પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ

વિરાજ – બીજલ ઉપાધ્યાયના કંઠે ગવાયેલું ‘સૂના સરવરિયાને કાંઠડે‘ ગીત તો તમને યાદ જ હશે. એ જ સુમધુર કંઠે ગવાયેલું, પણ એક અલગ જ દુનિયામાં લઇ જતું આ ગીત. ગીતની શરુઆત જ એટલી ચોટદાર છે કે વાહ… દરેક વ્યક્તિ, વસ્તું, દરેક નાની મોટી વાતનું પોતાનું એક અલગ જ અસ્તિત્વ અને મહત્વ છે, એ વાત ફક્ત એક કડીમાં એટલી અસરકારક રીતે કહી છે કે કદાચ આખો નિબંધ પણ આ વાત આટલી સરળતાથી ન સમજાવી શકે.

લાખ કરે ચાંદલીયો તો યે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તો ય ઉગી ન ઉગે પૂનમ રાત.

અને અવિનાશ વ્યાસના શબ્દો અને સૂર હોય, તો તો પછી પૂછવું જ શું ? ત્રણસો વાર આ ગીત સાંભળ્યું હશે, તો યે નક્કી નથી કરી શકી કે ત્રણ માંથી કઇ કડી વધુ ગમે છે.. થોડું ઉદાસ કરી દે એવું આ ગીત, તો યે વારંવાર સાંભળવું ચોક્કસ ગમે જ.

fiji_full_moon

This text will be replaced

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

————

ફરમાઇશ કરનાર મિત્ર : દિનેશ ગુસાણી

23 replies on “પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ”

 1. chirag says:

  hey Jayshree, i know its ‘ઓછા પડ્યા……’ but 100,000 + hits in just above 4 months….. is amazing !!!
  અભિનંદન અને શુભેચ્છાઓ….!

  વિરાજ-બીજલે આજે ફરી impress કરી દીધા.

 2. લાખ કરે ચાંદલીયો તો યે પ્રગટે ના પરભાત
  અને મથી મથી થાકે સૂરજ તો ય ઉગી ન ઉગે પૂનમ રાત…

  બહુ મોટા સત્યને એકદમ સરળ શબ્દમા સમજાવ્યુ….

  કદાચ આવી જ કોઇ વાત કહેવાનો પ્રયત્ન કરેલો મે મારા “Such ness” કાવ્યમા..

  Leaf does pass its life as leaf,
  Tree does pass its life as tree
  They see not, if flower is attractive,
  To change the role and be reactive

  http://udtrivedi.blogspot.com/2006/06/such-ness.html

 3. Harshad Jangla says:

  અણગમતી તોય મુને ગમતી અમાસ……
  અતિ સુંદર
  આભાર

 4. radhika says:

  vah…. viraj bijal no swar ane avinash vyas na shabdo … pachhi to puchhvanu j shu ! ! !

  very very good song

 5. Chandsuraj says:

  બહેનશ્રી જયશ્રીબેન,
  સૂરશબ્દનું સુંદર પિરસણું !
  કસબી હોય જો અવિનાશ વ્યાસ,
  તો કેમ કઢાય સૂરશબ્દનો કયાસ.

  ચાંદસૂરજ

 6. Dinesh says:

  જયશ્રી,
  શબ્દો અને સૂર નો એવો સંગમ કે બસ સાંભળ્યા જ કરીએ.ખૂબ ખૂબ ધન્યવાદ.ઘણો જ આભાર આ ગીત મૂકવા બદલ. હવે શ્રી મેઘાણીનુ ગીત “કોઇનો લાડકવાયો” એ પણ એટલું જ હ્રદયસ્પર્શી ગીત છે જે અંગ્રેજી કાવ્ય “Somebody’s Darling” (કવિનું નામ ભૂલી ગયો છું કોઈ વાચક મિત્ર યાદ કરાવશે તો આનંદ થશે) નુ રુપાન્તર છે.કોઈ વાચક મિત્રે ગીતના શબ્દો ટહુકા પર મૂક્યા હતા હવે ટહુકો તારે કરવાનો છે.

 7. Divyesh says:

  ખુબ ખુબ સરસ ગિત……..

  Thanks a lottttttt

 8. chandni says:

  જયશ્રીબેન્,
  thanks a lot પહેલા તો આ ગીત મુકવા માટે અને વિરાજ બીજલ નુ એક બીજુ ગીત સાંભળવા ની ખુબ જ ઈછા છે શબ્દો છે સાત સાત પગલાઓ સાથે ચાલીને તે માંગ્યો તો મારો હાથ સ્વરાંકન પુરશોત્તમ ઉપાધ્યાય નુ છે.

 9. Joyce says:

  Jayshreeben!

  This song rings continuously in my ears! What a sweet voice!
  Also very meaningful! Congrats to Avinashbhai too
  I think I listen to this song ten times a day!

  Keep up the good work

  Joyce Solanki NJ

 10. Nina Zaveri says:

  અમેરિકામા ૨૫ વરસ બાદ મન મોરલાનિ જેમ નાચિ ઉથ્યુ. સુરો નો સરગમ, વાનિ નિ નજાકત, શબ્દો નિ સાત્વિકતા..બસ મન ભરઐઇ દયુ

 11. Maheshchandra Naik says:

  PUNAM TARA AJWALA OCHA PADYA
  geet Bijal ane Viraj pase ni rajuat mate Jayshree ben ane Tahuko ne ABHINADAN!!!!!!!!!!

 12. ranjan pandya says:

  ગીત અધુરૂં લાગ્યું છેલ્લી ચાર લાઈન સાંભળી ન શકાઈ…….

 13. Dwitija says:

  hi,

  i m getting an error while playing this song…

 14. Zankhana says:

  …..અણગમતી તોય મુને ગમતી અમાસ
  સપનાઓ આવે અને પાંપણની પાસ
  અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
  અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
  પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા……

 15. Pravin says:

  I dont since I am here in London,,I am looking 4 this song, then one of my friend suggest u wil definetly get this song on this site,,n as I get this song n listen first time on site my eyes were filled with tears….wording r amazing no words to express it,,,,my heartliy thnx for this song,,,,,,,

 16. Munjal says:

  very nice song very nicely sung and haven’t words to explain. just keep it up.

 17. Uchita Sheth says:

  I just want to awesome

 18. Krutagnya says:

  અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
  અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
  ketli sahajta thi avinash sir a ketli taklif wali vaat kahi didhi… Aa geet jyare sambhlu chhu tyare aankho palali jaay chhey… 😐 pan aatli sunder rachna aney ema Viraj/Bijal upadhyay na swar!! Shu vaat chhey! 🙂

 19. R.MEHTA says:

  કોઇ કેશે કે એ પોર બનદર ના નવ યુગ્ ના

 20. ullas kapadia says:

  no words for this creation….lyrics, voice,music….everything awesome..super duper…mind blowing..thanks jayshreeben..

 21. KRUNAL says:

  FANTASTIC AND LOVELY WORDS, SINGER, SONG, MUSIC… I M LOVING IT 🙂

 22. Kejal says:

  આ તો મારુ બહુ જ ગમતુ ગીત. સ્રરસ રીતે ગવાયુ છએ.

 23. RAKSHIT DAVE says:

  ખરેખર ખુબ જ મઝા આવી ગઈ
  મન ખુશ થઇ ગયું
  દિવસ માં એક વખત ના સાંભળીયે તો કૈક અધૂરું હોય તેમ લાગે
  અદભૂત રચના અને અદભૂત બે બહેનોનો અવાજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *