શેષ ઝળહળ મશાલ – રાજેન્દ્ર શુક્લ

આજે આ સ્પેશિયલ ઓડિયોની સાથે વિડિયોનું બોનસ..
રાજેન્દ્ર શુક્લની ગઝલ… એમના પુત્ર ધૈવત શુક્લના સ્વર-સંગીત સાથે, અને એ પણ ૧૦૦% શાસ્ત્રીય ગાયકીમાં… આ હા હા… ફરી ફરીને સાંભળવાનું મન થાય…!!

YouTube Preview Image

ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ ,
સૂર ઘેઘૂર પૂર મત બાંધ પાજ!

બિંતબૃખભાન, ઈબ્નબ્રજરાજ, વાહ-
જુગલસરકાર આજ મહેફિલનવાજ!

તીર કાલિંદ, શાખ કાદંબ તખ્ત,
ફરફરે મોરપિચ્છ સરતાજ-તાજ!

અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,
છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ!

ભાન લવલેશ, શેષ ઝળહળ મશાલ,
શ્વાસ ઉચ્છ્વાસ ખેલ અય ખુશમિજાજ!

બિંત: પુત્રી, ઈબ્ન: પુત્ર

– રાજેન્દ્ર શુક્લ (ફેબ્રુઆરી, 1978)

25 replies on “શેષ ઝળહળ મશાલ – રાજેન્દ્ર શુક્લ”

 1. Harsukh Doshi says:

  Thanks…Thanks… Thanks…
  Wish in future again post some Classical Gazals, songs, Bhajans……..Again thank you.

 2. અરે વાહ.. આજે તો ખૂબ જ મજા આવી ગઈ !

  ઋષિકવિની અવધૂતી ગઝલ વિશે તો કંઈ કહેવાપણું જ ના હોય… અને ધૈવતભાઈનું શાસ્ત્રીય ગાન પણ ખૂબ જ ગમ્યું !

 3. સુંદર ગઝલ… વાહ! મજાનું સ્વરાંકન…

 4. Pinki says:

  વાહ ધૈવતભાઈ !! સુંદર ગઝલ અને સ્વરાંકન … !!

  તેમના ભાઈ જાજવલ્યભાઈનું આ વખતે પ્રતિષ્ઠિત કાર્યક્રમ ‘સપ્તક’માં તબલાવાદન હતું .

 5. mehul surti says:

  ધૈવતભાઈનો ઘેઘુર સ્વર.., દમદાર સ્વરાન્કન્…અને ૧૦૦% પરફોર્મન્સ….! આજનેી સવારનો ટહુકો..આખા દિવસનો ગુન્જારવ થઇ ગયો …!
  હાર્મોનિયમ પર અમર ભટ્ટ્..સંગત…કરે છે..અને રાસભાઈ નો દાદ આપતો અવાજ….વાહ ….the best audio video on tahuko …!

 6. Kamlesh says:

  Enjoyed a lot, request for more like this….Shashtriya….more classical….
  eno pan ek varg chhe…..

 7. sudhir patel says:

  સુંદર ગઝલ અને એટલું જ પ્રભાવક શાસ્ત્રીય સ્વરાંકન અને મિજાજ સભર રજૂઆત! મેહુલભાઈ કહે છે તેમ આખા દિવસનો ગુંજારવ.
  સુધીર પટેલ.

 8. Rekha says:

  ખુબ સરસ !

 9. સ્વર, શબ્દ અને સંગીતની આવી સુભગ સમન્વયધારી અવધૂતી ગઝલ ગાયકી ભલભલાને અધ્યાત્મના આનંદનો આહ્લાદક અનુભવ ન કરાવે તો જ આશ્ચર્ય! શુક્લ પરિવાર અને ટહુકો પરિવારનો ખૂબ ખૂબ આભર.

 10. અતિસુંદર….

 11. ગુજરાતીમાં આટલું સરસ અને શુધ્ધ શાસ્ત્રીય સંગીત પહેલીવાર સાંભળ્યુ. ખૂબ મજા આવી, આભાર.

 12. ઇમેઇલ લીંક મોકલવા આભાર, પંચમભાઈ (શુક્લ). રાજેન્દ્રભાઈ તો સાહિત્યના સ્વજન છે. એમના પુત્ર ધૈવતભાઈ આવા સરસ શાસ્ત્રીય સંગીતના કલાકાર હશે તેની જાણ ન હતી. અભિનંદન. – ઘનશ્યામ ઠક્કર

 13. અદ્બ્ભુત ગઝલ્,રાજેન્દ શુક્લ ને તરત જ ફોન કરયો,આન્’દ વ્યક્ત ક્રરયો. આવા સરસ સુચન કરતા રહો.
  વિપુલ આચાર્ય

 14. neetu says:

  superb sir.

 15. Prashant says:

  I am at a loss for words. Dhaivatbhai seem to have rekindled the beauty of shastriya sangeet in gujarati ghazals.

  Bravo.

 16. sapana says:

  વાહ્..વાહ..વાહ.

  શબ્દો મળતા નથી!!ધૈવલભાઈનો અદભૂત અવાજ અને રાજેન્દ્રભાઈની ગઝલ!સરસ

  અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,
  છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ!
  વાહ વાહ્..
  બિંતબૃખભાન, ઈબ્નબ્રજરાજ, વાહ-
  જુગલસરકાર આજ મહેફિલનવાજ! આ પંકતિ ન્ સમજાય્!જો સમય મળે તો એનું વિષ્લેશણ કરી શકશો, પંચમદા.

  સપના
  સપના

 17. Tejas Shah says:

  બે મહિના પછી ફરીથી સાંભળ્યું. મઝા આવી ગઈ. છેલ્લા ૮ વર્ષથી મારો શાસ્ત્રીય સંગીત સાથેનો સંપર્ક છુટી ગયો છે. પણ આજે આ સાંભળ્યા પછી અહી મેલબોર્નમાં હાર્મોનિયમ શોધવા જવાનું મન થાય છે.

 18. Govind Maru says:

  વાહ! ખુબ જ સરસ….

 19. Neela says:

  v.good. Good composition.

 20. Sarla Santwani says:

  કયા શબ્દોમાં પ્રશંશા કરું શબ્દો જડતાં નથી પીતાએ કૃતિને શબ્દ દેહ આપ્યો અને પુત્રે સૂરરૂપી વસ્ત્રો પહેરાવ્યા આવી કૃતિના સૌંદર્યમાં શી કચાશ હોય? My reaction is sheer ecstasy!

 21. Meghal Joshi says:

  ખુબ સરસ્ !અતિ સુન્દર્ ખુબજ મજા આવિ ….શાસ્ત્રિય સન્ગિત શિખવાનુ મન થઇ ગયુ..

 22. rajeshree trivedi says:

  આ અવધૂત ને ફકીર આ યુગના ઋશિકવિ લય સુર મા મસ્ત ગઝલ રચે એમા નાદબ્ર્હમ / સ્વર ભળૅ તો નશો આપમેળે ચ્અધે જ્.ધન્યવાદ.

 23. Nidhi Trivedi says:

  ખુબ્જ મજાનુ આવિ……

 24. sharad kapadia says:

  ગીતના શબ્દો સાથે જ મન ગોકુળ અને વ્રુન્દાવનની ગલીઓમા દોડી ગયુ.
  આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *