નિરખને ગગનમાં… – નરસિંહ મહેતા

સ્વર : આશિત દેસાઇ

krishna

.

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

નિરખને ગગનમાં….

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી

નિરખને ગગનમાં….

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે

નિરખને ગગનમાં….

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો

નિરખને ગગનમાં….

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

( કવિ પરિચય )

Love it? Share it?

14 replies on “નિરખને ગગનમાં… – નરસિંહ મહેતા”

 1. જય says:

  નંદ્લાલા ની અત્યંત મોહક છબી ખુબ ગમી ગઈ.
  વાંસળી વગાડતો કાનુડા ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે, નહિ?

  સાથે સાથે:

  અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
  જુજવે રૂપ અનંત ભાસે
  દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
  શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે

  ની પણ પ્રતીતિ થઈ. જય.

 2. Suresh Jani says:

  સાથે કવિ પરિચયની લીન્ક આપે તો?

 3. UMANG MODI says:

  શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
  અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

  શ્યામ તો એજ , પણ આપણી પાસે રાધા ના નેત્રો નથી……

  ખુબ જ સરસ રચના….

 4. Harshad Jangla says:

  Jayshree
  Beautiful picture and excellent voice. Great. Thanks.
  -Harshad Jangla
  Atlanta, USA

 5. ashalata says:

  મ્શીવિભૂશિતકરાન્નવનીરદાભાત્
  પીતામ્બરાદ્રુણ્બીબ્ક્લાધરોશ્ઠાત્!
  પૂર્ણેન્દુસુન્દ્રમુખારવિન્દનેત્રાત્
  ક્રુસ્ણાત પરં કિમપિ તત્વમહં ન જાને!!
  વાસળીથી વિભૂશિત હાથવાળા,નવા જ્ળ્યુક્ત વાદ્ળો સમાન આભાવાળા
  પીતાબર ધારણ કરવાલા અને પ્રભાતના ર ક્તવર્ન સૂર્યના બિમ્બ્
  જેવા હોઠ્થી શોભતા, પૂર્ણિમાના ચન્દ્ર જેવા સુન્દર મુખવાલા અનેકમલજેવા નેત્રવાળા શ્રીક્રુશ્ણથી વિશેષ કાઈ પ્ણ તત્વ હોય એમ હુ જાણ્તોૂ નથી!!

 6. જય says:

  અચળ ઝળકે સદા અનળ દિવો
  સાચું: અચળ ઝળકે સદા વિમળ દિવો

  અને

  અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
  અરધ ઉરધની માંહે મહાલે

  સાચું: અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો
  અરધ-ઊરધની મધ્યે મહાલે

 7. kamlesh says:

  Ket ketla vakhan karu….Uttam geeto upload kare,saras rite ena shabdo shangareli web uper mohak rite muke and above all geet ne anuroop saras saras chitro muke…….aavu biju koi naa kare …only….thanks a lot

 8. nehal desai says:

  ખુબ સરસ ક્રિશ્ન ભજન.ખુબ સરસ શબ્દો.તમારો ખુબ ખુબ આભાર્

 9. lata.kulkarni says:

  what awonderful bhajan of narsinh mehta.!!!!!.

 10. Jigar Kantharia says:

  આ આપણુ અને સદભાગ્ય છે કે નરસિહ મહેતા જેવા ભક્ત કવિ આપણી ભાષાને મળ્યા છે.

 11. gadhvi Dhruval -songadh says:

  why we are thinking the shree krishna is a unique? b’cause

  K-Knowledge
  R-rhythm of the love
  I- ishwar aham soham
  S -Sat-chit -anand
  N- narsaiyo
  A- Akar-nirakar

 12. B. J. Patel says:

  પ્રેમના તંતમાં સંત ઝાલે !

  આપનો આભાર જયશ્રીબેન.

 13. Piyush says:

  નરસિહ મેહતા એ અહિ શબ્દ નુ અને જ્યોત નુ જે વર્ણન કર્યુ તે જ વર્ણન ગુરુ નાનક અને ગણા સન્તો એ પણ કર્યુ. ગ્નન્ગા સતી એ તેને વચન કહ્યુ અને આધુનિક વિગ્યાન તેને અટોમિક વાઈબ્રેશન કહે. આપણે તેને અપણા શરીર મા અનુભવ કરિયે એટલે ઐશ્વર્ય ની અનુભુતિ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *