એક તમારા મતને ખાતર – કૃષ્ણ દવે

એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.

એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.

એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.

એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?
એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.

એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ –
એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

– કૃષ્ણ દવે

10 replies on “એક તમારા મતને ખાતર – કૃષ્ણ દવે”

 1. Vital Patel says:

  સુંદર રચના,ચૂટણી ટાણે ખૂબ જ ગમી.મજાની રીતે કહી.
  આવી રચના તાજેતરમાં ‘મનનો વિશ્વાસ’ પર શ્રી રમેશ પટેલ
  (આકાશદીપ)ની મને ગમી,આપ સૌને કેવી લાગી કહેજો.
  આવી છે ચૂંટણી ને જામ્યો છે જંગ
  ઉમેદવારના ઉરમાં ઉછળે ઉમંગ

  રાજકારણના રસિયા સાથ માણજો રે સંગ
  દોસ્ત દુશ્મનના ન પરખાશે રંગ

  પક્ષા-પક્ષીના ભારે મંડાશે ખેલ
  ભોળાને ભરમાવશે ચાતુરી ખેલ

  વાતોની વડાઈથી સૌ કરશે બડાઇ
  દિવા સ્વપ્નોમાં નીરખતા થાશો સચ્ચાઈ

  મત છે કીમતી ન થાશો અજાણ
  રુડા રાજકર્તાઓ જ કરશે કલ્યાણ

  વાપરજો વિવેકથી મતનો અધિકાર
  વિકાસની કેડીઓ પર ચમકશે ચાંદ

  ભારતે ગૂંજ્યો છે નવયુગનો જંગ
  ચાલો ચટપટી ચૂંટણીનો માણી એ રંગ

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
  ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.

  – ખૂબ સચોટ વાત ! સરસ પ્રાસંગિક ગઝલ…

 3. સુંદર ગઝલ
  ૧)દેશની પ્રગતી માટે અંતઃકરણથી કામ કરતા નેતા અને powerful સરકાર હોવી જરૂરી છે. જે હવે મળવી મુશ્કેલ લાગે છે. પણ જ્યારે આપણે vote આપવા જઇએ ત્યારે એ વાતનુ ખાસ ધ્યાન રાખવુ કે આપણે શક્ય તેટલા સારા ઉમેદવાર ને પસંદ કરીએ.
  ૨)India ની વાત કહુ તો આજકાલ ચુંટણી અને ચુંટણી પ્રચારની જ મોસમ ચાલે છે. India મા ઘણા લોકો vote આપવા જતા જ નથી. મારી જયશ્રી દીદી ને request છે કે જો તમારી પાસે vote આપવા જવાની જાગ્રુતી આપતુ કોઇ ગીત કે ગઝલ હોઇ તો જરૂર ટહુકા પર મુકજો.

  લાંબી અને boring comment માટે sorry.

 4. pragnaju says:

  એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ –
  એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.

  એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
  પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.

  સ્ ચોટ વાત

 5. Chandra Patel says:

  ચૂંટણી એ લોકશાહી પ્રથાનો આધાર છે.ભવિષ્યની રચયિતા છે.

  ભારતમાં નાના પ્રાદેસિક પક્ષો તકવાદનો લાભ ઉઠાવી,બહુમતિને

  આંખો કાઢી જાય છે..આ કેવી લોકશાહી? ખેર

  કવિશ્રી કૃષ્ણ દ વે અને આકાશદીપની રચનાઓ

  ઘણું બધુ કહી જાય છે ,સરસ રજૂઆત .

  ચન્દ્ર પટેલ્

  મત છે કીમતી ન થાશો અજાણ
  રુડા રાજકર્તાઓ જ કરશે કલ્યાણ

  વાપરજો વિવેકથી મતનો અધિકાર
  વિકાસની કેડીઓ પર ચમકશે ચાંદ
  આકાશદીપ
  એક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો.
  એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો. ૃષ્ણ
  કૃષ્ણ દવે
  અભિનંદન

 6. Pinki says:

  વાહ્… !! કૃષ્ણભાઈ, સરસ…….!!

 7. DILIP GHASWALA says:

  Jena naam par me muki chokdi,
  Lokshahi ma tej
  chuntai aavyo…
  saras kavita..maja padi gai..
  dilip ghaswala.. surat

 8. chinmay says:

  વાહ્! શુ ગેીત ચ્હે.

 9. આખે આખી રચના જ સરસ અને સમયને અનુરૂપ છે. ખાસ તો એવા લોકો (એમાં મોટા ભાગના આવી જાય) જે એમ વિચારે કે આપણા એક-બે મતથી શું થવાનું છે તેને માટે –
  એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?
  એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.
  ખુબ સરસ ….
  અને વળી નેતાઓ પર કાયમની પસ્તાળ પાડતા નાગરિકોએ સમજવાનું છે કે લોકશાહીમાં મતદાન એ એક જ તક છે તકલોભીઓને ઘર બેસાડવાની. એ ચૂકી ગયા તો પછી …
  એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
  પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.
  આઝાદીના સાઠ વરસથી છાતીમાં જે ડૂમો અટવાય છે એના માટે આપણે જ જવાબદાર છે.
  કૃષ્ણભાઈ, લોકજાગૃતિનું કામ કરતી આપની કલમને અંતરના સલામ. અને જયશ્રીબેનને કેમ ભૂલાય ?

 10. KANU YOGI says:

  સરસ, પ્રાસન્ગિક રચના.
  –કનુ યોગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *