વ્હાલપની વાત – ઉમાશંકર જોશી

વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી  વ્હાલપની  વાત રંગભીની.

આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની.

બાજે  અજસ્ત્રધાર
વીણા  સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની   રૂમઝૂમતી  રાત  રંગભીની.

ઓ રે વિજોગ વાત!
રંગ   રોળાઈ   રાત,
નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

-ઉમાશંકર જોશી

6 replies on “વ્હાલપની વાત – ઉમાશંકર જોશી”

 1. સુંદર મજાનું ગીત.. અજસ્ત્રધાર પ્રયોગ ગમી ગયો…

 2. dioti says:

  સુંદર વર્ષા ગીત..

  આજે જ્યારે મારા શહેરમા વરસાદ અનરાધારે વરસે છે ત્યારે બિલકુલ અનુકુળ….

  આકાશે વીજ ઘૂમે,
  હૈયામાં પ્રીત ઝૂમે,
  સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

 3. Mehmood says:

  ઓ રે વિજોગ વાત!
  રંગ રોળાઈ રાત,
  નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
  વર્ષાઋતુમાં વિરહ વેદના કંઇક વધારેજ સતાવે છે..ઉમાશંકર જોશી જેવા સમર્થ કવિ તેને સુંદર રીતે વ્યક્ત કરી જાણે છે..

 4. સરસ ગીત છે..

 5. Rudraprasad Bhatt says:

  Naturally no one will be away from enjoying the rain.A poet can better express the fillings.Here the poet is UMASHANKAR JOSHI. what next remains to say. Words automatically become live.Thanks for such valuable KAVITA

 6. Dev says:

  can you please play the song “Vaham ni vaat kai vaheti karay nahi” can not find it any where ,also please email me the link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *