આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

———————-

( આભાર ફોર એસ વી )

સાંભળો : દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

219 replies on “આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી”

 1. Vinit says:

  અમુલ્ય!!! ગુજરાતી ભાષા નો વૈભવી વારસો ટકાવી રાખવા બદલ આભાર…

 2. Chavdabhavesh says:

  Good

 3. kanta varsani says:

  Very nice…… I like..

 4. J.R.SHUKLA says:

  **** વાહ ભાઈ વાહ….. ગમ્યું॰
  * જયેશ શુક્લ.”નિમિત્ત”.

 5. vimal natvarlal patel says:

  ખુબ સરસ…. send more gujarati song

 6. zarna says:

  Lovely. I had taught dis poem to my students. Very touchy & emotional. I literally cried when I heard first time. Lovely.

 7. vishakha jasani says:

  Khub j saras geet che. Varso thi sabhali e che. To pan mann bharatu j nathi. Jayshriben tame khub j sunder karya kari chho. Ketlaye nava ane juna geeto maanvano aanand male che.
  Aa geeto ne sambhalva hoy to shu karvu?
  Pahela to hu roj geeto sambhalti hati pan have khyal nathi aavto k kevi rite sambhalvu?
  pls let me know…

 8. vishakha jasani says:

  Khub j saras geet che. Varso thi sabhali e che. To pan mann bharatu j nathi. Jayshriben tame khub j sunder karya kari chho. Ketlaye nava ane juna geeto maanvano aanand male che.
  Aa geeto ne sambhalva hoy to shu karvu?
  Pahela to hu roj geeto sambhalti hati pan have khyal nathi aavto k kevi rite sambhalvu?
  pls let me know… please reply

 9. હિલોનિ says:

  ખુબ અજ સરસ ગીત લખિયુ છે… અતિ ઉત્ત્મ…..

 10. Manish Dagli says:

  આ ગેીત પુર્શોત્તમ ઉપાધ્યય ના સ્વરે ચે તે મોકલ્શો.

 11. Manish Dagli says:

  માફ કરશો, પ્રફુલ્ દવે ના સ્વર મા

 12. GAUTAM JOSHI says:

  જોરદાર
  લાજવાબ છેલા ૧૦ વરસ થી શોધતો હતો હવે મળયુ છે
  મજા આવી ગયી

 13. PRAHALADBHAI RAMSHANKER THAKAR. says:

  Very Touch able

 14. શ્લોક says:

  બહુ જ સરસ કાવ્ય શાળા ના દિવાસો યાદ આવી ગયા ….મજા પડી ગઈ .. ખુબ ખુબ આભાર તમારો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *