મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ

paper_poster_PZ18_l

This text will be replaced

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ

16 thoughts on “મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ

 1. mvlviv

  Dear Jayshree,
  I found your blog from my friend of 1959.We are reconnected after 57 years !!
  Suresh lives with his family in Arlington,Tx and We live in Boston, Ma.
  The bloggers World made us all connected.
  I am enjoying your selection of songs and wish you the best for future production.

  Reply
 2. Amit Pisavadiya

  સુંદર ગીત ! મારુ પ્રિય પણ.

  એક પંક્તિ મા જરા ફર્ક દેખાયો તો જણાવુ છુ.

  મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
  કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ

  તેમા મારા ખ્યાલ થી
  “કોળિયો જમાડુ જમણા હાથ નો રે લોલ ”
  આવે છે.

  આભાર.

  Reply
 3. A J

  if “chaman tujne suman” can be added. besides there are so many old gujarati lok-geet(garba), which otherwise will be forgotten, could be added on this portal, would be great,

  Reply
 4. sanjay

  ખરેખ્ર આ બધ્ા ગિતો સામ્ભરિને ખુબ ગમ્યુ. હુ એક ગિત ચરોતર નિ ચમ્પા નુ શોધતો હતો પન કયાય ના મર્યુ. ” ભગવાન તમારે તો જસોદા મા ચ્હે તો તુ મારિ માને કેમ લૈઇ ગયો.”

  Reply
 5. Ashok

  Great song,
  But one question,
  does it belong to “Ghazal” category.
  I think it should be in “Geet” category.
  by the way
  Jai shree krishna :)

  Reply
 6. Mayur Patel

  મજા આવિ ખરેખર હુ ગના લાબા સમય થિ આ ગિત નિ સોધ મા હતો

  Reply
 7. Rekha M shukla

  મારી શેરીયે થી કાન કુવર આવતા રે લોલ…મારુ પ્રિય ગીત છે આજે કઇક લખવાનુ મન થયુ ને શબ્દો મળી ગયા….

  ગોકુળ ગલીઓમા આવતાને જાતા મારગ વચ્ચે કાનો ગોપીયુ છેડે
  એ હાલો હાલો ગોકુળ ગલી ઓ મા જઇયે
  રેખા શુકલ ( શિકાગો)

  Reply
 8. chetan meghnathi

  ખુબ સરસ ગિત છે.
  આવા સરસ ગિત સાભળવા ગમે છે

  Reply
 9. Mayur Koladiya

  વિવિધ છંદો ના mp3 ગીતો મને ક્યાથી મળી શકે એ કોઇ મને કહેશો?
  મારે અલગ અલગ છંદના રા જાણવા છે.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *