આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર… – ઇન્દુલાલ ગાંધી

આજનું આ ગીત ટહુકોના એક વાચકમિત્ર તરફથી. મારા તરફથી હું એટલું કહીશ કે શાસ્ત્રીત્ર રાગ પર આધારિત આ ગીત સાંભળવાની ખરેખર મજા આવે છે..
——————————

કવિ ઇન્દુલાલ ગાંધી અડધી રાતે મોરનો ટહુકો સાંભળે છે અને કૌતુકવશ બહાર નીકળે છે. તમે ક્યારેય મોરને અડધી રાતે બોલતા સાંભળ્યો છે ? કવિ આ આખી ઘટનાને એક વર્ણનાત્મક કવિતામાં ઢાળી દે છે. કવિતાનો આ એક સીધીસાદી ઘટનાના વર્ણન સિવાય બીજો કોઇ ગૂઢાર્થ નથી. ક્ષેમુભાઇએ ચંદ્રકૌંસમાં રાગ બનાવ્યો અને રાસભાઇએ ગીત ગાયું, આપણે સાભળીયે… આમ કવિનું કૌતુક અને કલ્પના આપણા સુધી પહોંચી એનો આનંદ લઇએ.

મોર કેમ બોલ્યો હશે? આકાશમાં વાદળો ન હતાં, ચંદ્ર પણ ન હતો – મોરે શું જોયું ? હા, એ રાત ઝાકળભીની હતી. ઝાકળ પડતું હતું એને વાદળનો વીંઝણો માની બેસેલો મોર આનંદથી ટહુકી ઉઠ્યો; હકીકતમાં તો એ નટવો નઠોર છેતરાયો હતો. અને મોરને પોતા છેતરાયો છે એ ત્યારે ખબર પડે છે જ્યારે ઉષઃકાળ થતાં કાજળ કરમાયું એટલે કે અંધારુ ગયું… અને પોતાનાં રંગીન ફૂમતાં એટલે કે પીછાં ફંગોળી મોર પોતાનો કલશોર સંકેલી લે છે.
…. પણ એક વાત નક્કી છે કે અડધી રાતે કોઇ મોર કે કોયલનો કલશોર સાંભળવો, કે પછી આકાશમાં ઊડતા સારસ પક્ષી કે કુંજ પક્ષીના ટહુકાઓ (અડધી રાતે) સાંભળવા એ ખૂબ જ રોમાંચક ઘટના છે. અને એ અહીં અમેરિકામાં નહીં પણ ભારતના કોઇ ગામડામાં જ મળે !!

સ્વર : રાસબિહારી દેસાઇ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

peacock-noght

This text will be replaced

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર

વાદળા ય ન્હોતાં ને ચાંદો યે ન્હોતો,
ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીઝણો,
છેતરાયો નટવો નઠોર.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
કાજલ કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે,
સંકેલી લીધો કલશોર.

——————————
ફરમાઇશ કરનાર મિત્ર : વિક્રમ ભટ્ટ.

38 thoughts on “આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર… – ઇન્દુલાલ ગાંધી

 1. Harshad Jangla

  આંધળી મા નો કાગળ ના કવિ પાસેથી ફરી એક સુંદર ગીત
  આભાર જયશ્રી

  Reply
 2. Ami

  જયશ્રી,

  બાળપણમાં જ્યાં રહેતા હતા ત્યાં બાજુમાં જ એક નાનકડી “ટેકરી” હતી (આમ તો મોટા ડુંગરનો ભાગ જ) તેના પર ઘણા મોર વસતા – અને એમને ટહુકતા સાઁભળવાનો લહાવો મળતો. માત્ર ચોમાસા માઁ જ રાત્રે ટહુકતા સાઁભળ્યા છે – પણ કવિ ને જે લહાવો મળ્યો છે એવો તો ના જ મળ્યો હતો.

  સરસ ગીત – મજા આવી.

  Reply
 3. chirag

  સુંદર રચના અને સુંદર પ્રસ્તાવના. વાંચવાની ‘ને સાંભળવાની મઝા આવી.
  ટહુકો દ્વારા દર અઠવાડિયે કાંઇ નવું જ જાણવા મળે છે. ગયા અઠવાડિયે મેહુલભાઇ ના આધુનીક ઢબ નાં સંગીત સાથે પરિચય થયો અને આજે માટીની મીઠી સુગંધ જેવુ ક્ષેમુ દીવેટિયા નું સંગીત માણયુ. એક મહિના પહેલા હું આ બન્ને માંથી કોઇને નહોતો ઓળખતો. ક્ષેમુ દીવેટિયા ની વધુ રચનાઓ સાંભળવા મળશે એવી આશા રાખુ છું.
  thanks જયશ્રી.

  Reply
 4. chirag

  વિક્રમભાઈ, નાભીસ્વર વિષે વધુ માહિતી આપશો ?

