દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

7 replies on “દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત”

 1. M.D.Gandhi, U.S.A. says:

  શું સરસ ખુમારીભર્યું મસ્ત ગીત છે. વાંચવામાં ને ગાવામાં પણ મજા પડી ગઈ.

 2. Maheshchandra Naik says:

  સરસ ગીત………

 3. himansu vyas says:

  ખરેખર ખૂબજ ખુમારીભર્યું ગીત છે ! આવા જ સુંદર જોશથી ભર્યા ગીતો આપશો. ટહુકો નો વિશેષ આભાર !

 4. સુંદર અજરામર કાવ્ય…

 5. siddharth j tripathi says:

  ક્યા બાત હૈ , મસ્ત મનોરન્જક ગિત ગઝલ નિ સાથે આવા
  ખુમારિ ભર્યા ગિતો થિ સાચેજ પ્રેરના મલિ રહે તેવા આપના સમ્પાદન થિ ધન્યતા સદાય અનુભવુ.

 6. kapil bhatia says:

  ખૂબ સરસ કવ્ય.

 7. Tejal jani says:

  Last two lines are great…
  Sadak na khundnarao ne sadak zali nathi sakti…
  Khub saras…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *