ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

જૈન સ્તવન : ઓ પરમકૃપાળુ પરમેશ્વર

સૌને મારા તરફથી સંવત્સરીની હાર્દિક શુભેચ્છાઓ.. અને મિચ્છામીદુક્કડમ. !!

આલ્બમ : સ્તવન ગંગા
સ્વર - સંગીત - કવિ : ??

This text will be replaced

ઓ પરમકૃપાળુ પરમેશ્વર
મને પ્રેમળ પંથ બતાવોને

મારો જીવનપંથ છે ભૂલ ભર્યો
સ્વારથનો ઝંઝાવાત નર્યો
એ સ્વાર્થભર્યા મુજ અંતરમાં
પ્રભુ સર્વનું હિત વસાવોને

ઘડી રાગ કરું ઘડી દ્વેષ કરું
ઘડી અંતરમાં અભિમાન ભરું
છે અહંકારની આગ તણા
મુજ દિલના ડાઘ બુઝાવોને

તમે સ્નેહતણા છો મહાસાગર
નિષ્કારણ બંધુ કરુણાકર
હે સ્નેહસુધાની સરવાણી
મુજ ઉર આંગણ પ્રગટાવોને

છો માતપિતા બાંધવ સહુના
હિતકારી પ્રભુ જગજંતુના
હે સકલ વિશ્વના વાલેસર
એ વ્હાલની વાટ બતાવોને

સવિજીવન મિત્ર બનાવો મને
પ્રભુ ભાવધરી વિનવું તમને
એ આત્મદર્શનના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને
એ વિશ્વપ્રેમના પાઠ પ્રભુજી
ફરી ફરી સમજાવોને

એક વર્ષ પહેલા : પ્રીત પુરાણી ! - રતિલાલ છાયા

બે વર્ષ પહેલા : તારે રે દરબાર! - ભાસ્કર વોરા

14 comments to જૈન સ્તવન : ઓ પરમકૃપાળુ પરમેશ્વર

  1. ઓ પરમકૃપાળુ પરમેશ્વર « ધર્મધ્યાન
    August 23rd, 2009 at 9:44 am

    [...] Courtsey: Jayshree Patel  http://tahuko.com/?p=6552 [...]

  2. Pinki
    August 23rd, 2009 at 11:12 am

    મિચ્છામી દુક્કડમ !

    સંવત્સરીની હાર્દિક શુભેચ્છાઓ… !!

  3. Chetan Framewala
    August 23rd, 2009 at 5:10 pm

    વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે કોઈ પણ આત્માનું દિલ દુભાવ્યું હો, તો સવંત્સરી પ્રતીક્રમણ કરતાં પહેલા આપ સૌ ને ખમાવી મિચ્છામી દુક્કડમ માંગું છું.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  4. Shijish
    August 23rd, 2009 at 7:00 pm

    Thank you for this.

  5. Harsukh Doshi
    August 23rd, 2009 at 7:47 pm

    Respected Jayshree ben ,
    Thank you very much for remembering every auspicious days and posting Stavan today, Ishall write more comments in your email as I am leaving for Dehrasar.

    Harsukh Doshi

  6. M.D.Gandhi, U.S.A.
    August 23rd, 2009 at 11:25 pm

    સૌને મારા તરફથી સંવત્સરીની હાર્દિક શુભેચ્છાઓ અને સર્વેને મારા મિચ્છામી દુક્કડમ.

  7. Prashant
    August 24th, 2009 at 4:48 pm

    વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે કોઈ પણ આત્માનું દિલ દુભાવ્યું હો, તો સવંત્સરી પ્રતીક્રમણ કરતાં પહેલા આપ સૌ ને ખમાવી મિચ્છામી દુક્કડમ માંગું છું.

  8. ashish mehta
    August 24th, 2009 at 10:51 pm

    xama veershya bhushnam.
    my jain sadhermic bandhu ne ashish mehta (singer, ahmedabad) na michaami dukaadam.
    jai prabhu.

  9. Pravin Mehta USA
    August 25th, 2009 at 12:13 am

    thanks for your selection. Your site was sent to me by my friend. It was a pleasure and continue your good work.
    Pravin

  10. Harsukh Doshi
    September 2nd, 2009 at 7:39 pm

    Respected Jayshree Ben, September 2, 2009.

    Under what heading have you posted this Stavan? I do not find it either uhder “AO” or under Jain Stavan, Will you please guide me? I have traced out this post from old posts to day as 10 days have passed and it disappeared from Recent posts.
    Yours Truly,
    Harsukh H. Doshi

  11. Jayshree
    September 2nd, 2009 at 8:13 pm

    Harsukhbhai,

    As the title starts with જ - you can go to Index page : http://tahuko.com/?page_id=5405  and click on જ - to get list of all the music posts starting with જ .  

     

  12. Harsukh Doshi
    September 20th, 2009 at 6:49 pm

    Respected Jayshree Ben, September 20, 2009.

    Thanks for your direction and guide line.
    It is my daily prayer in morning and evening with Navkar Mantra since you have posted this prayer.
    Excuse me for replying late.
    Harsukh Doshi.

  13. RASIKBHAI MODI
    March 5th, 2010 at 6:30 am

    બેસ્ટ કલેક્શન………અભિન્ઁદન……

  14. Indravadan Bhavsar
    June 20th, 2010 at 10:15 pm

    Jaishreeben,

    You are taking care of everybody. This is nice and clean stavan. It belongs to every religion.
    Thanks
    Indravadan Bhavsar

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>