  Reply
 5. સુરેશ જાની

  બહુ જ સરસ ગીત. પહેલી જ વાર સાંભળ્યું .

  Reply
 6. Shah Pravin

  આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર, આ લીટી સાંભળતાં જ જાણે મોરના ટહુકા સંભળાવા લાગે છે.
  અને
  ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,આ લીટી સાંભળતાં જ જાણે ઉષાના સોનેરી કિરણો આંખમાં પ્રવેશે છે.
  આ બે લીટીઓ ખૂબ ગમી.
  ટહુકો.કોમ પર આજે સાચે જ મોરના ટહુકા સાંભળવા મળ્યા. આભાર, જયશ્રીબેન

  Reply
 7. Vikram Bhatt

  Greato. JAyshriban, u just can’t imagine my pleasure. Thaaaaanks a lot. Just two days back, on Ramnavmi, heard RAsbhai/Vibhaben in a concert. Also requested for this song, time din’t permit it.
  What a pleasent surprize?
  Great, Great. But, ALas!!! can’t download it.
  No prob! Again thanks a lot.
  Vikram Bhatt

  Reply
 8. reader

  રાસબિહારી દેસાઈ અને એમનાં પત્નિ વિભાબેન દેસાઈએ પહેલવહેલું ગાયેલું “માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો” પણ ખૂબ સરસ છે…એ લોકોએ અમદાવાદમાં શ્રુતિવ્રુંદ શરુ કર્યુ હતું પચીસેક વર્ષો પહેલા, એનાં ગીતો પણ ખૂબ જ સરસ છે….ગુજરાતી સુગમ સંગીતના top qualityનાં ગીતો કહી શકાય એવાં છે આ બધાં!

  Reply
 9. Reader

  નાભિસ્વર વિશેઃ
  I spoke to a person who is સંગીતવિશારદ and this is what I found out…..
  નાભિસ્વર એ કોઇ સંગીતની પરિભાષા નથી- જેમ કે કોમળ સ્વર, તાર સપ્તક, આરોહ-ાવરોહ વગેરે. પરંતુ જ્યારે કોઇ ઘણા બધા રિયાઝને અંતે એવી સ્થિતિ હાંસલ કરે કે જેમાં એ ગાય ત્યારે એના સ્વરની ઉત્પત્તિ ગળા કે છાતી નહીં પરંતુ નાભિ હોય. અર્થાત અવાજ નાભિમાંથી આવતો હોય અને ગાનારને એનો અનુભવ પણ થતો હોય કે સ્વર એની નાભિમાંથી ઉદભવે છે. આવા અવાજની “ગુંજ” ઘણી જ સરસ સંભળાતી હોય છે, અવાજ વધારે ઘૂંટાયેલો હોય છે. અને આવા નાભિસ્વરનું ઉદાહરણ સાંભળવું હોય તો રાસભાઈના આ મધરાતે સાંભળ્યો મોર ગીતમાં જ્યારે એ “મોર” શબ્દ ગાય છે તે છે…જાણે ક્યાંક દૂરથી કોઈ ગાતું હોય અને સ્વર ઘુંટાઈ-ઘુંટાઈને આવતો હોય!! અને આ કાંતો ઈશ્વરદત્ત હોય કાંતો વર્ષોના રિયાઝ પછી હોય!

  Reply
 10. Dinesh O. Shah

  ખુબ સુન્દર સમન્વય ત્રણે વ્યક્તિઓનો, કવિ, સ્વરનિયોજક અને ગાયક, આ ત્રિવેણિ સન્ગમ અદભુત અસર કરે છે. રાસભાઈનો અવાજ , સુર ગુજરાતિ સુગમ સન્ગિતમાઁ અમર રહેશે.

  દિનેશ ઓ. શાહ , ગેઇન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ

  Reply
 11. Bhadra Vadgama

  કેટલાય વખત બાદ આ ગીત ગુણગુણાવ્યું. આ આલ્બમમાં ઘણા સુંદર ગીતો છે. ઍક તો હરીહરને ગાયું છે. ‘તમે રે તિલક રાજા રામના’ અને રવજી પટેલનું કાવ્ય ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ પણ બહુ જ સુંદર છે.

  ભદ્રા વડગામા, લંડન, યુ. કે.

  Reply
 12. Bhadra Vadgama

  મને ખ્યાલ નહોતો કે અહીં ગીત સાંભળી પણ શકાય છે. એટલે હવે ગીતની લહેજત માણતાં તમારો આભાર માનવા ફરી આ સંદેશો મોકલું છું.

  પહેલીવાર ‘સાંભળ્યો’ ને બદલે ‘શાંભળ્યો’ સાંભળી કાનને જરા ખૂંચ્યું – બીજા કોઈને એવું લાગ્યું ખરું?

  ભદ્રા વડગામા, લંડન, યુ.કે.

