હર મહોબ્બત તણા ઇતિહાસના… – કમલેશ સોનાવાલા

સ્વર : ધનાશ્રી પંડિત

.

હર મહોબ્બત તણા ઇતિહાસના પુરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા.

હર આહ ભરનારા ઉરે આશિક નથી હોતા,
હર આગિયાની રૂહમાં સિતારા નથી હોતા.

હર હોઠની મુસ્કાનમાં મત્લા નથી હોતા,
હર વાર્તાનાં અતં સરખા નથી હોતા.

હર આસ્થા શ્રદ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીનાં નાદમાં ઘનશ્યામ નથી હોતા.

હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા.

હર ચમનમાં ઉડતા બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા.

15 replies on “હર મહોબ્બત તણા ઇતિહાસના… – કમલેશ સોનાવાલા”

  1. ધ્ન્શ્રિરઇબેન નિ સરસ રજઆત બદલ્ congratulations narendra patel

  2. સુન્દર્…બેગમ્ અખ્તર યાદ્..આવી ગયા…!

  3. પુરશોત્તમ ઉપાધ્યાય નુ સન્ગેીત અને ધનાશ્રેી પન્ડિત નેી જુગલજોડેી એ રન્ગ રાખ્યો.મઝા આવેી ગઇ.

  4. …હર આહ ભરનારા ઉરે આશિક નથી હોતા,
    હર આગિયાની રૂહમાં સિતારા નથી હોતા.

    હર આસ્થા શ્રદ્ધા મહીં કિર્તન નથી હોતા,
    હર બંસરીનાં નાદમાં ઘનશ્યામ નથી હોતા…

    So true!!!

  5. હર હોઠની મુસ્કાનમાં મત્લા નથી હોતા,
    હર વાર્તાનાં અતં સરખા નથી હોતા.

    અને…ખુબજ જાણીતો શેર ..

    હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,
    હર ઝેર પીનારા શંકર નથી હોતા. ગઝલને એક ઉન્ચાઇ પર લાવી દે છે.

  6. હર આસ્થા શ્રદ્ધા મહીં કિર્તન નથી હોતા,
    હર બંસરીનાં નાદમાં ઘનશ્યામ નથી હોતા.

    ગદ ગદ થઈ ગયા….હર ઝેર પીનારા શંકર નથી હોતા…………સત્ય અને નર્યુ સત્ય્…

    હર પ્રેમ કરનારા શાયર નથી હોતા………..કઈ કેહવાનુ બાકીજ નથી રાખ્યુ…..!

  7. હર આહ ભરનારા ઉરે આશિક નથી હોતા,
    હર આગિયાની રૂહમાં સિતારા નથી હોતા.

    હર મહોબ્બત તણા ઇતિહાસના પુરાવા નથી હોતા,
    હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા.

    આકુળ વ્યાકુળ થઈ ગયા….ધનશ્રી બહેન્ ના અવાજ મા કમલેશભાઈ ની આ રચના બેમિસાલ્…..

  8. આ ગીતની ધૂન તો “એ મુહબ્બત તેરે અંજામ પે રોના આયા” ના જેવી જ લાગે છે… !!

  9. સરસ રચના છે, વાંચતા વાંચતા શેખાદમસાહેબની ગઝલ “મુહોબ્બતના સવાલોના બધા ઉત્તર નથી હોતા” નું સતત સ્મરણ થયા કર્યું. ધનાશ્રી પંડિતની શાસ્ત્રીય ગાયકીનો લહાવો માણવાની મજા આવી.

  10. સરસ મજા આવિ ગૈ..ઇ ટેસડો પડિ ગયો..
    દિલીપ ઘાસવાલા

  11. ધનાશ્રી પંડિતની અલગ જ ગાયકીનો અનેરો આનંદ માણવાની મજા આવી…… ખૂબ સરસ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *