ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

માણસાઇના દિવા - ડો. દિનેશ શાહ

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

This text will be replaced

આ તારલો ઝબકીને ખરતો, આભથી પળ એકમાં
આ આગિયો ઊડતો ઝબકતો, ઘડી ઘડીના તાલમાં

આ ધૂપસળી બળતી પૂરીને, મહેકતી ઘડીઓ સુધી
આ કોડિયું બળતું રહ્યું, એક રાતના છેડા સુધી

આ વીજળી પણ ચમકતી, વાદળ તણાં ગર્જન સુધી
આ ચાંદની પણ ચમકતી, પ્રભાતના પ્રારંભ સુધી

ક્યાંક મેં વાંચ્યું હતું કે સૃષ્ટિનો પણ અંત છે
કે આગ પણ આ સૂરજની નવ ચાલશે યુગો સુધી

ઓ સૃષ્ટિના ઘડનાર પૂછું કેમ ભૂલ આ ભારે કરી ?
કાં દિવડા તે ના કર્યા, જે ઝળકતા યુગો સુધી ?

એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી

પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
ફક્ત માણસાઇના દિવા ઝળકતાં યુગો સુધી -

( કવિ પરિચય )

8 comments to માણસાઇના દિવા - ડો. દિનેશ શાહ

  1. Bansinaad
    February 8th, 2007 at 8:01 am

    [...] માણસાઈ ના દીવા  ટહુકો પર સાંભળો [...]

  2. Rajeshwari Shukla
    February 8th, 2007 at 8:14 am

    કાવ્ય સાંભળવાની ખૂબ મઝા આવી.આખું જ કાવ્ય સુંદર છ્હે પણ મને સૌથી વધુ ગમી આ પંક્તિઓ.
    એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
    અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી

    પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
    ફક્ત માણસાઇના દીવા ઝળકતાં યુગો સુધી -

  3. Rajendra Trivedi, M.D.
    February 8th, 2007 at 8:15 am

    DEAR JAYSHREE,
    WHAT A NICE WAY TO PUT THOUGHTS OF DINESHBHA’S KAVITA…..
    OUR BROTHER AND BHABHI AND MANY UNSUNG HERO HAS STARTED THE SIMPLE CLUB HOUSE IN 1954.
    NOW IS LARGEST IN ASIA HELPING ALL, CHILD TO AN AGED LIFE …..24/7
    THE PLACE TO VISIT.
    “BLIND PEOPLE ‘S ASSOCIATION OF AHMADABAD”, GUJARAT,INDIA

    GEETA AND RAJENDRA TRIVEDI
    http://www.bpaindia.org
    DHAVALRAJGEERA AND TULSIDAL
    http://www.yogaeast.net

  4. Harshad Jangla
    February 8th, 2007 at 8:28 am

    સત્ય છે માણસાઈ ના દીવા હમેશા ઝળકે છે
    સુંદર કાવ્ય આભાર જયશ્રી
    હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુ એસ એ

  5. વિવેક
    February 9th, 2007 at 5:05 am

    સુંદર કાવ્ય… આસિતભાઈએ તો પ્રાણ રેડી દીધો જાણે..

  6. Girish Parikh
    March 8th, 2007 at 9:53 pm

    Is this Dr. Dineshbhai Shah from Gainsville, Florida, at the University of Florida?

    He is a gem of a man…his brother and bhabhi too.

    This poem is extremely touching, if you know how compessinate the poet is.

  7. PRADIP SHAH
    March 19th, 2007 at 12:42 pm

    I LISTENED TO FEW OTHER POEMS BY DR. DINESHBHAI AND REALLY ENJOYED IT.
    YOU MUST ALSO PUT FEW OTHER VERY GOOD POEMS BY DR. DINESHBHAI ON THIS SITE.

    IT IS REALLY VERY ENJOYABLE EVENT TO LISTEN.

    PRADIP AND MINAL

  8. દિનેશ શાહ, Dinesh Shah « ગુજરાતી સારસ્વત પરિચય
    March 29th, 2009 at 12:14 pm

    [...] # સાંભળો    :  માણસાઇના દીવા  [...]

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>