  Reply
 13. Kumi Pandya

  ઘણુ સરસ ગીત – મારુ બાલપણ મોરબી ગામમા વિત્યુ અને ત્યા દિવસે અને રાત્રે મોરના ટહુકાઓ સાંભળેલા તે યાદ આવી ગયું.

  Reply
 14. રાધીકા

  સરસ ગીત
  અને કોમેન્ટસ મા આપેલગ નાભીશ્વર વીશેની માહીતી પણ ગમી

  આભાર જયશ્રી,

  Reply
 15. ashmi

  namaste,annd avi gayo brahmanand ni anubhuti thai jivvu saral bani gayu,maja avi gai thanx for this web site.mari bhasha mara kavio mara gito,fari pami shaki

  Reply
 16. Vijay Shah

  ખુબ ખુબ આભાર
  સુગમ સંગીત માણવાની ઘણી મજા આવી.

  Reply
 17. Ashish

  i also feel like that when i listen few times. but then i dont know it sound ok. i had a chat with Raskaka for this song he says that this copy is no more available from HMV. anyway all songs from Raskaka is great. i recomand Ashram Bhajanawali. great bhajans by him. one composed with Zap Tal which is really great.Jayshreeben if you have bhajan Dhir Dhurandhara Shur Sacha and Tyag na Take Vairag Vina by Rarkaka then pl upload this for the fans of Raskaka i am sure they will enjoy this. Ashish – Auckland

  Reply
 18. apeksha shukla

  please play shyamal munshi’s pachi pagla ganayathi panth puro ne thay ne vanravan angemtulagtu from moorpich please and play gazal zara aankh michu tao cho tame ne ughadu aankh tao khawab che from manhar udhas you have great collection and please play vibha desai’s najrune nee kanta ne bhul mare valma if you can and thanka a lot

  Reply
 19. kunjal chhaya

  આ સાઇટ્ મારી ખુબ જ પ્રિય બનિ ગઇ છે.. મે મારા ગ્રુપમાં બધાને મોકલી લિન્ક.. બધાને ખુબ જ ગમી…
  કાવ્ય રચનાઓ અને સુગમ ગિતોનો સુમેળ ખરેખર સોનાંમાં સુગન્ધ સમી સૌને આનન્દ આપે છે…

  પણ આજે હુ મારા સિસ્ટ્મમાં નથી સામ્ભળી સકતિ ખબર નહિ કેમ્?
  કૈક ઉપાય આપ્સો… આભાર
  -કુંજલ ધી લિટ્લ ઍન્જલ્

  Reply
 20. Shilpa Bakshi

  Please send me or let me know from where i can have this song in my songs folder in my pc. I cannot get this song from any web site. Please send me this song so that i can copy and listen the same anytime i want, if possible.

  Reply
 21. Rudraprasad Bhatt

  શ્રી રાસબીહારીજીના કંઠે આ ગીત ૧૯૭૫માં સાંભળ્યું અને સ્તબ્ધ બની ગયો. ગીતના જેવા શબ્દો તેવું જ અદ્ભુત સ્વરાંકન અને શ્રી રાસભાઈનો ખરજનો સ્વર. બસ ત્યારથી જ્યાં પણ આ ગીત સાંભળવા મળે છે.,એક ચિત્તે સાંભળું છું. સામેજ મોર કળા કરી ટહુકતો હોય તેવી અનુભૂતિ થાય છે

  Reply
 22. Dr.narayan patel Ahmedabad

  Ben Jaysreeben
  I was fortunate to hear this
  vary song by Rasbiharibhai desai on 1st october 2010 in ahmedabad in a consert held on birth day of Shri Khemubhai divetia,It was a super song in the lovely atmospear.
  Dr.Narayan Patel Ahmedabd 4 oct.2010

  Reply
 23. યજ્ઞાંગ પંડયા

  એક દમ અદભૂત શબ્દો ,સ્વરરચના અને અવાજ ..!!
  આ રચના વહેચવા બદલ ખુબ ખુબ આભાર …!!

  Reply
 24. dinesh

  REALLY ADBHUT RACHNA ANE ADBHUT GAYU CHHE RASBHAI E. AMAR RACHNA, THANKS JAYSHRE MADAM. KEMKE EK ALABHYA COLLECTION CHHE.
  THANKS.

  Reply
 25. DR. NIKUNJ DESAI

  It was a hearty desire to listen to this most picturesque word-picture of Nature and the intimate co-existence of living creatures on our planet. I’ve listened to this song some twenty five years ago first time, since then it was not enjoyed by me. Jayshri, I want to listen to another beautiful song: ‘Mane Apo Uchhinu Sukh Thodu…’ in the thundering voice of Bhupender. Will you arrange to upload it, please?

  Reply
 26. keyur anjaria

  haju ajvaas chhe kaalo….. ruperi vastra salgaavo……… can u get this poetry and the composition…… maam?

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *