કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ

આમ તો ચાર વર્ષથી ટહુકો પર ટહુકતું આ ગીત – આજે રક્ષાબંધનના દિવસે ફરી એકવાર…નવા સ્વરમાં….
ગીત છે જ એવું મઝાનું – વારંવાર સાંભળવાનું ચોક્કસ ગમે.. અને રક્ષાબંધનનો દિવસ હોય પછી તો આ ગીત યાદ ન આવે એવું બને? બધાને બળેવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

અલ્પેશભાઇ,
તને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! ખૂબ ખૂબ વ્હાલ સાથે.. Happy રક્ષાબંધન..! 🙂

સ્વર – પાર્થિવ ગોહિલ, માનસી પારેખ

This text will be replaced

_________________

Posted on August 27, 2007

આ ગીત ગયે વર્ષે પણ રક્ષાબંધનને દિવસે મુક્યું હતું, તો હું આ વર્ષે ટહુકો પર મુકવા માટે બીજું કોઇ ગીત વિચારતી હતી, પણ આ ગીત જેવું બીજું કંઇ મળ્યું જ નહીં.

અને આ વર્ષની રક્ષાબંધન તો મારા માટે ઘણી જ ખાસ છે, ૪ વર્ષ પછી હું રક્ષાબંધનને દિવસે ભાઇ ને મારા હાથે રાખડી બાંધીશ.

બીજું તો શું કહું, આ ગીત સાંભળો, અને રક્ષાબંધનના દિવસની ખુશી મનાવો… 🙂

———————————-

Posted on August 8, 2006

આજે રક્ષાબંધન.

મારી સંગીતની દુનિયા પર સૌથી મોટો પ્રભાવ મારા મોટાભાઇનો. એમને ગમતા ગીતો અને સંગીત મને ગમે જ. કોઇવાર તરત જ… કોઇવાર મહિનાઓ કે વર્ષો પછી..

મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે, એટલે વારંવાર આ ગીત સાંભળું છું.

raksha

સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ
ગુજરાતી ફીલમ – સોનબાઇની ચૂંદડી (૧૯૭૬)

.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

———

ઘણું બધુ લખવાની ઇચ્છા થાય છે, પણ તોયે કંઇ સુઝતુ નથી. પ્રભુને પ્રાથના કરું છું કે સુરતને જેમ બને એમ જલ્દી પૂરની આ મુશ્કેલીમાંથી ઉગારે. રક્ષાબંધન જેવો સારો દિવસ સુખરૂપ પસાર થાય…

182 replies on “કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ”

  1. Dinesh Dalwadi says:

    બ્રહ્ેન સાથે વરસાદ મા સાભલતા બહુ સ્રારુ લાગે. આનન્દ થયો.

  2. karuna says:

    After long time I heard this song so I am so happy.mane aa geet bahu j game chche

  3. karuna says:

    I_ Karuna like this song so much After long time I heard this song Karuna Talati

  4. amita h shastri says:

    આજે રક્શબન્ધન નો પવિત્ર તહેવાર …..મારા વેીરા આ ગેીત તારા માતે…તારા થિ દુર રહેતિ તારેી બહેન તરફ્થેી….

  5. nandlal vaishnav says:

    બહેન સાથે સાભલતા બહુ સ્રારુ લાગે. આનન્દ થયો.

  6. BHARAT BHAGAT MONTREAL CANADA says:

    BHAI ANE BAHEN NI MA UDAR NI LAGNI OTHI BHARPUR AA GIT ANE RAKSHA BANDHAN NO SAMANVYAY KHARE KHAR EK SUKHAD GHATANA KAHI SHAKAE ANE HRADAY THI ANUBHAVI SHAKAE TYARE AAPNE AAPNI JATNE DHANYA TA ANUBHAVYE CHIYE!

  7. veena says:

    REALLY TOUCHING,

  8. nirali says:

    એકદ્દમ સરસ

  9. Himmatsinh Rathod says:

    Bahen sathe basi sambhadta bahu anand thyo, balpan yad avyu, aankho bhinjay gayi….

  10. Gopal Vakharia says:

    જયશ્રીબેન,
    આવી સુંદર સાઈટ શરુ કરવા માટે અભિણનંદન્

    ભાઈ બહેન ના પ્રીત નું હજી એક ગીત છે. તેમાં ની એક કડી યાદ રહી ગઈ છે.૪૫/૫૦ વરસ પહેલા મારા પાડોશી ગાતા હતા. જો કોઈને ખબર હોય તો મને લિંક gopalwakharia@gmail.com પ મોકલશો. આભારી થઈશ.

    માડી ના જાયા બેની ના મ્હેણા તારે ભાંગવા.
    ગોપાલ વખારીયા નાગપુર

  11. NIRAJ says:

    ખુબ સરસ

  12. KOMAL says:

    સરસ

  13. ruchir says:

    one of the sweetest song of life. Crying to see this song at age of 4-5 apprx . Seen this movie in patan theatre.

  14. hinasalil says:

    મોટેભાગે એવું થાય છે કે આ ગીત સાંભળું, અને ભાઇને બહુ યાદ કરું. આજે ભાઇ બહુ યાદ આવે છે

  15. Dipen Purohit says:

    REALL HEART TOUCHING,

  16. Manjari Damania says:

    સંગીત – અવિનાશ વ્યાસ
    સ્વર – આશિત દેસાઇ, ફોરમ દેસાઇ

    આજે પન આ ગિત સાભલિ આસુ આવિ જાય.original sangeet and original singer ashitbhai and foram desai. very well sung.
    ખુબ જ સરસ.

  17. KIRIT BHAGAT says:

    મજા આવિ ગય.

  18. manji says:

    બહેન નિ યાદ આવિ ગઇ.

  19. kajal says:

    ખુબજ સરસ છે

  20. Kashmira says:

    Dear Jayshree,
    I am not able to hear the songs on my IPad. Is there any way I can hear them on IPad?
    Kashmira

  21. NIRAJ says:

    bahen sathe sambhalvani maja aavi.

  22. જુના દિવસો યાદ આવિ ગયા ..

  23. sonal mukesh mistry says:

    thank you for such beautiful songs and lyrics. just loved everything

  24. SURESH PARGHI says:

    મારી પત્નીને ખુબ જ ગમતુઁ આ ગીત તેને સઁભળાવી શક્યાનો અને સાઁભળ્યાનો બેવડો આનઁદ .

  25. Sunil Gandhi says:

    અદભુત……

  26. sonal mukesh mistry says:

    આજે પન આ ગેીત આન્ખો ભિન્જ્ વિ જાય ચ્હે

  27. tejas sompura says:

    ખરેખર ખુબ જ સરસ અભિનન્દન !!

  28. Dharmesh Pandya says:

    જયશ્રિબેન જમુના તત બન્સરિ વગિ રાસ હોય તો જરુર મોકલ્સોજેી

  29. AKASH says:

    અદ્ભુત્!!!!!!!!!!!!

  30. ashish pankhaniya says:

    વિત્વ વરવાનુ રણ ચડવા નુ નામર્દો નુ કામ નથેી,,,,
    મને આ ગેીત મળશે?????

  31. RAHULSINH DABHI says:

    I LIKE THIS SONG AND I ALSO SINGING THIS SONG….

  32. jai kishan says:

    very heart touching and loving song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *