ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે - બેફામ

સ્વર : આશિત દેસાઇ

This text will be replaced

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે

( કવિ પરિચય )

9 comments to મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે - બેફામ

  1. Suresh Jani
    November 5th, 2006 at 4:47 am

    How did you get this in MP3? I have it on a casette. Very good gajhal sung by Ashit Desai .

  2. બેફામ « ગુજરાતી સારસ્વત પરિચય
    November 25th, 2006 at 12:09 pm

    [...] # સાંભળો              -    1    -      :     - 2 -               :          -   3   -       :    -   4   -  [...]

  3. chetna.K.Bhagat
    December 21st, 2006 at 10:22 am

    ખુબજ લાગણી સભર ગઝલ છે..ઘણ વર્શો પછી ફરીથી સામ્ભળવા મળી..

  4. કૃષ્ણકુમારસિંહ ઝાલા
    February 2nd, 2007 at 8:13 am

    વ્યથા ની આગ ને સીમાડા નથી હોતા,
    આંસુ પકવવા ના નિંભાડા નથી હોતા,
    તેથી જ આ પાપી જગત જાણી નથી શક્યુ,
    કે દિલ બળે છે ત્યારે ધુમાડા નથી હોતા.

    પણ ….
    આ ગઝલમા ક્યાક અણદેખ્યો ધુમાડો છે.

  5. keyur vyas
    February 12th, 2007 at 1:51 pm

    really very nice

  6. Alpesh
    September 23rd, 2007 at 7:12 am

    આ ગઝલ મને પણ ઘણી ગમી છે.

  7. dr.vinay.b.bharwad
    January 15th, 2008 at 8:31 pm

    fantastic web site.. todat for the first time when i was told by my friend mr.dhimant.purohit[ aaj-tak] abt it and when i started to run and stroll through it, i was keft fascinated and stunned.. plenty of salutes to you…..

  8. Rakesh
    May 15th, 2008 at 2:57 pm

    just one word ” Amazing “

  9. Dr Harshad
    October 8th, 2008 at 12:30 am

    સારસ્વત જયશ્રીબેન,
    ગુજરાતી અને ગુજરાતની આનાથી મોટી સેવા બીજી કોઇ ના હોઈ શકે ! લાઈબ્રેરીથી અને ગુજરાતી સહિત્યથી વિમુખ થઈ રહેલી આ પેઢી માટે આ માધ્યમ ઉત્તમ સાબિત થઈ રહ્યું છે. આ પ્રયત્ન માટે પ્રસ્તુત અને આવનાર પેઢી વતી આપનો માનીએ એટલો આભાર ઓછો છે.
    ડૉ. હર્ષદ વૈદ્ય
    એમ ડી ( ગાયનેક )
    ખેરાલુ.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>