મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

( કવિ પરિચય )  

9 replies on “મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’”

 1. mbbhakta says:

  બરક્ ત વિરાણીના ત્રિજા શેર ના જેવો જ આ ઍક સુન્દ્ ર શેર

  મેહ્રરબા હો કે બુલાલો મુઝે ચાહો જિસ્ વ ખ્ત્,
  મૈ ગ યા વખ્ત ન હી હુ કિ ફિર આ ભી ન શ કુ.

 2. […] તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’, પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે. http://tahuko.com/?p=523 […]

 3. જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
  તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

 4. જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
  તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

  તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,

 5. disha says:

  ખરેખર ખુબ જ સુન્દર રિતે લખ્યુ ચે
  મર રુવાતા ઉભા થૈ ગયા.. ઃ)

 6. disha says:

  તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
  પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે સખત ખતર્નાક્

 7. heena says:

  સુન્દેર emotional ghazal

 8. ધર્મેશ ચૌહાણ says:

  gorgeous words
  like it

 9. kaushik mehta says:

  Barkatbhai virani simply fantastic.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *