એક ઘેરો રંગ છે મારી ભીતર – વિવેક મનહર ટેલર

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

સ્વર – સ્વરાંકન : શૌનક પંડ્યા

( મારી ભીતર… Photo : Dr. Vivek Tailor )
* * * * * * *

.

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

– વિવેક મનહર ટેલર

અડબંગ= મરજી મુજબ ચાલનારું, જક્કી, હઠીલું.
અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
કાફિયા= ગઝલમાં ‘રંગ’, ‘સત્સંગ’, ‘જંગ’ જેવા સમાન પ્રાસી શબ્દો મત્લાની બંને પંક્તિના અંતે તથા ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતમાં આવે છે જેને “કાફિયા’ કહે છે.

21 replies on “એક ઘેરો રંગ છે મારી ભીતર – વિવેક મનહર ટેલર”

 1. manvant says:

  વાહ વિવેકભઇ વાહ !
  વૈશાલીબહેન સારાઁ દેખાય છે.
  શ્વાસ નશ્વર થઇ ગયા, ઈશ્વર હવે !
  શબ્દનો સત્સઁગ છે, મારી ભીતર !!

 2. Vikram Bhatt says:

  તંગ, જંગ, અડબંગ, દંગ, બેઢંગ-
  weekendની સવાર ભારે થૈ ગૈ, પણ ઘણા સમયે scoobadivingનો મોકો-આનંદ મળ્યો.
  તસવીર પણ અર્થસભર,,

 3. utsav says:

  વાહ વાહ સુદર ગઝલ
  આભાર વિવેકભાઇ ?

 4. sanju vala says:

  યસ, વિવેકભૈ, કેટલાક શેર સરસ થયા છ. તમે પાદટિપ પણ સરસ દીધી. અભિનન્દન. સન્જુ વાળા.

 5. saloni says:

  simply superb song & good composition.
  congrets vivekbhai & shaunakbhai !

 6. sudhir patel says:

  સુંદર ગઝલની ખૂબ જ સરસ સંગીતમય રજૂઆત ગમી!
  સુધીર પટેલ.

 7. pragnaju says:

  સુદર ગઝલ

 8. priyjan says:

  “શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
  તું નથી એજ જંગ છે મારી ભીતર.”

  આ એક શેર પર જ હુ અફ્રિન થઈ ગઈ………..
  વિવેકભાઈ દરેક શબ્દમાથિ વેદના ટ્પકે છે ……….

  ખૂબ ખૂબ આભર……..

  પ્રિયજન………

 9. સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

 10. સુંદર ગઝલની એવી જ સુંદર રજૂઆત.

 11. વાહ વાહ વાહ કવિ અને શૌનકભાઈને અભિનદન…ક્યા બાત

 12. Mehul says:

  I do not recall one guatrati poem, I recall some words, if anybody can help getting full text?
  Thanks

  text is something like

  “hu abhari chhu eva chand oupcharik vidhano thi tamari …ochhi karvi nathi”

 13. Nehal Shah says:

  બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
  મન-હૃદયની સંગ છે મારી ભીતર!

  બહુ જ સરસ…મજા આવી ગયી…

 14. Anand says:

  એક ઘેરો રંગ છે મારી ભીતર,
  મૌન છે પણ તંગ છે મારી ભીતર,મારી ભીતર…..
  વાહ વિવેકભાઈ ઘણી સરસ ગઝલ અને તમરી આ ગઝલ ને ચાર ચાંદ લગાવતો શૌનક પંડ્યા નો અવાજ આ ગઝલ ના શબ્દે શબ્દો ગરકાવ કરી દેતા મારી ભીતર.

 15. rajeshree trivedi says:

  ભીતરનો રન્ગ ગમ ગ્યો.શબ્દનો સત્સન્ગ અહિ કાયમ કરાવત રહો.

 16. જયશ્રીબેન,
  એક ઘેરો રંગ છે મારી ભીતર – વિવેક મનહર ટેલર By Jayshree, on April 18th, 2009 in ગઝલ , ટહુકો , વિવેક મનહર ટેલર , શૌનક પંડ્યા. વાહ વિવેકભઈ. અર્જુનની વ્યથા,મનોવ્યથા જેમ રણમાં થઈ હતી તેવી દશા જીવન સંગ્રામમાં સૌની છે તેનું દર્શન શ્રી વિવેકભાઈએ સારી રીતે ગઝલમાં કર્યું છે. સાથે સાથે ગઝલના અઘરાં શબ્દો પણ સમજાવી, ગઝલમાં કાફિયા એટલે શું તે પણ વિવેકપુર્ણ સમજાવી તમોએ ગુજરાતી ચાહકો માટે સુંદર કામ કર્યું છે. અભિનંદન.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 17. Mehmood says:

  શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
  તું નથી એજ જંગ છે મારી ભીતર.

  ખુબજ સરસ શેર…અભિનન્દન વિવેકભાઇ..

 18. vajesinh pargi says:

  ગઝલ સરસ થઈ છે, પણ
  મહાભારતના યુદ્ધમાં કૌરવો-પાંડવોની મળીને અઢાર અક્ષૌહિણી સેના હતી. કૃષ્ણની નારાયણી સેના હતી. કૃષ્ણે નારાયણી સેના કે નિશસ્ત્ર કૃષ્ણની પસંદગી કરવાનો અર્જુન ને દુર્યોધન પર વિકલ્પ છોડ્યો હતો. અહીં થોડોક હકીકતદોષ છે. એ રીતે
  શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
  તું નથી એજ જંગ છે મારી ભીતર.
  શેરમાં પણ હકીકતદોષ લાગે.

 19. મૌલિક says:

  ખુબ જ સુંદર…..

 20. Ukti says:

  ખુબ જ સરસ ગઝલ …

 21. avani says:

  \this is one of my fav gazal .. it rips through my heart and feels as if it mirror’s me..Best kavita ane Shaunakji no avaj.. superb !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *