આમ તો ગઝલ વિષે કેટલીય ગઝલો અને કવિતાઓ લખાઇ છે.. (કોઇવાર ગઝલ-સ્પેશિયલ ઉજવશું ટહુકો પર ! ) અને એ બધામાં ખાસ એવી આ રાજેન્દ્ર શુક્લની ગઝલ.. અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ… આહા..!! અને કવિના આ સુંદર શબ્દોને જ્યારે ક્ષેમુ દિવેટીઆનું સંગીત મળે, એમા શ્યામલ-સૌમિલની જોડીનો સ્વર ભળે…. એટલે તો કોઇ પણ ગઝલ પ્રેમી એને સાંભળ્યા જ કરે…
.
સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.
લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.
ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.
સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.
કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.
– રાજેન્દ્ર શુક્લ
અરેરેરે!જયશ્રિબેન્!કહેવુ પડે,શુ વાત ચ્હે.સન્ગિત્કાર શ્રેી કશેમુદિવેટિઆએસ્વર બધ્ધ કરેલિ આદેવનાગરિ ગઝલ વાચિ,લખિ અને સામભળિ પણ્ શુ ગઝલ,શુ ગાયકિ અનેશુ તાલ અને શુ ધાળ ચ્હે!વાહ ભઐ વાહ્!દોધ કિલો મિટર્ નો માઈલ્ સાડા ત્રણ માઈલ્ ન એક યોજન થાય્ જ્યારે ગઝલ ગવાતિ હોય ત્યારે તેનિ સુગન્ધ ચોઉદ માઈલ દુર દુર જાય એવુ વર્ણન આ ગાયકિ મા જાણવા મળ્યુ. ધન્ય ચ્હે આપને.કે આવિ સભર અર્થ વાળિ ગઝલ આપે રજુ કરિ અમને તેનો રસાસ્વાદ કરાવ્યો. જય શ્રિક્રિશ્ન. આપ્ નો સદાનો રુણિ! બનસિ પારેખ્ ૦૪-૨૨-૨૦૧૧,શુક્રવાર બપોરના ૧૨ વાગે.
khub saras

This Gazal has both, the inner and outer beuty. The blending of Sanskrit and prakrit language is superb. It reminds of John Keats’ sensuousness. My friends Kiran and mehul, it is worth learning languages to get such immeasurable joy. It is never too late. Hope you take this good spirit, this light hearted suggestion of mine.
Enjoyed the voice quality of the singers and the composition too. The thing I missed was understanding the words due to my and probably many others limited knowledge in the Gujarati language.If some detailed explanations of the wordings was given, the Gazal could have been more delicious and enjoyable.
કઈ પન ખબર ના પડી ઃ(
Good one in all aspects
આ ગઝલ રાજેન્દ્ર શુક્લાના કંઠે સાંભળીએ ત્યારે જાણે સાક્ષાત્ સરસ્વતી ધરતી પર અવતરતા હોય એમ લાગે… ઘેરો ગેરુઓ ઝભ્ભો, ઘેઘુર દાઢી અને એનાથીય વધુ ઘેઘૂર પડછંદ અવાજ… અને એવું વાતાવરણ ઊભું થાય જાણે આપણે ગઝલની રૂ-બ-રૂ થયા હોઈએ !
સુંદર ગઝલ મજા આવિ ગઇ!!!!!!!!!!!!
આભાર જયશ્રી બેન…………….