. Nonetheless, I am now knowing a second Rahul Ranade who is indeed very very talented. A nice composition and brilliantly sung – some excellent lyrics by Vivek Kane “Sahaj” – that is what I say to everyone – how cross-sections of cultures can positively contribute in development of each other’s cultures – I understand from the surnames of you Rahul and also Vivekji’s surname that though you are for all purposes Gujaratis – you have descended through a Maharastrian lineage – and contributing immensely to enrich our mother tongue. Thank you.

 31. M.D.Gandhi, U.S.A. says:

  રાખો શરત તો એટલું સમજીને રાખજો
  ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

  સરસ શબ્દો છે, શરત રાખવાવાળાઓએ સમજવા જેવી છે, અર્જુન મસ્ત્ય વીંધે એ બરાબર પણ ક્યારેક કર્ણ પણ ભુલથી વીંધી નાંખે અને શરત મારવાવાળા હારી જાય!

  સુંદર ગઝલ છે.

 32. rahul m ranade says:

  himanshu bhai.. i am born and brought up in gujarat and i did my schooling too in gujarati medium..

 33. chandralekh rao says:

  જીવન એ ભ્રમ નુ નામ છે બીજુ કશું નથી ,એ તથ્ય કોક દી’ તને સમજય પણ ખરું.ખુબ જ સુંદર રચના…… સ્વર અને સ્વરાંકન.

 34. rahul m ranade says:

  me aa ghazal raasbhai ni sanstha ‘sangiti’ ma gaai hati tyare audience raasbhai uprant gaurang vyaas ane amar bhatt betha hata.. avismarniya..

 35. Tejas Shah says:

  ઘણી જ સરસ રચના. દરેક શેર મઝાનો છે.સુંદર સ્વરાંકન.

 36. “આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
  જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું”

  બધા જ શેર ખુબ જ સરસ છે પણ ખરે જો મૌન બોલકું થાય તો પડઘાય તો જરૂર. વિવેક ભાઈ આ મારો ગમતો શેર છે.

 37. sanjay panchal says:

  જળથી કમળની જેમ ક્યા અળગુ રહી શકે
  હૈયુ છે દોસ્ત, કો’ક દી ભીજાય પણ ખરુ

  શુ કહેવુ આ પન્ક્તિઓ માટે ? વાહ્…..વાહ્…..વાહ્….

 38. ‘સહજ’ નુ ખુબ સુન્દર કાવ્ય અને રાહુલ રાનદે નો મીથો અવાજ….. મજા આવી ગઈ. માફ કરશો, ગુજરાતી લખતા હજુ નથી ફાવતુ.

 39. સલિલ થી હિનાની જેમ ક્યાં અળગું રહી શકે
  હૈયું છે દોસ્ત, કો’ક દી રન્ગાય પણ ખરું

  સુન્દર

 40. rahul m ranade says:

  thanks all

 41. Vishnu Joshi says:

  રાહુલભાઈ, આપની સુંદર ગાયકી અને સુંદર સ્વરાંકન બદલ અભિનંદન.આપ આધુનિક “સવાઈ ગુજરાતી” જેવા છો. (પૂ. ગાંધીબાપુ શ્રી કાકાસાહેબ કાલેલકરને “સવાઈ ગુજરાતી” કહેતા.

 42. rahul m ranade says:

  thanks vishnubhai..

 43. asha says:

  …રાખો શરત તો એટલું સમજીને રાખજો
  ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું…

  …જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
  એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું…

  સુંદર ગઝલ

 44. Vinod Patel says:

  “વેરાય પણ ખરું ને સમેયાટ પણ ખરું” ને બદલે ” વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું” હોવુ જોઇએ.

 45. rahul m ranade says:

  બધા નો બહુજ આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *